For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે આ 10 શાનદાર કાર્સ

|
Google Oneindia Gujarati News

પેરિસ ખાતે યોજાયેલા 2014 મોટર શો દરમિયાન વિવિધ કાર કંપનીઓ દ્વારા પોતાના નવા મોડલ્સને પ્રદર્શિત કર્યા હતા. જે થકી કંપની પોતાના આ મોડલને લોન્ચ કરતા પહેલા જ લોકચર્ચામાં લાવી તેના વેચાણને વધારવાની આશા રાખી રહી છે. જોકે પેરિસ મોટર શોમાં લોન્ચ થયેલી બધી જ કાર ભારતમાં લોન્ચ થનારી નથી પરંતુ તેમાંથી કટેલીક એવી કાર્સ છે, જે આગામી સમયમાં ભારતીય રસ્તાઓ પર વિહરતી અને હવા સાથે વાતો કરતી આપણને જોવા મળી શકે છે.

પેરિસ મોટર શોમાં અંદાજે 21 કારને પ્રદર્શન અર્થે મુકવામાં આવી હતી. જેમા 10 એવી કાર્સ છે, જે ભારતમાં લોન્ચ થનારી છે, તેમાંથી મારુતિ સુઝુકી, હોન્ડા, મર્સીડિઝ બેન્ઝ, રેનો, મિની અને રેન્જરોવરની કાર્સ છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે કઇ કઇ કાર્સને આગામી સમયમાં ભારતમાં લોન્ચ કરવામાં આવનારી છે.

આ પણ વાંચોઃ- ટાટાની લેન્ડ રોવરનો વિશ્વની ટોપ ઓટો બ્રાન્ડમાં સમાવેશ
આ પણ વાંચોઃ- ઇન્ટરમોટ શોમાં રજૂ કરાઇ આ 5 સુપર બાઇક્સ
આ પણ વાંચોઃ- કોણ શ્રેષ્ઠઃ ઇકોસ્પોર્ટ, ટેર્રાનો, ડસ્ટર કે પછી ઇટિયોસ ક્રોસ

મારુતિ સ્વિફ્ટ ફેસલિફ્ટ

મારુતિ સ્વિફ્ટ ફેસલિફ્ટ

મારુતિ સ્વિફ્ટ ફેસલિફ્ટનું પ્રોડક્શન ભારતમાં કરવામાં આવી રહ્યું છે અને ચાલું વર્ષના અંતભાગ સુધીમાં મારુતિ પોતાની આ લોકપ્રિય કારના ફેસલિફ્ટ મોડલને બજારમાં ઉતારી દેશે તેવી આશા સેવાઇ રહી છે.

મારુતિ સુઝુકી એસએક્સ4 એસ ક્રોસ

મારુતિ સુઝુકી એસએક્સ4 એસ ક્રોસ

આવતા વર્ષે મારુતિ દ્વારા ભારતમાં એસએક્સ4 એસ ક્રોસનું વેચાણ કરવામાં આવશે, આ કાર મહિન્દ્રા સ્કોર્પિયો, રેનો ડસ્ટર, નિસાન ટેર્રાનો સાથે સ્પર્ધા કરશે તેવું માનવામાં આવી રહ્યું છે.

2014 હોન્ડા જઝ્ઝ

2014 હોન્ડા જઝ્ઝ

આવતા વર્ષે માર્ચ મહિનાની અંદર નવી હોન્ડા જઝ્ઝને ભારતમાં વેચાણ અર્થે મુકવામાં આવી શકે છે. આ કારમાં 1.2 લિટર પેટ્રોલ અને 1.5 લિટર ડીઝલ એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

2015 હોન્ડા સીઆર-વી(ફેસલિફ્ટ)

2015 હોન્ડા સીઆર-વી(ફેસલિફ્ટ)

હોન્ડાએ પોતાની નવી સીઆરવી ફેસલિફ્ટમાં કેટલાક ચેન્જ કર્યા છે. જેમાં હેડલાઇટ્સ, ગ્રીલ, સ્કિડ પ્લેટ અને એલઇડી ટેલલાઇટમાં ફેરબદલ કરવામાં આવ્યા છે. આ કારને ભારતમાં આગામી વર્ષે લોન્ચ કરવામાં આવશે.

2015 ફોક્સવેગન પાસટ

2015 ફોક્સવેગન પાસટ

આ કારને પેરિસ ઓટો શોમાં રજૂ કરવામાં આવી છે. આ કારને ન્યૂ એમક્યૂબી પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. આ કાર ભારતમાં આગામી વર્ષે લોન્ચ કરવામાં આવશે તેવી આશા છે.

રેનો લોજી

રેનો લોજી

રેનો લોજીને પેરિશ ઓટો શોમાં રજૂ કરવામાં આવી હતી. જે ભારતમાં વેચાણ અર્થે આગામી વર્ષે લોન્ચ કરવામાં આવશે.

મર્સીડિઝ એએમજી જીટી

મર્સીડિઝ એએમજી જીટી

મર્સીડિઝ એએમજી જીટીને પેરિસ મોટર શોમાં રજૂ કરવામાં આવી હતી. એવું માનવામાં આવી રહ્યું છેકે તેને ભારતમાં આગામી વર્ષે અથવા તો 2016 ઓટો એક્સપોમાં લોન્ચ કરવામાં આવે.

2015 મર્સીડિઝ બી ક્લાસ(ફેસલિફ્ટ)

2015 મર્સીડિઝ બી ક્લાસ(ફેસલિફ્ટ)

મર્સીડિઝ દ્વારા પોતાની નવી બી ક્લાસ(ફેસલિફ્ટ)ને ભારતમાં 2015ના મધ્યભાગમાં લોન્ચ કરવામાં આવી શકે છે. આ કારમાં બમ્પર, એલઇડી ટેલલાઇટ નવું 3 સ્પોક સ્ટીયરિંગ વ્હીલ આપવામાં આવશે.

2014 મિની

2014 મિની

ન્યૂ જનરેશન મિની ભારતમાં વર્ષાંતે લોન્ચ થશે તે નક્કી થઇ ગયું છે. આ કારમાં થ્રી અને ફોર સિલિન્ડર પેટ્રોલ તથા ડીઝલ એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

2015 એમવાય રેન્જ રોવર અને રેન્જ રોવર સ્પોર્ટ

2015 એમવાય રેન્જ રોવર અને રેન્જ રોવર સ્પોર્ટ

આ બન્ને એસયુવીમાં સામાન્ય બદલાવ કરવામાં આવ્યો છે. તેમજ તેમાં 4.4 લિટર ડીઝલ એન્જીનનો ઉપયોગ કર્યો છે, જે 740 એનએમ ટાર્ક જનરેટ કરે છે. આ કાર આગામી વર્ષ સુધીમાં ભારતમાં લોન્ચ કરવામાં આવી શકે છે.

English summary
10 cars coming soon to India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X