For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Vastu Tips: ઘરમાં ભૂલથી પણ ન લગાવો પત્થર, આવે છે આ મુસીબતો

પ્રાચીન ભારતીય વાસ્તુશાસ્ત્ર ઘરોમાં પત્થર લગાવવાની મંજૂરી નથી આપતુ. જાણો વાસ્તુ ટીપ્સ.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આજકાલ નવા બનતા ઘરોમાં પત્થર લગાવવાનુ ચલણ વધુ થવા લાગ્યુ છે. એ ભલે મજબૂતી વધારવા અને સુંદરતા માટે લગાવવામાં આવતા હોય પરંતુ પ્રાચીન ભારતીય વાસ્તુશાસ્ત્ર ઘરોમાં પત્થર લગાવવાની મંજૂરી નથી આપતુ. વાસ્તુ શાસ્ત્રના સિદ્ધાંતો કહે છે કે ઘરોમાં પત્થર લગાવવાથી ગૃહ સ્વામીનો નાથ થાય છે અને ઘરમાં હંમેશા અભાવ અને કલેશ રહે છે. પત્થરો માત્ર મંદિર, મઠ અને રાજમહેલોમાં લગાવી શકાય છે. પ્રાચીન ભારતીય વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉદ્દેશ મનુષ્ય અને તેના સંપૂર્ણ પરિવારને સુખ-સમૃદ્ધિથી ભરપૂર સુદીર્ઘ જીવન આપવાનો છે માટે નાની-નાની વાતો વિશે બારીકાઈથી જણાવવામાં આવ્યુ છે.

home

આવો જાણીએ અમુક નિયમ

  • ગૃહ નિર્માણ સામગ્રી વિશે કહેવામાં આવ્યુ છે કે ઈંટ, લોખંડ, પત્થર, માટી અને લાકડુ આ બધી સામગ્રી મકાનમાં નવા જ લગાવવા જોઈએ. એક મકાનમાં ઉપયોગમાં લેવામાં આવેલુ લાકડુ બીજા મકાનમાં લગાવવાથી ગૃહ સ્વામીને ભયંકર પીડા થાય છે.
  • મંદિર, મઠ અને રાજમહેલમાં પત્થર લગાવવા શુભ છે પરંતુ ઘરોમાં પત્થર લગાવવા શુભ નથી હોતા. આનાથી ગૃહ સ્વામીનો નાશ થાય છે અને પીડા રહે છે.
  • પીપળા, કદંબ, લીમડો, બહેડા, કેરી, પાકર, ગૂલર, અરીઠા, વાટ, આંબલી, બાવળ અને સેમલના વૃક્ષનુ લાકડુ ઘર બનાવાના કામમાં ના લેવુ જોઈએ.
  • ઘરની આગળની દિશામાં વડ, પીપળો, સેમલ, પાકર અને ગૂલરનુ વૃક્ષ હોવાથી પીડા અને મૃત્યુથાય છે. દક્ષિણમાં પાકર વૃક્ષ રોગ ઉત્પન્ન કરે છે. ઉત્તરમાં ગૂલર હોવાથી નેત્રરોગ થાય છે. બોર, કેળ, દાડમ, પીપળો અને લીંબુ આ જે ઘરમાં હોય તે ઘરની વૃદ્ધિ થતી નથી.
  • ઘરની પાસે કાંટાવાળા, દૂધવાલા અને ફળવાળા વૃક્ષો હાનિ આપે છે.
  • ઘરની સીડીઓ, થાંભલા, દરવાજા, બારીઓ વગેરેની ગણતરી ઈંદ્ર-કાળ-રાજા આ ક્રમથી કરો. જો અંતમાં કાળ આવે તો અશુભ સમજવુ જોઈએ.
  • દિવસના બીજી અથવા ત્રીજા પહેર જો કોઈ વૃક્ષ, મંદિર વગેરેની છાયા મકાન પર પડે તો તે ઘર નિવાસીઓમાં રોગ ઉત્પન્ન્ન કરે છે.
  • એક દીવાલથી મળેલા બે મકાન યમરાજ સમાન હોય છે. આનાથી ગૃહ સ્વામી હંમેશા પીડામાં રહે છે.
English summary
Vastu Tips: Do not put stones in home says Vastu. here is details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X