ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય છે આ વસ્તુઓ

Posted By:
Subscribe to Oneindia News

આ વર્ષે જન્માષ્ટમીનો તહેવાર 14 ઓગસ્ટના 2017ના રોજ મનાવામાં આવશે. ત્યાંજ ગૃહસ્થ આશ્રમના લોકો આ તહેવાર એક દિવસ બાદ 15 ઓગસ્ટે મનાવશે. આ તહેવાર આપણે ત્યાં ધુમધામથી મનાવામાં આવે છે અને દહીહાંડીના ખેલનું આયોજન પણ કરવામાં આવે છે. એવું કહેવાય છે કે, ભગવાન કૃષ્ણને માખણ અત્યંત પ્રિય છે, જેથી તેને તે ચોરીને ખાતા હતા અને તે માટે ઘણી વાર હાંડી પણ ફોડતા હતા. આ દિવસે લોકો આખો દિવસ ઉપવાસ કરે છે અને રાત્રે જન્મ થયા બાદ પ્રસાદ ગ્રહણ કરે છે. આ દિવસે ઘરના બાળકોને શણગારવામાં આવે છે અને અનેક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. શું તમે જાણો છો કે ભગવાન કૃષ્ણને શું શું પ્રિય છે ? જો નહિં, તો અમે તમને જણાવીશું કે તેમને કંઈ કંઈ વસ્તુઓ પ્રિય છે.

મોરપીંછ

મોરપીંછ

મોરપીંછને જોતા જ ભગવાન કૃષ્ણની યાદ આવી જાય છે. મોરપીંછ તેમના પ્રતિક સમાન છે. જો તમે ઘરે જન્માષ્ટમી સાથે જોડાયેલી કોઈ તૈયાર કરવાના હોવ તો મોરપીંછથી સુશોભિત કરી શકો છો. એવું કહેવાય છે કે ભગવાન કૃષ્ણના ધર્મપિતાએ તેમને આ ભેંટમાં આપ્યુ હતું. જેને તેઓ હંમેશા પોતાની વાંસળી પર સજાવીને રાખે છે. મોરપીંછને હંમેશા ભગવાન કૃષ્ણની સાથે જોડીને જોવામાં આવે છે.

માખણ

માખણ

ભગવાન કૃષ્ણને માખણ ચોરના નામથી પણ ઓળખવામાં આવે છે. કારણ કે તેમને માખણ અતિ પ્રિય હતું અને તેને ખાવા માટે તેઓ ચોરી પણ કરતા હતા. પરિણામે જન્માષ્ટમી પર પૂજાના સ્થાને માખણ જરૂર મુકવું.

કપડા

કપડા

ભગવાન કૃષ્ણને પીળા રંગના વસ્ત્રો ધારણ કરાવામાં આવે છે. જો તમે કૃષ્ણની કોઈ પણ તસ્વીર જોશો તો તેમણે પીળા વસ્ત્રો જ ધારણ કરેલા હોય છે. એવું મનાય છે કે ભગવાન કૃષ્ણને પીળા રંગના કપડા પહેરવા ખૂબ જ પ્રિય છે. પરિણામે જન્માષ્ટમીના આવસરે તમે તેમને પીળા રંગના વસ્ત્રો, ફળો અને અન્ય સામગ્રી ધરી શકો છો.

વાંસળી

વાંસળી

ભગવાન કૃષ્ણ વાંસળી વગર અધૂરા છે. એવું કહેવાય છે કે ભગવાન કૃષ્ણ જ્યારે પણ વાંસળી વગાડવાનું શરૂ કરતા ત્યારે તમામ જીવ-જંતુઓ નાચવાનું શરૂ કરી દેતા હતા. આ વાંસળી તેમને એક વાંસળી વેંચનાર પાસેથી મળી હતી. તેણે તેમને વાંસળી વગાડતા શીખવ્યું હતુ. વાંસળીને પવિત્ર માનવામાં આવે છે અને આ સંદર્ભે કેટલીય કવિતા અને ગીતો લખાઈ ગયા છે. વાંસળીને ભાગ્યશાળી મનાય છે કારણ કે તેણે ભગવાન કૃષ્ણના હોંઠને સ્પર્શે છે.

ગાય

ગાય

ભગવાન કૃષ્ણને ગાયો બહુ પ્રિય હતી. તેઓ હંમેશા ગાયોને પોતાનો પ્રેમ આપતા, તેમને ચરાવા લઈ જતા અને તેમની સેવા કરતા હતા. જ્યારે તેઓ કિશોર હતા ત્યારે પોતાનો વધુ સમય મિત્રો સાથે ગાયો ચરાવામાં વિતાવતા હતા. ભગવાન કૃષ્ણ વિશે અનેક વાર્તાઓ એવી છે. જેમાં ગાયો સાથે તેમને દર્શાવામાં આવે છે.

English summary
Take a look at the things that lord Sri Krishna loved the most.
Please Wait while comments are loading...