• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ડ્રાઇવિંગ સમયે આ બાબતો પર વિશેષ ધ્યાન આપે ટીનેજ ગર્લ્સ

|

કાર ડ્રાઇવિંગ એક શાનદાર સ્કીલ છે, દરેક વ્યક્તિ ખુલ્લા રસ્તાઓ પર હવા સાથે વાત કરતી કારમાં ફરવાનું વિચારે છે. આજના સમયે કાર ડ્રાઇવિંગમાં પુરુષો જ નહીં પરંતુ મહિલાઓ પણ પોતાનો હાથ અજમાવી રહી છે, પરંતુ એવું અનેકવાર જોવા મળે છે કે, મહિલાઓ વિશેષ કરીને જે હાલ ટિન-એજમાં છે, તેમની અંદર ડ્રાઇવિંગ સ્કીલ સંપૂર્ણપણે ઉભરીને બહાર નથી આવતી.

અમે એવું નથી કહી રહ્યાં કે, ટીનેજ ગર્લ્સ એક સારી ડ્રાઇવર નથી હોતી, પરંતુ અનુભવની ઉણપ ક્યાંકને ક્યાક જોવા મળે છે. આ ઉણપનો ભોગ ક્યારેક રસ્તા પર એ ગર્લ્સે અથવા તો બીજાએ બનવું પડે છે, અને મામલો દુર્ઘટનામાં પરિવર્તિત થઇ જાય છે. આજે અમે તમને આ લેખમાં ટિન-એજ ડ્રાઇવર્સને કાર ડ્રાઇવિંગ સાથે જોડાયેલી કેટલીક ટિપ્સ આપીશું.

અમે આ લેકને રોચક બનાવવા માટે અને ટીનેજર્સની મનોસ્થિતિને ધ્યાનમાં રાખીને થોડાક રમૂજી અંદાજનો ઉપયોગ કર્યો છે. તમામ ગર્લ્સને નિવેદન છે કે તેને ગંભીરતાથી ના લે. અમાર મનમાં તમારા પ્રત્યે સંપૂર્ણ સન્માન છે, આશા છે કે તમને અમારો આ લેખ પસંદ પડશે અને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરશો. તો ચાલો તસવીરો થકી જાણીએ આ શાનદાર ટીપ્સને.

મોબાઇલની ખટ-પટથી બચવું

મોબાઇલની ખટ-પટથી બચવું

આમ તો એક ખાસ વાત ગર્લ્સ માટે હંમેશા કહેવામાં આવે છે કે, તે શાંત નથી રહી શકતી. ડ્રાઇવિંગ દરમિયાન ગર્લ્સ પોતાના મોબાઇલ ફોનને સાઇલન્ટ મોડ અથવા તો સતત ફોન રીસીવ કરવાથી બચવું જોઇએ. કારણ કે, ડ્રાઇવિંગ દરમિયાન મોબાઇલનો ઉપયોગ અનેક પ્રકારની દુર્ઘટનાનું કારણ બની શકે છે.

હેડલાઇટ છે, મેક અપ મિરર બલ્બ નહીં

હેડલાઇટ છે, મેક અપ મિરર બલ્બ નહીં

જ્યારે તમે સાંજે ઘરથી બહાર નિકળો છો, તો તમારી કારની હેડલાઇટને ઓન રાખો, કેટલાક લોકો આ મામલામા અંઘારાની રાહ જૂએ છે. તમને જણાવી દઇએ કે, આ તમારો મેક-અપ મિરર બલ્બ નથી, પરંતુ રસ્તો છે. સૌથી ખાસ વાત એ છે કે ડ્રાઇવિંગ રમિયાન અચાનક અંધારાનો આભાસ તમને થશે નહીં, જેના કારણે તમારી વિજિબિલટી ઓછી થઇ જાય છે, તેથી એવું ના કરો, જો અંધારા કરતા પહેલા કારની હેડલાઇઠ ચાલું થશે તો તમારે અલગથી તેનુ બિલ ભરવાનું હોતું નથી.

સ્પીડ લિમિટનું ધ્યાન તમારા વેટની જેમ રાખો

સ્પીડ લિમિટનું ધ્યાન તમારા વેટની જેમ રાખો

ટીનેજ ગર્લ્સમાં આજકાલ ઝીરો ફિગરનું ઘણું ચલણ છે. ઘરમાં માતાના પરોઠામાં તેમને આખા વિશ્વનું ફેટ જોવા મળે છે. તો જ્યારે તમે તમારા બોડી ફિગર અને વજનને લઇને આટલા સજાગ છો તો તેવી જ રીતે કાર ડ્રાઇવિંગ દરમિયાન પણ તમારી કારની સ્પીડને લઇને સજાગ રહો. મિત્રો સાથે હોય તો કોઇને ઉશ્કેરવા માટે તમે તમારી સ્પીડ લીમિટને ક્રોસના કરો.

કારણ વગર વ્યસ્ત ના રહો

કારણ વગર વ્યસ્ત ના રહો

સારા કાર ડ્રાઇવિંગ માટે તમારું એકાગ્ર થવું ઘણું જ જરૂરી છે. જી હાં, એક જૂની કહેવત છે કે, સાવઘાની હટી, દુર્ઘટના ઘટી, તેથી ડ્રાઇવિંગ દરમિયાન જેટલું બની શકે તેટલા સજાગ રહો, ગુસ્સે થયા વગર ઉક્ત લાઇનનો અમલ કરો- ડ્રાઇવિંગ દરમિયાન મેક અપ જેમકે, લિપસ્ટિક, નેલ સાઇનિંગ, આઇબ્રોઝ વિગેરે ચેક ના કરે, આ ઉપરાંત ડ્રાઇવિંગ દરમિયાન કંઇપણ ખાવાથી પરહેજ કરો, ચિપ્સ, બિસ્કિટ, બર્ગર વિગેરે, તેનાથી તમારુ સ્વાસ્થ્ય અને જીવન સારા રહેશે.

એકલા રહો અથવા તો અવાજ કરનારાને પાછળ રાખો

એકલા રહો અથવા તો અવાજ કરનારાને પાછળ રાખો

ટીનેજ ગર્લ્સને પોતાના મિત્રો સાથે આઉટિંગ પર જવાનું વધારે પસંદ હોય છે. આ સારું પણ છે, દરરોજની ભાગદોડ ભરેલી જિંદગીમાંથી કેટલાક પળ પોતાના માટે ખર્ચ કરવા શાનદાર વાત છે, પરંતુ જો તમારા ગ્રુપમાં કેટલાક એવા લોકો હોય છે, જે આઉટિંગ દરમિયાન વધારે મસ્તીના મૂડમાં હોય, જેમ કે, કારમાં બાથરૂમ સિંગર, વિધાઉટ ડિગ્રી એન્જીનિયર વિગેરે હોય તો તેને કારની પાછલી સીટ પર બેસવાનો આગ્રહ કરો અને શાંત દિમગથી એકલા કાર ડ્રાઇવ કરો. આ દરમિયાન પાછળની સ્થિતિ પર વધું ધ્યાન ના આપો. જેથી તમારી યાત્રા મંગલમય રહેશે.

ડિફેન્સિવ ડ્રાઇવિંગનો અભ્યાસ જરૂરથી કરો

ડિફેન્સિવ ડ્રાઇવિંગનો અભ્યાસ જરૂરથી કરો

ડ્રાઇવિંગ દરમિયાન, વધું પ્રમાણમાં ડિફેન્સિવ રહેવાનો પ્રયાસ કરો. જેમ કે તમે રોડ પર તમે દ્રવિડ છો. કારના બહારના કિનારાને ધ્યાનમાં રાખીને ડ્રાઇવ કરો, જેથી ક્યાંક કોઇ ભાગ અનવાન્છિત સ્પર્શન ના કરી શકે. આ ઉપરાંત રોડ સિગ્નલ, બ્રેકર, ડિવાઇડર, ખાડા વિગેરેનું ધ્યાન રાખીને તમારી ઇનિંગ રમો. આપાત સ્થિતિમાં બ્રેકિંગ પણ સારી રાખો.

સૌથી અંતિમ પરંતુ સૌથી મહત્વની વાત

સૌથી અંતિમ પરંતુ સૌથી મહત્વની વાત

જી હા, આ વાતને અમે અંતમાં દર્શાવવા જઇ રહ્યા છીએ, પરંતુ આ સૌથી મહત્વપૂર્ણ અને મનમાં સંગ્રહ કરવા યોગ્ય વાત છે. જી હા, ટીનેજર્સને હંમેશા એક શાનદાર અને ઉપયુક્ત કારની જ પસંદગી કરવી જોઇએ. કોઇ જૂની અને હંમેશા ગેરેજના દર્શન કરનારી કારમાં ડ્રાઇવ કરવાથી બચવું જોઇએ. અથવા તો ડ્રાઇવ પર જતાં પહેલા એ વાતની ચકાસણી કરી લેવી જોઇએ કે રસ્તામાં તમારી કાર તમને દગો તો નહીં આપેને. અમે તમારી મંગલમય યાત્રીની કામના કરીએ છીએ.

English summary
Car driving is an art by itself, every teenager loves to drive their vehicle on open roads. However careless teenage driving poses certain risk. We list out important teenage driving safety tips.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more