For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૂર્યગ્રહણ 2019: સૂર્યગ્રહણમાં કેમ બંધ થઈ જાય છે મંદિરોના કપાટ, જાણો શું થાય છે એ વખતે

સૂતક દરમિયાન મંદિરના કપાટ બંધ કરી દેવામાં આવે છે. મંદિરના પટ બંધ થયા બાદ ત્યાં શું થતુ હશે. આવો જાણીએ કે ગ્રહણ દરમિયાન મંદિરોને કેમ બંધ રાખવામાં આવે છે.

|
Google Oneindia Gujarati News

26 ડિસેમ્બરે વર્ષ 2019નું છેલ્લુ સૂર્યગ્રહણ શરૂ થઈ ચૂક્યુ છે. સૂર્યગ્રહણથી 12 કલાક પહેલા સૂતક શરૂ થઈ ચૂક્યુ છે. 25 ડિસેમ્બરની રાતે 8 વાગ્યાથી જ સૂતક લાગી ચૂક્યુ છે. ગ્રહણ પહેલા સૂતક કાળ શરૂ થતા જ મંદિરોના કપાટ બંધ કરી દેવામાં આવે છે. મંદિરોમાં પૂજા-પાઠ બંધ થઈ જાય છે. એવામાં ઘણી વાર લોકોના મનમાં સવાલ ઉઠે છે કે છેવટે કેમ સૂતક દરમિયાન મંદિરના કપાટ બંધ કરી દેવામાં આવે છે. મંદિરના પટ બંધ થયા બાદ ત્યાં શું થતુ હશે. આવો જાણીએ કે ગ્રહણ દરમિયાન મંદિરોને કેમ બંધ રાખવામાં આવે છે.

ગ્રહણ દરમિયાન કેમ બંધ થઈ જાય છે મંદિરના કપાટ

ગ્રહણ દરમિયાન કેમ બંધ થઈ જાય છે મંદિરના કપાટ

ધાર્મિક અને પૌરાણિક માન્યતાઓ અનુસાર ગ્રહણ દરમિયાન સૂતક કાળ શરૂ થતા જ મંદિરોના કપાટ બંધ કરી દેવામાં આવે છે. માનવામાં આવે છે કે ગ્રહણનો પ્રભાવ નકારાત્મક હોય છે. એવામાં મંદિરને સૌથી પવિત્ર માનવામાં આવ્યા છે એટલા માટે મંદિરોને નકારાત્મકતાઓથી બચાવવા માટે મંદિરોને કપાટ બંધ કરી દેવામાં આવે છે. ગ્રહણના સમયે ભગવાનની મૂર્તિને સ્પર્થ કરવામાં આવતો નથી. સૂતક કાળ લાગુ થયા બાદ મંદિરોના કપાટ બંધ કરી દેવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ મુજબ આવુ એટલા માટે કરવામાં આવે છે જથી દેવી-દેવતાઓને ગ્રહણ સમયે પડતા ખરાબ પ્રભાવોથી બચાવી શકાય.

મંદિરોમાં ગ્રહણ દરમિયાન શું થાય છે

મંદિરોમાં ગ્રહણ દરમિયાન શું થાય છે

ગ્રહણ કાળમાં મંદિરોના કપાટ બંધ થયા બાદ દેવતાઓની મૂર્તિઓ પર તુલસીના પત્તા રાખી દેવામાં આવે છે. માન્યતાઓ મુજબ તુલસીના પત્તાથી ગ્રહણ દરમિયાન નકારાત્મક ઉર્જાથી બચી શકાય છે. ગ્રહણ સમયે વાતાવરણમાં નકારાત્મક ઉર્જા અને ખારબ તત્વના પ્રભાવથી મંદિર જેવા પવિત્ર સ્થાનને સુરક્ષિત રાખવા માટે ભગવાનના પટ બંધ કરી દેવામાં આવે છે. ગ્રહણ દરમિયાન મંદિરોમાં ગાયત્રી મંત્રનો પાઠ કરવામાં આવે છે જેથી આસપાસના વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થઈ શકે.

આ પણ વાંચોઃ Surya Grahan or Solar Eclipse 2019: સૂર્યગ્રહણ પ્રારંભ, જુઓ પહેલો ફોટોઆ પણ વાંચોઃ Surya Grahan or Solar Eclipse 2019: સૂર્યગ્રહણ પ્રારંભ, જુઓ પહેલો ફોટો

ગ્રહણ બાદ થાય છે ખાસ પૂજા

ગ્રહણ બાદ થાય છે ખાસ પૂજા

ગ્રહણ ખતમ થયા બાદ આખા મંદિર પરિસર અને ભગવાના ગૃહને સાફ કરવામાં આવે છે. મંદિરની સફાઈ બાદ વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. ગ્રહણ બાદ દાનનુ ખાસ મહત્વ છે. કહેવાય છે કે ગ્રહણ બાદ સ્નાન કર્યા બાદ દાન આપવાથી બધા ખરાબ પ્રભાવ ખતમ થઈ જાય છે.

English summary
Solar Eclipse 2019: During Surya Grahan why Temple are Closed, read here aAll you need to know.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X