રાશિ અનુસાર તમારા માટે આ ક્ષેત્રે કારકિર્દી બનાવવી રહેશે શ્રેષ્ઠ!

By: Sushila Chauhan
Subscribe to Oneindia News

જીવન નિર્વાહ કરવા માટે આપણી કારકિર્દી સૌથી મહત્વની બાબત છે. તેનાથી વ્યક્તિ પોતાની ઓળખ બનાવી શકે છે. કેરિયર દ્વારા વ્યકિતના જીવનના એન્જીનને બળ મળે છે. જાણો તમારા રાશિચક્ર અનુસાર તમારા માટે કયા ક્ષેત્રે કારકિર્દી બનાવવી અનુકૂળ રહેશે? રાશિ અનુસાર તમારા માટે કઇ નોકરી કે વ્યવસાય સારો રહેશે, જાણો અહીં...

મેષ

મેષ

મેષ રાશિના જાતકો ઉત્સાહી અને સ્પર્ધાત્મક મનાય છે. તેથી તેમણે લશ્કર, સરકારી, રાજકારણ, ઉદ્યોગ સાહસિકતા, એથલેટિક્સ, મેનેજમેન્ટ અને જાહેરાત ક્ષેત્રે પોતાનું કેરિયર બનાવવું જોઈએ, જેથી તેમની નિખાલસતા બહાર આવી શકે.

વૃષભ

વૃષભ

આ રાશિના જાતકો કેટલાક ખાસ કામ માટે જાણીતા છે. જેમકે, મસાજ, ચિકિત્સા, રસોઈયા, માળી, તથા પેન્ટિંગ અને મૂર્તિકળા વગેરે. તેઓ જીવનમાં સર્વશ્રેષ્ઠ વસ્તુઓનો આનંદ માણે છે. આ સિવાય તેમના માટે સારી નોકરી બ્રોકર, ઝવેરી, બિઝનસ એક્ઝિક્યુટિવ અને રિયલ એસ્ટેટ એજન્ટ પણ છે.

મિથુન

મિથુન

આ જાતકોનું રાશિચક્ર જોડિયા નિશાની ધરાવે છે, તેઓ સામાન્ય રીતે બે લોકોની ઉર્જા ધરાવે છે. તેઓ પોતાને હંમેશા વ્યસ્ત રાખે છે. તેઓ રસપ્રદ અને રોમાંચિત નોકરીઓ કરવી પસંદ કરે છે અને તેમને મુસાફરીનો આનંદ માણવો ગમે છે. તેઓ શેર બ્રોકિંગ, જાહેરાત, મનોરંજન, રેડિયો, માર્કેટિંગ, શિક્ષણ અથવા આર્કિટેક્ચર ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવી શકે છે.

કર્ક

કર્ક

આ રાશિના જાતકો દરેક વસ્તુની ખૂબ કાળજી અને તકેદારી રાખનારા હોય છે. તેમની આ ખૂબનો ઉપયોગ તેમણે શિક્ષણ, હેલ્થકેર પ્રોવાઈડર, ગાર્ડનર, સામાજીક કાર્યકર જેવા ક્ષેત્રોમાં પોતાની કારકિર્દી બનાવવી જોઇએ અને પોતાની પ્રતિભા નિખારવી જોઈએ

સિંહ

સિંહ

આ રાશિના જાતકો ખૂબ જ સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવતા હોય છે. તેમની લાલસા લોકોનું ધ્યાન આકર્ષિત કરવાની હોય છે. તે રીતે સિંહ રાશિના જાતકો માટે સીઈઓ, પ્રવાસ માર્ગદર્શક, મેનેજર, ઈવેન્ટ આયોજક, ઉદ્યોગ સાહસિક, રિયલ એસ્ટેટ, કલાકાર, મનોરંજક અને વેચાણ કર્તાની નોકરીઓ યોગ્ય રહેશે.

કન્યા

કન્યા

કન્યા રાશિના જાતક સામાન્ય રીતે વસ્તુઓને વ્યવસ્થિત અને સુઘડ અને તેને યોગ્ય સ્થાને રાખવામાં માહિર હોય છે. તેમની પસંદગીયુક્ત નોકરીઓ આ શ્રેણીની છે, જેમકે તેઓ ગ્રંથપાલ, મનોવિશ્લેષક, મિકેનિક્સ, આર્કિટેક્સ, સંપાદક, લેખક, ડોક્ટર, વૈજ્ઞાનિક, સંશોધક અથવા અધિકારી બની શકે છે.

તુલા

તુલા

તેઓ ખૂબ જ મોહક અને વાટાઘાટો કરવામાં ખૂબ હોંશિયાર હોય છે. એવું કહી શકાય કે તેઓ જન્મજાત વકીલ હોય છે. તેમના અનુકૂળ વ્યવસાયો પ્રોફેસર, લેખન, પત્રકારત્વ, માર્કેટિંગ, જાહેરાત, વેચાણ અથવા ટ્રાવેલ એજન્ટ હોઈ શકે.

વૃશ્ચિક

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિના જાતકો તીવ્ર બુદ્ધિના, વ્યુહાત્મક અને તર્કથી વિચારનારા હોય છે. તેઓ એવા રોજગારમાં સારી કામગીરી બજાવી શકે છે જેમાં એકાગ્રતાની જરૂર પડે છે. જેમ કે, ડૉક્ટર, વાટાઘાટકો, વકીલો, વૈજ્ઞાનિકો, ભૌતિક શાસ્ત્રી અથવા કાયદાના અમલ અધિકારી જેવા વ્યવસાયો તેમના માટે ઉત્તમ છે.

ધન

ધન

ધન રાશિના જાતકોની ઊર્જા ઘણી ઉંચી હોય છે અને તેમને મુસાફરી કરવી ખૂબ ગમે છે. તેઓ પ્રાણીઓ અને લોકો બંનેને પસંદ કરે છે. આ અનુસાર તેમના માટે કેટલીક સારી કારકિર્દી કંઈક આ મુજબ છે, જેમાં તેઓ શિક્ષક, ટ્રાવેલ એજન્ટ, લેખક, સંપાદક, અભિનેતા, આધ્યાત્મિક નેતા, કોચ, એનિમલ ટ્રેનર બની શકે છે.

મકર

મકર

આ રાશિના જાતકો કારકિર્દીને લઈ ખૂબ જ મહત્વાકાંક્ષી હોય છે. તેઓ પોતાની જવાબદારીને સંપૂર્ણ રીતે નિભાવે છે. તેમણે આઈ ટી, વૈજ્ઞાનિક, મેનેજર, બેન્કર, એડિટર, ઉદ્યોગસાહસિક અને વહીવટ ક્ષેત્રે તેમની કારકિર્દી બનાવી જોઈએ.

કુંભ

કુંભ

કુંભ રાશિના જાતકો એક સાથે અનેક વસ્તુઓને મેનેજ કરી શકે છે. તેની સાથે તેમને ટેક્નિકલ અને વિજ્ઞાનમાં પણ રસ હોય છે. તેનો અર્થ એ છે કે તેઓ એક સંપૂર્ણ વૈજ્ઞાનિક છે. આ સિવાય તેમની માટે ઈન્વેન્ટર, ડિઝાઈનર, ઓર્ગેનિક ખેડૂત, વિમાન ચાલક, કોમ્યુટર ક્ષેત્ર સિવાય રાજકારણ અને રાજકીય વ્યુહરચનાકાર ઉત્તમ કારકિર્દીના ક્ષેત્રો હોઈ શકે.

મીન

મીન

આ રાશિના જાતકો રચનાત્મક, ઉત્સાહી અને દયાળુ હોય છે. તેઓ બે અગ્રણી કારકિર્દી તરફ વળે છે. એક તો હેલ્થકેર અને બીજી કળા. આ તેમના પસંદગીના ક્ષેત્રો છે. આ સિવાય કલાકાર, નર્સ, ડોક્ટર, ચિકિત્સક, પશુચિકિત્સા, જ્યોતિષ વિદ્યા, લેખક, ગ્રાફિક આર્ટસ, ફિલ્મ અથવા હેરસ્ટાઈલિસ્ટ પણ તેમના માટે ઉત્તમ ક્ષેત્રો હોઈ શકે છે.

English summary
Our career is as important as our personal life. It is what carves our identity in the world and also helps to fuel the engine of our domestic life... learn which careers suit you the most as per your zodiac sign..

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.