For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમારી રાશિ પ્રમાણે જાણો શું છે તમારા જીવનનું ધ્યેય?

હંમેશા આપણે વિચારીએ છીએ કે આખરે આપણા જીવનનું લક્ષ્ય શું છે ? આપણા જીવનનો ધ્યેય શું છે ? સંત મહાત્માઓ કહે છે કે આપણા જીવનનો અંતિમ ધ્યેય મોક્ષની પ્રાપ્તિ છે.

|
Google Oneindia Gujarati News

હંમેશા આપણે વિચારીએ છીએ કે આખરે આપણા જીવનનું લક્ષ્ય શું છે ? આપણા જીવનનો ધ્યેય શું છે ? સંત મહાત્માઓ કહે છે કે આપણા જીવનનો અંતિમ ધ્યેય મોક્ષની પ્રાપ્તિ છે. જો કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક રાશિની પોતાની ખાસિયત હોય છે.

આ પણ વાંચો: આ રાશિના લોકો હોય છે મૂડી, તેમને સમજવા છે મુશ્કેલ

આધ્યાત્મિક સિદ્ધાંત અનુસાર ચાર તત્વો હવા, પાણી, અગ્નિ અને પૃથ્વીમાંથી બ્રહ્માંડ રચાયું છે. આ જ તત્વોનો તમામ રાશિ પર ઉંડો પ્રભાવ પડે છે. જેના આધારે આજે અમે તમને જણાવીશું કે રાશિ પ્રમાણે તમારા જીવનનો ઉદ્દેશ્ય શું છે.

મેષઃ ટોચ પર પહોંચવું

મેષઃ ટોચ પર પહોંચવું

આ રાશિનું તત્વ અગ્નિ છે. તેઓ દરેક ઘટનામાં પોતાને આગળ રાખવાનો પ્રયત્ન કરે છે. તેમને કોઈ પણ રીતે સફળતા જોઈએ છે. આ રાશિના લોકો પોતાની જાતને સાબિત કરવાની એક પણ તક નથી છોડતા. તેઓ જે કામ પસંદ કરે છે, તેમાં સંપૂર્ણ મહેનત કરે છે. જો કે આ રાશિના જાતકોમાં ધીરજ નથી હોતી. તેમને રાહ જોવી બિલકુલ પસંદ નથી.

વૃષભઃ સ્થિરતા

વૃષભઃ સ્થિરતા

આ રાશિનું તત્વ પૃથ્વી છે. આ રાશિના જાતકો કંઈક બગાડવા કરતા બનાવવામાં વિશ્વાસ રાખે છે. પોતાના નજીકના સંબંધોમાં તેઓ શાંતિ જાળવી રાખે છે. પોતાના સંબંધમાં તેમને કોઈ મુશ્કેલી નથી જોઈતી. જો કદાચ સંબંધોમાં કોઈ મુશ્કેલી આવે તો પણ તેઓ સમાધાન શોધવાની કોશિશ કરે છે. જો વાત પૈસાની હોય તો તેઓ ખર્ચ કરવાના બદલે બચત પર ધ્યાન આપે છે. તેમને પોતાના જીવનમાં બધે જ સ્થિરતા જોઈએ છે.

મિથુનઃ ખુશહાલ વાતાવરણ

મિથુનઃ ખુશહાલ વાતાવરણ

આ રાશિનું તત્વ હવા છે. આ રાશિના લોકોને વધુ બોલવું પસંદ નથી. પરંતુ તેઓ જેટલા સારા વક્તા હોય છે, તેટલા જ સારા શ્રોતા હોય છે. એક વાર જ્યારે તેઓ બોલવાનું શરૂ કરે છે, તો સામેવાળા વ્યક્તિનું દિલ જીતી લે છે. હસી મજાક તેમને પસંદ છે. તેમને ખુશહાલ જીવન જીવવું ગમે છે.

કર્કઃ સહાનુભૂતિ

કર્કઃ સહાનુભૂતિ

કર્ક રાશિનું તત્વ પાણી છે. આ રાસિના લોકો ખૂબ જ ભાવુક હોય છે. બીજાનું દુઃખ તેઓ બરાબર સમજે છે, સાથે જ મુસીબતના સમયે બીજાની મદદ કરવામાંથી પાછા નથી પડતા. એટલે તેમનું ઉદ્દેશ્ય લોકોની તકલીફ દૂર કરવી અને તેમની અંદર પ્રેમની ભાવના લાવવાનું હોય છે.

સિંહઃ એક સાહસી દુનિયા

સિંહઃ એક સાહસી દુનિયા

આ રાશિનું તત્વ અગ્નિ છે. સિંહ રાશિના લોકોમાં ગજબનો આત્મવિશ્વાસ હોય છે. સાથે જ તેમનામાં નેતૃત્ત્વની ક્ષમતા પણ હોય છે. તેઓ બીજાને કંઈક સારુ કરવા હંમેશા પ્રેરણા આપે છે. આ રાશિના લોકો પોતાની પ્રતિભાને બરાબર સમજે છે, અને બીજાને પણ તેવું જ કરવાની આશા રાખે છે. એક રીતે તેઓ બીજા લોકો માટે રોલ મોડેલ બની જાય છે. તેમનું ઉદ્દેશ્ય લોકોને ભયમુક્ત જગ્યા બતાવવાનું છે.

કન્યાઃ સુધારો

કન્યાઃ સુધારો

કન્યા રાશિના લોકો વાત વધારવામાં નથી માનતા. તેમને બધાને સાથે લઈને ચાલવું ગમે છે. એટલે ક્યારેક પરિસ્થિતિ વણસે તો તેઓ તેને સુધારવાનું પસંદ કરે છે જેથી શાંતિ જળવાઈ રહે. એટલે તેઓ સુધારામાં માને છે.

તુલાઃ સંતુલિત જીવન

તુલાઃ સંતુલિત જીવન

પોતાની રાશિના પ્રતીક મુજબ આ રાશિના લોકો જીવનમાં સંતુલન બનાવીને આગળ વધવું પસંદ કરે છે. તેમની સૌથી મોટી ખાસિયત તેમની નિયમિતતા છે. કોઈ પણ નિર્ણય લેતા પહેતા આ રાશિના લોકો બંને પક્ષને બરાબર પરખે છે. આ રીતે તેઓ સાચો અને નિષ્પક્ષ નિર્ણય લેવામાં સક્ષમ બને છે. તેમનું ઉદ્દેશ્ય બધું જ પરફેક્ટ અને સાચુ કરવાનું હોય છે.

વૃશ્વિકઃ ઝનૂન

વૃશ્વિકઃ ઝનૂન

વૃશ્વિક રાશિના લોકો ઝનૂની હોય છે, તેઓ જે કામ પસંદ કરે છે તેમાં પૂરી તાકાત લગાવી દે છે. તેઓ સમજે છે કે સંબંધો હોય કે પછી કરિયર દરેકમાં મહેનત કરવાથી જ સફળતા મળે છે, અને તેમાં પોતાનો પૂરો સમય પણ આપવો પડે છે. આ દરમિયાન તેમનું ઝનૂન જોવાલાયક હોય છે.

ધનઃ શોધ

ધનઃ શોધ

નવી નવી ચીજો જોવી શોધવી એ આ રાશિના જાતકોને પ્રિય છે. નવા લોકોને મળું, મિત્રો બનાવવા, નવી સંસ્કૃતિ વિશે જાણવું આ રાશિના લોકોનો શોખ હોય છે. આ રાશિના લોકો અન્યોને જીંદગીના સુંદર રસ્તા જણાવવા માગે છે, જેથી તેઓ સમજાવી શકે કે જિંદગી કેટલી સુંદર છે.

મકરઃ સફળતા

મકરઃ સફળતા

મકર રાશિના લોકો ખુલા વિચારવાળા, મહેનતું અને મોંફાટ પ્રકારના હોય છે. તેમનું એક જ ઉદ્દેશ્ય હોય છે- જીવનમાં કોઈ પણ હિસાબે સફળ થવું. ભલે તેના માટે ગમે તેટલી મહેનત કેમ ન કરવી પડે. તેમનું અંતિમ ઉદ્દેશ્ય પોતાના લોકોની ખુશી માટે સફળ થવાનું હોય છે.

કુંભઃ સંસાર- રહેવા માટે સૌથી સારી જગ્યા

કુંભઃ સંસાર- રહેવા માટે સૌથી સારી જગ્યા

આ રાશિના લોકો સંસારને પોતાની સારપથી સુંદર બનાવવા માગે છે. જેથી લોકો ખુશીથી રહી શકે. ન કોઈને ઈર્ષ્યા હોય, નો કોઈને દુશ્મની. બધા વચ્ચે પ્રેમ અને સદ્ભાવના વિક્સે તે માટે આ રાશિના લોકો પ્રયત્ન કરે છે.

મીનઃ કળાને પ્રોત્સાહન આપવું

મીનઃ કળાને પ્રોત્સાહન આપવું

આ રાશિનું તત્વ પાણી હોય છે. કર્ક રાશિના લોકોની જેમ આ રાશિના જાતકો પણ ભાવુક હોય છે. તેઓ વધુ બોલતા નથી. પરંતુ પોતાની કળાના માધ્યમથી પોતાના વિચાર વ્યક્ત કરવામાં માહેર હોય છે. મોટા ભાગના મીન રાશિના જાતકોનો શોખ કળા હોય છે.

English summary
from your zodiac sign know whats your life's purpose
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X