જાણો દિવાળીના શુભ મુહૂર્ત અને માં લક્ષ્મીને ખુશ કરવા માટેના ઉપાય...

Posted By:
Subscribe to Oneindia News

આ વર્ષે દિવાળી 30 ઓક્ટોબર 2016ના કારતક કૃષ્ણ અમાસને રવિવારે મનાવવામાં આવશે. દિવાળી પૂજન માટે મુખ્ય કાળ પ્રદોષ કાળ ગણાશે. દરેક ઘરોમાં જોરશોરથી દિવાળીની તૈયારીઓ થઈ રહી છે અને તમામ બજારોમાં ખરીદી માટે લોકોની ભીડ ઉમટી પડી છે. દિવાળીમાં ગર્ભવતી મહિલાઓ ફટાકડાથી બચે અને બીજાઓ માટે આ પ્રમાણેના મુહૂર્ત છે.

ma lakshmi 1

લક્ષ્મી-ગણેશ તિથિ અને કાળ

દિવાળી-30 ઓક્ટોબર 2016
લક્ષ્મી પૂજા મુહૂર્ત-18:27 થી 20:09
પ્રદોષ કાળ-17 થી 20:09
વૃષભ કાળ-18:27 થી 20:22
અમાસ તિથિ આરંભ-20:40 (29 ઓક્ટોબર)
અમાસ તિથિ સમાપ્ત-23:08 (30 ઓક્ટોબર)

દિવાળી લક્ષ્મી પૂજન માટેના શુભ ચોઘડિયા મુહૂર્ત
પ્રાતઃકાળ મુહૂર્ત (ચર, લાભ, અમૃત) = 08:07 થી 12:22 સુધી
બપોરનુ મુહૂર્ત (શુભ) = 13:47 થી 15:12 સુધી
સંધ્યા કાળ મુહૂર્ત (શુભ, અમૃત, ચર)= 18:02 થી 22:47 સુધી

ma lakshmi 2

માં લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાયો


શાસ્ત્રોંમાં માં ભગવતી લક્ષ્મીના 18 પુત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દિવાળીના શુભ મુહૂર્તમાં તેમનુ ઉચ્ચારણ કરવાથી તમારી આર્થિક સ્થિતિ મજબુત બને છે.
માતા લક્ષ્‍મીના આ 18 પુત્રોના નામની આગળ ॐ અને અંતમાં નમઃ લગાવીને જપ કરવાથી ઈચ્છિત ધનની પ્રાપ્તિ થાય છે.
ॐ દેવસખાય નમઃ ॐ ચિક્લીતાય નમઃ ॐ આનંદાય નમઃ ॐ કર્દમાય નમઃ ॐ શ્રીપ્રદાય નમઃ ॐ જાતવેદાય નમઃ ॐ અનુરાગાય નમઃ ॐ સંવાદાય નમઃ
ॐ વિજયાય નમઃ ॐ વલ્લભાય નમઃ ॐ મદાય નમઃ ॐ હર્ષાય નમઃ ॐ બલાય નમઃ ॐ તેજસે નમઃ ॐ દમકાય નમઃ
ॐ સલિલાય નમઃ ॐ ગુગ્ગુલાય નમઃ ॐ કુરુંટકાય નમઃ

ma lakshmi 3

- ઘરના મુખ્ય દરવાજા પર કંકુ, ગંગાજળ, કાચુ દુધ, ચોખા અને હળદર આ બધીજ વસ્તુઓ ભેગી કરી 9 ઈંચનો સ્વસ્તિક બનાવવાથી માતા લક્ષ્મી હંમેશા માટે ઘરમાં વસે છે.

-માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે દિવાળીના દિવસે ગરીબોને જમાડો, કારણકે ગરીબોને ભોજન કરાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

-દિવાળીના દિવસે પિપળાના ઝાડ નીચે દીવો કરી લક્ષ્મી સ્ત્રોતનો પાઠ કરવાથી ઘરની આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે.

ma lakshmi 4

-દિવાળીની રાત્રે સુવુ નહિં. પરંતુ આખી રાત માતા લક્ષ્મીનુ ભજન-કિર્તન કરવુ જોઈએ. આ રાત્રે લક્ષ્મી વિચરણ કરવા ઘરતી પર આવે છે, જે ઘરમાં પ્રકાશ અને સુંદર વાતાવરણ હોય
તેવા ઘરમાં નિવાસ કરે છે.

-જો તમારી પાસે ધનની ખોટ રહેતી હોય તો, કાળી ચૌદશના દિવસે લાલ કપડામાં લાલ ચંદન, કંકુ અને ગુલાબનુ ફુલ મુકી તેની પૂજા કર્યા બાદ તેને પોતાની તિજોરીમાં મુકવુ જોઈએ.

-વેપારમાં વૃધ્ધિ માટે દિવાળીની રાત્રે ફટકડીના ચાર ટુકડા લઈ ચાર ખૂણામાં મુકી આ ટુકડા વેપાર પરથી ઉતારી કોઈ નિર્જન સ્થાને ફેંકી આવવુ. આમ કરવાથી રોજગારમાં વૃધ્ધિ આવે છે.

-અહંકારનો ત્યાગ કરી સૌની સાથે પ્રેમાળ સંબંધ રાખવાથી અને સ્ત્રીનુ સન્માન કરવાથી લક્ષ્મીની કૃપા સદૈવ તમારી ઉપર રહે છે.

English summary
How to attract Lord Lakshmi ON this Diwali, here are some Tips,
Please Wait while comments are loading...