For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેટીએમએ રજૂ કરી શાનદાર સ્પોર્ટ બાઇક ડ્યૂક 390

By Super
|
Google Oneindia Gujarati News

ભારતીય બજારમાં તાજેતરમાં પોતાના સફરની શરૂઆત કરનારી ઓસ્ટ્રીયાની પ્રમુખ ટૂવ્હીલર વાહન નિર્માતા કંપની કેટીએમએ દેશના રસ્તાઓ પર પોતાની શાનદાર સ્પોર્ટ બાઇક ડ્યૂકની રેન્જમાં વધુ એક શાનદાર ઇજાફો કર્યો છે. આ વખતે કેટીએમએ ભારતીય બજારમાં પોતાની શાનદાર બાઇક ડ્યૂક 390 રજૂ કરી છે. ઘણા જ આકર્ષક લૂક અને દમદાર એન્જીન ક્ષમતાથી સજેલી નવી કેટીએમ ડ્યૂક 390ની કિંમત ભારતીય બજારમાં 1.8 લાખ રૂપિયામાં રજૂ કરી છે.

કંપનીએ નવી ડ્યૂક 390ના લૂક અને સ્ટાઇલને પોતાના હાલના મોડલ 690ના આધારે કર્યું છે. કંપનીએ આ બાઇકનું નિર્માણ પણ ડ્યૂક 690ના જ પ્લેટફોર્મ પર કર્યું છે. કંપનીએ આ બાઇકમાં 373.2 સીસીની ક્ષમતાના દમદાર સિંગલ સિલેન્ડર, 4 સ્ટ્રોક એન્જીનનો પ્રયોગ કર્યો છે. આ ઉપરાંત આ બાઇકમાં કંપનીએ 6 સ્પીડ ટ્રાન્સમિશન ગિયરબોક્સનો પ્રયોગ કર્યો છે. તો ચાલો તસવીરોમા જોઇએ આ શાનદાર બાઇકને.

સ્પોર્ટ બાઇક ડ્યૂક 390

સ્પોર્ટ બાઇક ડ્યૂક 390

કંપનીએ આ બાઇકમાં હેવી સીસીની એન્જીન ક્ષમતા હોવા છતાં તેના વજનને ઓછું રાખવનો પ્રયત્ન કર્યો છે.

બાઇકનું વજન

બાઇકનું વજન

નવી કેટીએમ ડ્યૂક 390નું વજન માત્ર 145 કિલોગ્રામ જ છે.

સુરક્ષા ફીચર્સ

સુરક્ષા ફીચર્સ

કંપનીએ આ બાઇકમાં સુરક્ષા ફીચર્સનો સારું એવું ધ્યાન રાખ્યું છે. આ બાઇકમાં કંપનીએ એબીએસ(એન્ટી લોક બ્રેકિંગ) સિસ્ટમનો પ્રયોગ કર્યો છે.

એલસીડી સ્પોડોમીટર

એલસીડી સ્પોડોમીટર

કેટીએમ ડ્યૂકમાં શાનદાર એલસીડી સ્પીડોમીટરને સામેલ કરવામાં આવ્યું છે.

બતાવશે બાઇકની માઇલેજ

બતાવશે બાઇકની માઇલેજ

કંપનીનું માનવું છે કે આ સ્પીડોમીટરમાં એ તમામ જાણકારી દર્શાવવામાં આવી છે જે કાર્સમાં જોવા મળતી નથી. આ સ્પીડોમીટર તમને ઇધણ અને કિલોમીટર બન્નેના આધાર પર બાઇકની માઇલેજ બતાવે છે.

26 જૂનથી બુકિંગ

26 જૂનથી બુકિંગ

કંપનીએ આજે આ બાઇકને રજૂ કરી છે અને તમે કાલથી એટલે કે 26 જૂનથી આ બાઇકનું બુકિંગ તમારા નજીકના કેટીએમ ડીલર્સને ત્યાં કરાવી શકો છો.

English summary
KTM has launches it's most awaited bike KTM Duke 390 in Indian market. KTM Duke 309 price at Rs. 1.8 Lakhs in India. Check out, KTM Duke 390 features and specs through pictures.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X