શ્રાવણના સોમવારનું વ્રત ઉત્તમ આરોગ્ય અને બળ પ્રદાન કરે છે

Posted By:
Subscribe to Oneindia News

પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઇ છે અને આજે શ્રાવણનો સોમવાર છે. શિવ એક એકલા ભગવાન છે જેમની એક મહિના સુધી પૂજા કરવામાં આવે છે. જેમાં શિવને ખુશ કરવા માટે ફૂલ, બીલીપત્ર, ચઢાવામાં આવે છે અને દૂધ, દહીં, મધ, ભાંગ, ગંગાજળ વગેરે દ્વારા શિવનો અભિષેક કરે છે. કહેવાય છે કે ભગવાન ભોળાને ખુશ કરવા સરળ છે, તેઓ જલ્દી ખુશ થઈ જાય છે. પરિણામે શીવભક્તો શ્રાવણ માસ દરમિયાન પોતાની મનોકામના પૂરીં કરવા માટે અનેક જતનો કરે છે.

શ્રાવણનો સોમવાર જાતકોની તમામ મુશ્કેલીઓ અને અડચણોને દૂર કરી મુક્તિ અપાવે છે અને શિવ ભક્તોને ઉત્તમ આરોગ્ય અને બળ પ્રદાન કરે છે. આજના દિવસે શિવભક્તો શિવની ભાંગ, ધતૂરો અને મધથી પૂજા કરે તો તેમને શક્તિ અને ઉત્તમ આરોગ્ય પ્રાપ્ત થાય છે અને તેમની તમામ ઈચ્છાઓ પૂરીં થાય છે. શ્રાવણ માસમાં શિવપુરાણ અને શિવ ચાલીસાનો પાઠ કરવો શ્રેયસ્કર હોય છે. શ્રાવણના સોમવારનું વ્રત કરવાથી શિવભક્તોને અનેક લાભો થાય છે આ લોભો વિશે વિસ્તૃત જાણીએ...

અત્યંત ફળદાયી

અત્યંત ફળદાયી

શ્રાવણ માસ ભગવાન શંકરનો સૌથી છે. આ શ્રાવણ માસના સોમવારનું વ્રત કરવું શુભ ફળદાયી હોય છે, આ વ્રત કરનારી વ્યક્તિના જીવનની દરેક મુશ્કેલીઓ દૂર થાય છે.શ્રાવણના સોમવારનું વ્રત કરવાથી તમને આર્થિક લાભ થાય છે કરેલા કાર્યોમાં સફળતા મળે છે. તમારો ગુસ્સો શાંત થાય છે.

શક્તિ અને જ્ઞાન

શક્તિ અને જ્ઞાન

શ્રાવણ માસમાં શિવલિંગની પુજા કરવાનો મહાત્મય અનેરો છે. શિવલિંગની પૂજા કરતી વખતે શિવને બીલીપત્ર ચઢાવવા, આમ કરવાથી તમને શક્તિ અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.

દૂઘ અને ગંગાજળ

દૂઘ અને ગંગાજળ

કહેવાય છે કે ગંગા ભગવાન ભોળેનાથની જટામાંથી નીકળે છે તેથી શિવલિંગ પર ગંગાજળ અને દૂઘનો અભિષેક કરવાથી જાતક પર આવનારા કષ્ટો દૂર થાય છે. મુશ્કેલીઓ સામે લડવાની તાકાત મળી રહે છે.

શિવપુરાણ અને શિવચાલીસા

શિવપુરાણ અને શિવચાલીસા

શ્રાવણ માસમાં શિવપુરાણ અને શિવ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. તેની સાથે શિવ રુદ્રીના પણ જાપ કરવાથી તેનુ ઉત્તમ ફળ મળે છે. આ માસમાં સોળ સોમવારનું વ્રત કરવાથી પણ શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

English summary
sawan, shravan news in gujarati, saawan, second monday of sawan, shravan, shiv puran, art culture, festival, astrology, temple, sawan festival, hindu, lord shiva,
Please Wait while comments are loading...