Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Virgo Business Horoscope 2021: કન્યા રાશિના જાતકો માટે વ્યવસાય સાતમા આસમાને પહોંચશે

Virgo Business Horoscope 2021: કન્યા રાશિના જાતકો માટે વ્યવસાય સાતમા આસમાને પહોંચશે

Virgor Business Horoscope 2021: પાંચમા સ્થાનમાં શનિ-ગુરુ અને બુધની રાશિ દશમા સ્થાનમાં હાજર હોવાના કારણે કન્યા રાશિના કારોબાર માટે આ વર્ષ બહુ શ્રેષ્ઠ રહેનાર છે. નાના-મોટા પડકારો છતાં તમારો વેપાર કૂદકેને ભૂસકે આગળ વધશે. જાન્યુઆરીથી માર્ચ, જુલાઈથી સપ્ટેમ્બર અને ડિસેમ્બરનો સમય તમારા માટે સારો સાબિત થશે. વર્ષ 2021માં તમારી પ્રતિષ્ઠા અને બિઝનેસમાં ધાક વધશે. વેપાર વિસ્તરણની જે કંઈપણ યોજના બનાવશો તેમાં સફળ થશો, જો કે અમુક વડા પ્રોજેક્ટ માટે ધનનો પ્રબંધ કરવામાં કેટલીક શૂઆતી સમસ્યા આવી શકે છે.

virgo

વર્ષ 2021માં જો તમે નવા બિઝનેસ શરૂ કરવા માંગો છો તો પેપર ઈન્ડસ્ટ્રી, કાર્ડબોર્ડ, કેમિકલ, અનાજ, ખાણીપીણી, આયુર્વેદિક પ્રોડક્ટ વગેરેમાં રોકાણ લાભદાયક રહેશે. જેની સાથે જો પહેલેથી જોડાયેલા છો તો વધુ પ્રગતિ કરશો. વિદેશો સુધી તમારો કારોબાર ફેલાવશો. બિઝનેસથી થયેલ પ્રોફિટનું રોકાણ બીજીવાર બિઝનેસના વિસ્તરણમાં લગાવો અને સંભવ છે કે નવી સંપત્તિ તમારા કબ્જામાં આવી જશે. નવા બિઝનેસની શરૂઆત માટે જાન્યુઆરી, સપ્ટેમ્બર અને ડિસેમ્બર 2021 શ્રેષ્ઠ સમય છે.

સીમિત માત્રામાં રોકાણ કરો

કન્યા રાશિના જાતકો આ વર્ષે સ્ટીલ, ઓટોમોબાઈલ, ઈલેક્ટ્રોનિક્સના વેપારમાં સીમિત માત્રામાં રોકાણ કરો. કપડાં, સ્ટેશનરીમાં લાભની ડીલ રહેશે. આ ક્ષેત્રોમાં ભાગીદારી પણ કરી શકો છો. ખાસ કરીને તમારા પરિવારના જ કોઈ સભ્યને રોકાણ કરવા માટે તૈયાર કરો તો વધુ સારું રહેશે.

આ પણ વાંચો

પ્રતિસ્પર્ધી નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરશે

તમે જે ગમે તે બિઝનેસમાં હશો તમારા પ્રતિસ્પર્ધી તમને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરશે. તમારી બ્રાન્ડ અને પ્રોડક્ટ વિશે ઉલટ સૂલટ વાતો ફેલાવી તમારી પ્રતિષ્ઠા બગાડવાનો પ્રયાસ કરશે, માટે સતર્ક રહો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X