For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફરી પ્રયાસઃ નિસાન લાવી રહી છે તેની બીજી ઇલેક્ટ્રિક કાર

|
Google Oneindia Gujarati News

જાપાનની કાર નિર્માણ કરતી કંપની નિસાન દ્વારા ઇલેક્ટ્રિક વ્હિકલને વધુ પ્રધાન્ય આપવામાં આવી રહ્યું છે, જેના ભાગરુપે કંપની દ્વારા સોમવારે પોતાની બીજી ઇલેક્ટ્રિક કારનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. ઇલેક્ટ્રિક કારના વેચાણમાં જોઇએ તેટલો વધારો કે નફો નહીં થતો હોવા છતાં પણ કંપની દ્વારા ઇકો ફ્રેન્ડલી કાર બનાવવાનું જારી રાખ્યું છે, જેનું તાજું ઉદાહરણ સોમવારે લોન્ચ કરવામાં આવેલી e-NV200 છે.

e-NV200 અંગે કંપનીએ જણાવ્યું છેકે, આ એક ઝીરો ઇમિશન કોમર્શિયલ વાન છે, જેને 190 કિ.મી સુધી ફૂલ ચાર્જિંગ પર ચલાવી શકો છો. તેમજ ડબલ ઓનબોર્ડ પાવર સોર્સ ઇમરજન્સી લાઇટિંગ અથવા પાવરને આઉટસાઇડ યુનિટમાં આપે છે. નોંધનીય છેકે નિસાન વિશ્વની પહેલી કંપની છેકે જેણે 2010માં લીફ નામના ઇલેક્ટ્રિક પેસેન્જર વ્હીકલનું માસ પ્રોડક્શન લોન્ચિંગ કર્યું હતું.

e-NV200માં પાંચ અથવા સાત બેઠક વ્યવસ્થા હોઇ શકે છે. જેને યુરોપના કેટલાક દેશોમાં વેચાણ અર્થે રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છેકે, નિસાને લોન્ચ કરેલી લીફના વિશ્વભરમાં લોન્ચ કર્યાના ચાર વર્ષમાં 115000 યુનિટ જ વેચાયા છે. તો ચાલો તસવીરો થકી જાણીએ નિસાનની નવી ઇલેક્ટ્રિક કાર અંગે.

વધુમાં વધું સ્પીડ

વધુમાં વધું સ્પીડ

કાર ફૂલ લોડેડ હોય ત્યારે વધુમાં વધું 120 કિ.મીની ઝડપે ભાગી શકે છે.

બેટરી

બેટરી

Lithium Ion 24kWh

નોર્મલ ચાર્જ

નોર્મલ ચાર્જ

(220V): ~8 hrs (full charge)

ક્વિક ચાર્જ

ક્વિક ચાર્જ

(400V): 30 min (80% charge)

ઇલેક્ટ્રિક મોટર

ઇલેક્ટ્રિક મોટર

(max output): AC Synchronous 80kW

ડ્રાઇવ ટ્રેન લેઆઉટ

ડ્રાઇવ ટ્રેન લેઆઉટ

Front Motor, Front Drive

બ્રેક

બ્રેક

Cooperative Regenerating Brake

English summary
Nissan unveils its new electric vehicle e-NV200
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X