• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ક્યારેય વિચાર્યુ શા માટે દરેક માળાના 108 મણકા હોય છે?

By desk
|

ભારતીય પૂજા પદ્ધતિમાં ધ્યાન એટલે કે મેડિટેશનને સૌથી વધુ અસરકાર અને મહત્વનું ગણવામાં આવ્યુ છે. એવું મનાય છે કે ધ્યાનમાં ઊંડે ઊતરવાથી આત્માનો પરમાત્મા સાથે સાક્ષાત્કાર થાય છે. આ ભક્તનો ભગવાન સાથે સંવાદ સ્થાપિત કરવાનો રસ્તો છે. ધર્મશાસ્ત્રોમાં અનેક મનુષ્યો, દેવો અને અસુરોનું વર્ણન જોવા મળે છે, જેમણે વર્ષો સુધી તપસ્યા કરી ધ્યાન લગાવી પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો, તેમના દર્શન કર્યા અને ઈચ્છિત વરદાન પ્રાપ્ત કર્યુ. એટલે કે ધ્યાન એક એવી શક્તિ છે, જે ભગવાનને પણ પ્રકટ થવા મજબૂર કરે છે.

શા માટે માળાનો જાપ કરવામાં આવે છે?

શા માટે માળાનો જાપ કરવામાં આવે છે?

ધ્યાન લગાવવું, મનને એકાગ્ર કરવું થોડુ અઘરું કામ છે, કારણ કે માણસનું મન અત્યંત ચંચળ છે. ધ્યાનમાં બેઠા પછી પણ તે અનેક જગ્યાએ ભટકી આવે છે. આ મનને બાંધવા માટે હિંદુ ધર્મ પદ્ધતિમાં ધ્યાન સાથે માળાનો જાપ કરવાનો નિયમ બનાવામાં આવ્યો છે. દરેક વ્યક્તિના ભાગ્યફળના અધ્યયન માટે કુલ 12 રાશિઓ નક્કી કરવામાં આવી છે. હવે 9 ગ્રહો અને 12 રાશિઓનો ગુણાકાર કરવામાં આવે તો સંખ્યા આવે છે તે છે 108. આ રીતે ભારતીય પંચાંગ 27 નક્ષત્રોની પણ ગણના કરે છે.

દરેક પ્રકારની માળામાં 108 મણકા

દરેક પ્રકારની માળામાં 108 મણકા

એવું મનાવામાં આવે છે કે માળાના મણકા ગણવાની સાથે જાપ કરવામાં આવે તો તેટલા સમય માટે મન બંધાઈ જાય છે અને મન આમતેમ ભટકતુ નથી. ધ્યાન કરવા માટે અનેક પ્રકારની માળા ઉપલબ્ધ છે અને દરેકમાં એક જ વાત સમાન છે તેમાં રહેલા દાણાની સંખ્યા. ધ્યાન કરવા માટે કોઈપણ માળા તમે લો, તેમાં 108 મણકા અથવા દાણા કે મોતી હોય છે. આવું શા માટે આવો જાણીએ

માળાની પસંદગી

માળાની પસંદગી

માળા અંગે એક વાત જાણી લઈએ કે, તમે કયા ઈષ્ટદેવનું ધ્યાન કરી રહ્યા છો, તેને અનુરૂપ માળાની પસંદગી કરવામાં આવે છે. જાપ કરવા માટે બજારમાં રુદ્રાક્ષ, તુલસી, સ્ફટિક, મોતી અથવા અલગ અલગ માણકાઓથી બનેલી માળા ઉપલબ્ધ છે. આ દરેક માળાની અસર અલગ છે અને દરેક દેવ પ્રમાણે એક માળા નક્કી છે. આ માળાઓમાં ખાસ પ્રકારની ચુંબકીય અને વિદ્યુત તરંગો હોય છે, જે જાપ કરવાની સાથે સાધકના શરીર અને આસપાસના વાતાવરણમાં પ્રસરે છે. પરિણામે પૂરતી માહિતી બાદ જ જાપની માળાની પસંદગી કરવી જોઈએ. જો તમે વિના કોઈ ઉદેશ્યે માત્ર મનની શાંતિ માટે ધ્યાન કરવા ઈચ્છતા હોવ તો તે માટે સૌથી શ્રેષ્ઠ છે રુદ્રાક્ષની માળા, રુદ્રાક્ષની માળાને ફેરવતા વાતાવરણમાં ચુંબકીય અને વિદ્યુતીય સાથે કીટનાશક તરંગો પણ નીકળે છે. જે સાધકની સાથે સાથે આસપાસનું વાતાવરણ પણ સ્વસ્થ અને બિમારી રહિત બનાવે છે.

108 મણકાનું રહસ્ય

108 મણકાનું રહસ્ય

આપણા જ્ઞાની સાધુઓએ ધાર્મિક કાર્યોમાં ઉપયોગ કરનારી દરેક વસ્તુઓને અનંત વૈજ્ઞાનિક શોધ બાદ કેટલાક નિર્ણયો લીધા છે. પૂજાની દરેક વસ્તુ તેમાંથી નીકળતી તરંગો અને પ્રકૃતિ પર પડનારી તેની અસરને અનુસાર માન્ય થઈ છે. જાપની માળા માટે પ્રકૃતિના વિભિન્ન ગ્રહો, નક્ષત્રો અને રાશિઓની ગણના કરીને જ મણકાની સંખ્યા નક્કી કરવામાં આવી છે. માળાના 108 મણકાની સંખ્યાનો આધાર આ ગણના છે-બ્રહ્માંડમાં નવગ્રહોને જ્યોતિષ ગણનામાં લેવામાં આવ્યુ છે. દરેક નક્ષત્રના 4 ચરણ મનાય છે. હવે 27ને પણ 4 સાથે ગુણવામાં આવે તો સંખ્યા 108 જ આવે છે. તેનો અર્થ એ છે કે જ્યારે કોઈ સાધક માળા ફેરવી રહ્યો હોય તો તે પોતાના દરેક સ્પર્શથી બ્રહ્માંડના 9 ગ્રહો, 12 રાશિઓ અને 27 નક્ષત્રોનો જાગૃત કરી રહ્યો હોય છે. આ કારણ છે કે નિયમિત રીતે, પવિત્ર મનથી, પૂરાં ધ્યાનથી માળા ફેરવવાથી તેના ચમત્કારી પરિણામો સામે આવે છે.

English summary
Regardless of the meaning of 108 beads, it is important that if a mala is used to count mantras, the mantra be remembered with sincerity, devotion, feeling, and full attention.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more