For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Hora Kundali: ધન સંપત્તિની જાણકારી આપે છે હોરા કુંડલી

Hora Kundali: ધન સંપત્તિની જાણકારી આપે છે હોરા કુંડલી

By Staff
|
Google Oneindia Gujarati News

વૈદિક જ્યોતિષમાં સપ્તવર્ગીય અને ષોડશવર્ગીય કુંડલીનું વર્ણન મળે છે. જેના આધારે જ કોઈ જાતકના ભૂત, ભવિષ્ય અને વર્તમાનની પરત ખોલવામાં આવે છે. જેમાંથી હોરા કુંડલીનું સૌથી વધુ મહત્વ હોય છે. હોરા કુંડલીનું અધ્યયન કર્યા વિના જાતકના સંપૂર્ણ જીવનનો ફળાદેશ અધૂરો રહે છે. હોરા કુંડલીથી જાતકને જીવનમાં મળનાર ધન, સુખ, વૈભવ, સંપત્તિ, ભોતિક સુખ-સુવિધા વગેરેનું અધ્યયન કરાય છે. ત્યારે આવો જાણીએ હોરા કુંડલી એટલે શું અને તેની અધ્યયનથી કેવી રીતે ધન સંપત્તિની માહિતી મેળવી શકાય છે.

હોરા કુંડલી

હોરા કુંડલી

જ્યોતિષની સમજ રાખનારા સારી રીતે જાણે છે કે એક રાશિનું માન 30 અંશ હોય ચે અને એક રાશિમાં 15-15 અંશના બે હોરા હોય છે. લગ્ન, ચંદ્ર અથવા અન્ય કુંડલીઓમાં 12 ઘર હોય છે પરંતુ હોરા કુંડલીમાં માત્ર બે જ ઘર હોય છે અને તેમાં ચંદ્ર અને સૂર્યની હોરા હોય ચે. એટલે કે સિંહ ્ને કર્ક લગ્ન હોય છે. હોરા કુંડલીનું નિર્માણ જાતકની લગ્ન કુંડલીના આધારે કરાય છે.

તે બનાવવાના નિયમ

તે બનાવવાના નિયમ

  • જે લગ્નેશમાં સમ રાશિ હોય અને લગ્ન માન 0થી 15 અંશ સુધી હોય તો હોરા લગ્ન ચંદ્રનો થશે
  • જો લગ્નમાં સમ રાશિ હોય અને લગ્નનું માન 16થી 30 અંશ સુધી હોય તો હોરા લગ્ન સૂર્યનો થશે
  • જો લગ્નમાં વિષમ રાશિ હોય અને લગ્નનું માન 0થી 15 અંશ સુધી હોય તો હોરા લગ્ન સૂર્યનો થશે. જો લગ્નમાં વિષમ રાશિ હોય અને લગ્નનું માન 16થી 30 અંશ સુધી હોય તો હોરા લગ્ન ચંદ્રનો થશે.

આવી રીતે સમ રાશિમાં પ્રથમ હોરા ચંદ્રની અને બીજી સૂર્યની હોય છે. જ્યારે વિષમ રાશિમાં પ્રથમ હોરા સૂર્યની અને બીજી ચંદ્રની થાય છે. હોરા લગ્નનું નિર્ધારણ થઈ ગયા બાદ તમામ ગ્રહોને પણ આ પ્રકારે તેમની રાશિ, અંશ, કલા, વિકલા જોઈ સૂર્ય અથવા ચંદ્રના ખાનામાં સ્થાપિત કરી લેવાય છે.

વિષમ રાશિઃ 1- મેષ, 3- મિથુન, 5-સિંહ, 7- તુલા, 9- ધન, 11- કુંભ
સમ રાશિઃ 2- વૃષભ, 4- કર્ક, 6- કન્યા, 8- વૃશ્ચિક, 10- મકર, 12- મીન

હોરા લગ્ન જોવાનો સામાન્ય નિયમ

હોરા લગ્ન જોવાનો સામાન્ય નિયમ

  • હોરા કુંડલીમાં જો કર્ક રાશિમાં તમામ શુભ ગ્રહ સ્થિત હોય તો જાતક ધનવાન, સુખી અને અનેક પ્રકારની સંપત્તિ બનાવનારો હોય છે.
  • જો કર્ક રાશિની હોરામાં તમામ અશુભ પાપ અથવા ક્રૂર ગ્રહ આવી જાય તો જાતક પોતાની જ કમાયેલી સંપત્તિનું નુકસાન કરી બેસે છે. પોતાની ખોટી આદતોને કારણે પૈતૃક સંપત્તિ પણ ગુમાવી દે છે. માનસિક તણાવ બહુ હોય છે.
  • જો સૂર્યનો હોરામાં તમામ અશુભ ગ્રહ આવી જાય તો જાતક સાહસી, ધનવાન, સંપત્તિવાન અને પરાક્રમી થાય છે.
  • જો સૂર્ની હોરામાં તમામ શુભ ગ્રહ આવી જાય તો ધન પ્રાપ્ત કરવામાં અત્યંત પરિશ્રમ કરવો પડે છે. પારિવારિક સુખ પણ ઓછું મળે છે. આર્થિક જીવન સામાન્ય હોય છે.
  • જો સૂર્ય અને ચંદ્રની હોરામાં શુભ અને અશુભ બંને ગ્રહ બરાબરના હોય તો જાતકને મિશ્રિત પરિણામ મળે છે.
  • સૂર્યની હોરામાં શુભ અને અશુભ બંને પ્રકારના ગ્રહ હોવા પર જાતક શરૂઆતી જીવનમાં સંઘર્ષમય હોય છે અને બાદમાં ખુબ ધન અર્જિત કરે છે.
  • સૂર્યની હોરામાં પાપ ગ્રહોનું હોવું શુભ ફળ આપે છે, કેમ કે સૂર્ય સ્વયં એક ક્રૂર ગ્રહ છે તો ક્રૂર ગ્રહની હોરામાં ક્રૂર ગ્રહ શુભ ફળ આપે છે.
  • ચંદ્ર એક સૌમ્ય ગ્રહ છે માટે સૌમ્ય ગ્રહની હોરાાં સૌમ્ય ગ્રહ શુભ ફળ આપે છે.

Holashtak 2021: હોળાષ્ટક 21 માર્ચથી, જાણો પૌરાણિક મહત્વ, શા માટે માંગલિક કાર્ય નિષેદ્ધ છેHolashtak 2021: હોળાષ્ટક 21 માર્ચથી, જાણો પૌરાણિક મહત્વ, શા માટે માંગલિક કાર્ય નિષેદ્ધ છે

English summary
Hora Kundali: Hora Kundali gives information about wealth: ધન સંપત્તિની જાણકારી આપે છે હોરા કુંડલી
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X