Palmistry: હથેળીના આ 10 યોગ વિદેશમાં ચમકાવશે તમારી કિસ્મત
મોટાભાગના લોકોનું સપનું હોય છે કે તેઓ વિદેશ યાત્રા કરે. વિદેશમાં હરે-ફરે અને મોજ-મસ્તી કરે. જો કે અનેક લોકોનું સપનું માત્ર સપનું જ બનીને રહી જાય છે. તેઓ વિદેશ તો શું દેશમાં પણ ફરી શકતા નથી. અનેક લોકો વિદેશમાં વેપાર હેતુએ અથવા વિદ્યાર્થિઓ ભણતરના ઉદેશ્યથી વિદેશ જવા ઈચ્છતા હોય છે, પણ તેમની આ ઈચ્છા પૂરીં થતી નથી. જો તેમને વિદેશ જવા મળી પણ જાય તો પણ ત્યાં જઈ તેઓ અનેક મુશ્કેલીઓથી ઘેરાયેલા રહે છે. તમારી કુંડળીમાં વિદેશ જવાનો યોગ છે કે નહિં તે તમે હસ્તરેખાને આધારે પણ જાણી શકો છો. આજે અમે તમને જણાવીશું કે હથેળીના કયા ચિન્હો દર્શાવે છે કે તમને વિદેશ યાત્રાનો યોગ છે.
વિદેશ યાત્રા
વિદેશ યાત્રાના કારક ગ્રહ ચંદ્ર, શુક્ર અને રાહુ મનાય છે. હસ્તરેખામાં વિદેશ યાત્રાનો યોગ ચંદ્ર પર્વત, ભાગ્યરેખા અને જીવનરેખાને જોઈ જાણી શકાય છે. હથેળીમાં ચંદ્ર પર્વત કનિષ્ઠિકા એટલે કે સૌથી નાની આંગળીની નીચે બુધ પર્વતથી લઈ મણીબંધ સુધીનો ક્ષેત્ર હોય છે. તેના પર રહેલી ઉભી રેખાઓ ચંદ્ર રેખા હોય છે.
વિદેશ યાત્રા માટે જવાબદાર યોગ
- ચંદ્ર પર્વત ઉન્નત, લાલિમ, ચીકણો, કોમળ અને રેખાઓ જાળ યુક્ત સ્પષ્ટ સુંદર હોય અને તેના પર એક સ્પષ્ટ ઘાટ્ટી લાલ રેખા હોય તથા સાથે જ ભાગ્ય રેખા પણ તૂટક ન હોય તો વ્યકિતને નિશ્ચિત રીતે વિદેશ જવાનો મોકો મળે છે.
- ચંદ્ર પર્વતના ઠીક મધ્યમાં વર્ગનું ચિન્હ હોય અને ભાગ્યના ઉદગમ સ્થળે માછલીના આકારનું ચિન્હ હોય તો વ્યકિત દરિયાઈ દેશોનો પ્રવાસ કરે છે.
- જીવનરેખા, ભાગ્ય રેખા સ્પષ્ટ હોય અને તેના પર નક્ષત્ર, જાળ વગેરેનું ચિન્હ હોય અને ચંદ્ર પર્વત ઉન્નત હોય તો વ્યકિત જીવનમાં અનેક વાર હવાઈ અને દરિયાઈ યાત્રા કરે છે.
વિદેશ પ્રવાસથી ધન
- જે વ્યકિતની ભાગ્ય રેખા સ્પષ્ટ, લાલિમ અને પોતાના અંતિમ સ્થાને ગુરુ પર્વત તરફ ઢળી જાય તો વ્યકિત વિદેશ પ્રવાસથી ધન કમાય છે.
- ભાગ્ય રેખા જે સ્થાને આવી જીવન રેખાને મળે છે અને ઠીક તે જ સ્થાને ચંદ્ર પર્વતની આવી એક રેખા મળતી હોય તો વ્યકિત વધુ સમય વિદેશમાં વિતાવે છે.
વિદેશમાં શિક્ષણ અને પ્રતિષ્ઠા
- ચંદ્ર પર્વત પર માછલીના આકારનું ચિન્હ હોય તો જાતક શિક્ષણ ક્ષેત્રે વિદેશમાં વિશેષ સફળતા મેળવે છે.
- ચંદ્ર પર્વત પર સ્વસ્તિકનું ચિન્હ હોય તો વ્યકિત માત્ર પોતાનો દેશ જ નહિં બલ્કે વિદેશમાં પણ મોટુ પદ અને પ્રતિષ્ઠા મેળવે છે.
વિદેશમાં વેપાર, સરકારી પદ અને લગ્ન
- ચંદ્ર રેખા જો બુધ રેખાને જઈ મળે તો વ્યકિત વિદેશમાં મોટો બિઝનસ જમાવે છે.
- ચંદ્ર પર્વતથી અનેક રેખા નીકળી ઉપરની તરફ વધી રહી હોય તથા તેમાંની કોઈ એક રેખા સૂર્યને જઈ મળતી હોય તો તેવી વ્યકિત વિદેશમાં કોઈ મોટુ સરકારી પર મેળવે છે.
- ચંદ્ર રેખાથી લઈ કોઈ રેખા ગુરુ પર્વત સુધી પહોંચે તો વ્યકિતના લગ્ન વિદેશમાં થાય છે.
વિદેશ યોગ નિર્માણના ઉપાય
જો તમે પણ વિદેશ જવાની ઈચ્છા ધરાવો છો અને કોઈ યોગ તમારી કુંડળીમાં નથી તો સૌથી પહેલા તમારા ચંદ્રને પ્રસન્ન કરવાના ઉપાય કરો. આ માટે નિયમિત ચાંદીના ગ્લાસમાં પાણી પીવો. મસ્તક પર કેસરનું તિલક લગાવો. ચંદ્ર સંબંધિત વસ્તુઓ દૂધ, દહીંનું દાન કરો. ગરીબોમાં ચોખાનું દાન કરો. ચાંદીનું કોઈ આભૂષણ ધારણ કરો.