વૃશ્ચિક રાશિ જાન્યુઆરી 2021 (Scorpio Horoscope January): આર્થિક સ્થિતિ પ્રબળ બનશે
તમારી રાશિ પર ભાગ્ય મહેરબાન થનાર છે. જૂના સમયના બધા અભાવ આ જાન્યુઆરી મહિનામાં પૂરા થઈ જશે. આર્થિક સ્થિતિ પ્રબળ થશે. અચાનક કોઈ એવું કામ મળશે જેનાથી તમે જીવનમાં ઉંચાઈઓ આંબી શકશો. પાર્ટનરશિપમાં કરેલા કાર્યોમાં લાભની સંભાવના બની રહી છે. તમારી અનુકૂળ પરિણામ હાંસલ કરવા માટે મહેનત અને ધીરજની જરૂરત છે. કોઈપણ કામને ટાળવાની પ્રવૃત્તિનો ત્યાગ કરવો પડશે, નહિતર અન્યોથી પાછળ રહી જશો.
નોકરીમાં પ્રગતિના અવસર આવી રહ્યા છે પરંતુ તમારા પ્રતિસ્પર્ધી તમને પાછળ ખેંચવાની કોશિશ કરશે. બિઝનેસમાં નવી સંભાવનાઓ બની રહી છે પરંતુ તમે જે કંઈપણ કામ કરવા માંગો છો તેના વિશે પહેલેથી માર્કેટમાં રિસર્ચ કરી લો. ક્યાંક એવું ના થાય કે તમારી યોનાઓ સાકાર થતા પહેલાં જ નિષ્ફળ થઈ જાય. આર્થિક સ્થિતિ માટે સમય ઉતાર ચઢાવ ભરેલો રહેશે. રોકાણ કરતી વખતે સાવધાની રાખો. ભાગ્યનો સાથ ત્યારે જ મળશે જ્યારે યોગ્ય દિશામાં કર્મ કરશો. પારિવારિક જીવન સહજ રહેશે. તમારી વાતો મનાવવા માટે પરિજનો અથવા મિત્રો પર દબાણ ના બનાવો. દાંપત્ય જીવન તણાવપૂર્ણ રહેશે. આખો મહિનો તમારી વચ્ચે મતભેદો થતા રહેશે. સંતાન પક્ષ સાથે પણ તમારા મતભેદ થઈ શકે છે. સ્વાસ્થ્ય ખરાબ રહેશે. બીમારીઓ પર ખર્ચો વધશે.
ઉપાયઃ ભગવાન હનુમાનજીની આરાધના સમસ્ત સંકટોથી રક્ષા કરશે.

મહિલાઓ
વૃશ્ચિક રાશઇની મહિલાઓ જેટલી સારી દોસ્ત હય છે, તેટલી જ મોટી દુશ્મન બની શકે છે. આ છોકરીએ પોતાના ઉપર કરેલા અહેસાનને ભૂલતી નથી અને કોઈ માટે કંઈપણ કરશે. તેઓ મિત્રોની પસંદગી પણ ઘણું સમજી વિચારીને કરે છે.

કોઈને ઘાસ નથી નાખતી
વૃશ્ચિક રાશિની છોકરીઓ ઘમંડી, ચાલાક અને સકારાત્મક સ્વભાવ વાળી હોય છે. તેમને દરેક ચીજને પરફેક્ટ બનાવવામાં મુંઝવણ કે આળસ હોય છે. સૌકોઈને ઘાંસ નથી નાખતી અને ફાલતૂની વાત કરવી પસંદ નથી કરતી.

કરિયર અને વ્યવસાય
આ મહિનો બિઝનસમાં કરેલા પ્રયાસોમાં તમને ઓછી સફળતા મળશે. મહેનત અનુસાર તમને ફળ મળશે નહિં. મહિનાના બીજા અઠવાડિયામાં તમારી સ્થિતિમાં સુધારો આવશે. નોકરીમાં લોકો કામમાં ઉતાવળ કરે નહિં. તમારો ટાર્ગેટ સરળતાથી પૂરો થશે. બિઝનસ વધારવા માટે તમારે લોન લેવાની આવી શકે છે. ભાગીદારીમાં વેપાર કરનારા જાતકોને લાભ થશે.

દરેક કામમાં કુશળ
વૃશ્ચિક રાશિ વાળા લોકો દ્રઢ નિશ્ચય, અલગ હટકર કામ કરનારા, સ્વતંત્ર, ગતિશીલ, તીવ્ર બુદ્ધિવાળા, સાહસીક અને દરેક કામમાં કુશળ હોય છે. આ લોકો ઘણા કૂટનૈતિક ઢંગે કામ કરે છે.

લાલ, પીળો અને નારંગી રંગ
વૃશ્ચિક રાશિના જાતકોએ મિશ્રિત સૂતરના કપડાં પહેરવા. લાલ, પીળા અને નારંગી રંગના કપડાં પહેરો, નીલા ભૂરા અને કાળા રંગથી બચો. સાદા અને ઘણી બધી ડિઝાઈનવાળા કપડાં પહેરો.
{promotion-urls}