For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વની ચાર હોન્ટેડ કાર્સઃ જેમણે લીધા અનેકના જીવ

|
Google Oneindia Gujarati News

આપણે અનેક એવી સ્ટોરી વાંચી હશે જેને ઘોસ્ટ એટલે કે ભૂતો સાથે જોડી દેવામાં આવી હોય. જોકે મોટાભાગની સ્ટોરીમાં આપણને કોઇ સ્થળ, ઘર, ખંડેર અથવા તો બંગલો અંગે જણાવવામાં આવે જ્યાં આ પ્રકારની હોન્ટેડ એક્ટિવિટી થતી હોય છે. પરંતુ શું તમે જાણો છોકે ઓટોમોબાઇલ જગતમાં લોન્ચ કરવામાં આવેલી કેટલીક કાર્સ પણ હોન્ટેડ કાર તરીકે જાણીતી હતી.

આ એક આશ્ચર્ય પમાડે તેવી વાત જરૂર છે, પરંતુ ઘણા લોકોને એવી કાર્સનો અનુભવ થયો છે, જેમાં ઘોસ્ટ એક્ટિવિટી થતી હોય. જેના અનેક લોકો શિકાર પણ બન્યા હોવાના દાખલા ભૂતકાળમાં બનેલા છે. આજે અમે અહીં એવી જ ચાર હોન્ટેડ કાર અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ. જે જેતે સમયે ઘણી જ લોકપ્રીય કાર્સ હતી અને અનેક લોકો તેના દિવાના હતા, પરંતુ સાથોસાથ તે કેટલીક ભૂતાવહ કહાણીઓની સાક્ષી પણ બની હતી. તો ચાલો તસવીરો થકી આવી કાર્સ અંગે માહિતી મેળવીએ.

ફ્રેન્ઝ ફેર્ડિનંડની ગ્રાફ એન્ટ સ્ટિફ્ટ ડેથ લિમો

ફ્રેન્ઝ ફેર્ડિનંડની ગ્રાફ એન્ટ સ્ટિફ્ટ ડેથ લિમો

ગ્રાફ એન્ડ સ્ટિફ્ટ એક જાણીતી કાર કંપની હતી, પહેલા વિશ્વયુદ્ધ પહેલા તેની કાર્સ ઘણી જ સફળ અને લોકપ્રીય રહી હતી અને જાણીતી હસ્તીઓ તેની કાર ખરીદી રહી હતી, પરંતુ આ કંપનીની કારને એક મોડલ સાથે અનોખી ઘટનાઓ ઘટી. જેનો પહેલો શિકાર એર્ચડુક ફ્રેન્ઝ ફેર્ડિનંડ બન્યા હતા. તેઓ જ્યારે આ કાર લઇને જઇ રહ્યાં હતા, ત્યારે તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેમની હત્યાને લઇને બે સ્ટોરી ચર્ચામાં છે એક તેમની હત્યા કોઇ રાજકીય ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી, તો બીજી સ્ટોરીમાં એવું કહેવામાં આવ્યું હતું કે કારમાં કોઇ અજાણી શક્તિ થકી તેમની હત્યા કરવામાં આવી હતી. ફ્રેન્ઝની હત્યાના 12 વર્ષમાં આ કારને 15 લોકોને વેચવામાં આવી હતી, જેમાંથી 13 લોકો કોઇને કોઇ ઘટનાને લઇને મોતને ભેટ્યા હતા. (તસવીર સૌજન્યઃ વીકીપીડિયા)

સુર્રે, ઇંગ્લેન્ડનું ઘોસ્ટ ક્રેશ

સુર્રે, ઇંગ્લેન્ડનું ઘોસ્ટ ક્રેશ

બ્રિટનના એ3 હાઇવેમાં અકસ્માતની ઘટનાઓ સામાન્ય કહેવાય છે. તેથી 11 ડિસેમ્બર 2002ના રોજ પોલીસે એક નહીં પણ અનેક ફોન કોલ્સ રિસિવ્ડ કર્યા તો તેઓ ચિંતિત થઇ ગયા અને તુરંત ઘટના સ્થળે પહોંચ્યા, મોટાભાગના ફોન કોલ્સમાં રોડથી થોડેક દૂર તેમણે વિચિત્ર હેડલાઇટ જોઇ હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી તો તેમને દુર્ઘટના થઇ હોવાનું જોવા મળ્યું, તેમણે તપાસ કરતા ત્યાંથી એક મૃતદેહ મળ્યો હતો. પોલીસે પ્રાથમિક તપાસમાં એ જાહેર કર્યું કે આ અકસ્માત પાંચ મહિના પહેલા થયો હતો, પરંતુ અન્ય કોઇ કાર આ અકસ્માતમાં સામેલ હતી કે નહીં તેના પૂરાવા મળ્યા નહીં, જોકે કેટલાકનું કહેવું છેકે આ અકસ્માતની પાછળ ઘોસ્ટલી હેડલાઇટ્સ જવાબદાર છે.

કેપટાઉનની જમ્પિંગ કાર

કેપટાઉનની જમ્પિંગ કાર

આ ઘટના સાઉથ આફ્રિકાના કેપ ટાઉનની છે, જે 2004માં બની હતી, જ્યાં રેનો મેગન કાર પોતાની જાતે શરૂ થઇ જતી હતી અને જમ્પ મારવા લાગતી હતી. આ કાર એટલા માટે ચર્ચામાં રહી હતી, કારણ કે તેના સાક્ષી અનેક લોકો હતા અને અનેક મીડિયા દ્વારા તેનું કવરેજ પણ કરવામાં આવ્યું હતું. રેનોને જ્યારે આ કાર અંગે જણાવ્યામાં આવ્યું તો રેનોના ટેક્નિકલ કો આર્ડિનેટરે કહ્યું કે બની શકે છેકે કારના માલિક ડ્રન્ક હોય અને આવો તેમન ભાસ થયો હોય. બાદમાં કારના સ્ટાર્ટ કેબલમાં વાંધો જણાવી તેને રેનોમાં દેખરેખ હેઠળ રાખવામાં આવી. એ સમયે રેનોને પણ અનોખો અનુભવ થયો કાર સ્ટાર્ટ થઇ શકે તેમ ન હોવા છતાં કારમાં અચાનક શોર્ટ સર્કિટ થઇ અને કાર પોતાની જાતે ચાલું થવા લાગી હતી.

જેમ્સ ડીનની પોર્શે 500 સ્પાઇડર

જેમ્સ ડીનની પોર્શે 500 સ્પાઇડર

આ કાર ઘણી જ લોકપ્રીય હતી, જોકે તે જેમ્સ ડીનના મોતની સાક્ષી પણ બની હતી. જેમ્સ ડીન એક જાણીતા અભિનેતા હતા અને તેની સુંદરતાની અનેક યુવતીઓ દિવાની હતી, જોકે તેઓ પોતાના યુવાનીકાળમાં જ એક ભયાનક અકસ્માતનો શિકાર બન્યા અને તેમાં તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે આ અકસ્માત થયું ત્યારે તેઓ પોતાની પોર્શે 550 સ્પાઇડર કારને ઇલને એક રેસિંગમાં ભાગ લેવા જઇ રહ્યાં હતા, ત્યારે અચાનક કાર પરનો કાબુ ગુમાવતા કાર ખીણમાં ખાબકી હતી જેમાં તેમનું મોત નીપજ્યું હતું અને સાથી મુસાફરને ઇજા થઇ હતી, બાદમાં આ કારના અમુક પાર્ટ્સને અન્ય ડ્રાઇવર્સને વેંચવામાં આવ્યા હતા, જેમણે પોમોના કાર રેસિંગમાં ભાગ લીધો હતો અને તેઓ પણ અકસ્માતનો ભોગ બન્યા હતા, જેમાંથી એકનું મોત નીપજ્યું હતું. અમુક સમય બાદ પોર્શેએ જાણ્યું કે આ કાર હોન્ટેડ હતી.

English summary
four haunted cars in the world
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X