તમારી રાશિને આધારે જાણો તમારે ખુશ થવા માટે શું જોઈએ?

Written By:
Subscribe to Oneindia News

એક વ્યકિતને ખુશ થવા શું જોઈએ? માણસની સામાન્ય જરૂરિયાત શું? ખોરાક, પાણી, હવા, ઉંઘ. આ આપણી પ્રાથમિક જરૂરિયાતો છે. હવે શારીરિક જરૂરિયાતની વાત કરીએ તો એક વ્યકિતને જોઈએ સુરક્ષા, આરોગ્ય , નોકરી, ઘર, લાગણીઓ, પ્રેમ, આકર્ષણ, આત્મસન્માન, સંપતિ, સામાજીક મોભો, ઉપલબ્ધિઓ વગેરે વગેરે.કેટલાક લોકોને પોતાના જીવનમાં આનાથી વધુ અપેક્ષાઓ હોય છે જેવી કે, જાગૃતિ, ધર્મ, વ્યકિતગત ગ્રોથ, સ્વતંત્રતા, આત્મજ્ઞાન અને ઉત્તમ જીવન.પણ શું ઉપરોક્ત તમામ જરૂરિયાતો તમારા જીવનને ખુશીઓથી ભરી દેશે? આજ પ્રશ્ન દરેક વ્યકિતના જીવનમાં લાગુ પડે છે કે ખરેખર તેને શું જોઈએ છે અથવા તેની શું જરૂરિયાત છે.

women

આ જ બાબતને જ્યોતિષની દ્રષ્ટિએ જોઈએ તો દરેક રાશિનું પોતાનું અલગ અલગ વ્યકિતત્વ, વ્યવહાર અને ઉપલ્બધિ છે. દરેકના જીવવાની રીત જુદી જુદી છે. તેવી જ રીતે દેરકના ખુશીઓ માટેના કારણો પણ જુદા જુદા છે. આજે અમે તમને જણાવીશું કે તમને તમારી રાશિ પ્રમાણે ખરેખર શું જોઈએ જેનાથી તમે ખુશ રહેશો.

મેષ
તમે એક એવી વ્યકિત છો જેને પોતાની જાત સાથે સ્પર્ધા કરવી ગમે છે. તમને ચેલેન્જ, સાહસિકતા અને પોતાની સીમાને ચકાસવી ગમે છે. તમારી ક્ષમતા શું છે, તમે શું શું કરી શકો છો તે ચકાસવામાં તમને મજા આવે છે. ખાસ કરી જ્યારે તમે તમારી અપેક્ષાએ ખરા સાબિત થઈ જાવ તો તમે ખૂબ ખુશ થાવ છો.
વૃષભ
તમારું બધુ જ સુખ ઘરમાં છે કે જ્યાં તમે આરામ અને શાંતીથી રહી શકો. તમને આસપાસની કુદરતી સૌદર્યતા સ્પર્શે છે. જે વાતાવરણમાં તમને સુરક્ષા લાગે, તમને કોઈ જાતનું ભાર કે દબાણ અને ચિંતા ન હોય તેવી દુનિયા તમને ગમે છે.
મિથુન
તમારું સ્તર એ બૌધ્ધિક સ્તર છે. તમે કોઈની પણ વાત સાંભળતા નથી.અને જો તમે કોઈની સાંભળો છો તો તે છે તમારી જાત. બીજાના દ્રષ્ટિકોણથી ચાલવું તમને ગમતું નથી. જ્યાં તમે તમારી મરજી પ્રમાણે કરો છો, ત્યાં તમે ખુશ રહો છો.
કર્ક
કુટુંબ તમારી જરૂરિયાત છે. તમારી કાળજી અને સુરક્ષા કરનારા લોકો તમને ગમે છે. નજીકના લોકોથી તમને પ્રેમ મળે અને લોકો તમને પ્રેમથી ગળે મળે, તમારી મુશ્કેલીમાં તમને સાથ આપે, તમને સાચવે તે તમને ગમે. કોઈપણ સ્વાર્થે વગર તમને જે પ્રેમ આપે તેવા લોકો તમને ગમે છે.
સિંહ
તમારી મહત્વની જરૂરિયાત છે લોકોનો પ્રેમ. તમને સ્ટાર અને નેતા બનાવામાં ખુશી મળે છે. લોકો તમારી સ્તુતિ કરે, તમને પ્રેમ કરે પછી ભલે તે મિત્રો હોય કે સાર્વજનિક પ્રશંસા, અનુમોદન, કે સન્માન હોય તે તમને ખુશ કરે છે.
કન્યા
તમારે ખુશ થવું છે તો તે માટે તમારે લોકોને સ્વીકાર કરવાની જરૂર છે અને તેમને પોતાના જીવનમાં લાવવાની જરૂર છે. તમે હોંશિયાર અને મદદનીશ છો. જો તમે કોઈ જરૂરિયાત મંદની મદદ કરી શકો તો તે તમને ખુશી આપે છે.
તુલા
તમને 1960 ના જમાનાની જેમ ખુશ થવા જોઈએ શાંતી અને પ્રેમ. તમારી આસપાસ નકારાત્મક ઉર્જા તમને પસંદ નથી. ઝગડાની સ્થિતિથી તમે કોસો દૂર રહેવા માંગો છો. તમે પ્રેમ આપો છો અને સામેથી પણ પ્રેમ મળવાથી ખુશ રહો છો.
વૃશ્ચિક
તમારું અંતરમુખી વ્યકિત છે. તમને ખુશ થવા માટે જોઈએ એકાંત અને વિશ્વાસ. તમે જ્યાં પણ છો, જેની પણ સાથે છો ત્યાં તમને સુરક્ષા ન જણાય તો તમે બેચેન થઈ જાવ છો. સ્વભાવે સ્પષ્ટ વ્યકિત જ તમને ગમે છે.
ધન
તમારે બહાર નીકળવાની અને લોકો સામે ખુલવાની જરૂર છે. પ્રવાસ તમને જેટલો ખુશ કરે છે તેટલું બીજું કંઈ જ કરી શકતું નથી. નવા નવા સ્થળો પર જવું, ત્યાંના વિશે જાણવું તમારા માટે એક કુતુહલ પેદા કરે છે અને તેમાં તમને રસ જાગે છે. પ્રવાસ સિવાય કોઈ તમને ખુશ કરી શકતું નથી.
મકર
તમારી આસપાસ બધુ તમારા નિયંત્રણમાં રહે તો તમે ખુશ રહો છો. આ એક સારી માનસિકતા ન ગણાય. તમે ખુબ જવાબદાર છો, સ્વતંત્ર છો પણ તમને સામે જોઈએ કે દુનિયામાં બધુ તમારી રીતે ચાલે. બધા તમારા નિયમોનુ પાલન કરે અને આસપાસનું વાતાવરણ તમારી ઈચ્છા પ્રમાણે વિકસે.
કુંભ
તમારે તમારા વિચારોમાં લવચીકતા લાવવાની જરૂર છે. તમને ખુશ થવા સ્વતંત્રતા જોઈએ. તમે નવા વિચારો, સિધ્ધાંતો અને દાર્શનિકતા સાથે ચાલો છો. તમને તમારા જીવનમાં કોઈનું દબાણ પસંદ નથી. તમારી બૌધ્ધિક ચકાસણી થાય તેવી સ્થિતિથી તમે ખુશ થાવ છો.
મીન
તમને રચનાત્મકતા ગમે છે, અને તે માટે તમને શાંત વાતાવરણ પ્રિય છે. નવું વિચારવા, નવું કરવા માટે પૂરતી મોકળાશની તમને અપેક્ષા રહે છે. તમારી રચનાત્મકતાને લઈ તમે કલ્પનામાં ખોવાઈ જાવ છો. કલા એ તમારી પ્રેરણા છે, જેના દમે તમે દુનિયામાં પોતાની ધાક જમાવવા માંગો છો.

English summary
What you need be happy,based on your zodiac sign
Please Wait while comments are loading...