For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં લોન્ચ થઈ શકે છે ન્યૂ જનરેશન રેનો ડસ્ટર, જાણો ફિચર્સ અને કિંમત

ફ્રેન્ચ કાર નિર્માતા રેનો ટૂંક સમયમાં ભારતમાં તેની આગામી પેઢીની ડસ્ટર એસયુવી રજૂ કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપની ડસ્ટરના નવા મોડલ પર કામ કરી રહી છે, જે આગામી 2 વર્ષમાં ગ્લોબલ માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

ફ્રેન્ચ કાર નિર્માતા રેનો ટૂંક સમયમાં ભારતમાં તેની આગામી પેઢીની ડસ્ટર એસયુવી રજૂ કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપની ડસ્ટરના નવા મોડલ પર કામ કરી રહી છે, જે આગામી 2 વર્ષમાં ગ્લોબલ માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે. નવી ડસ્ટર આકર્ષક સ્ટાઇલ અને અત્યાધુનિક સુવિધાઓ સાથે સ્પર્ધાત્મક કિંમતની શ્રેણીમાં લોન્ચ થવાની અપેક્ષા છે.

માર્કેટમાં વેચાણ ઘટવાને કારણે કંપનીએ ઉત્પાદન બંધ કર્યું

માર્કેટમાં વેચાણ ઘટવાને કારણે કંપનીએ ઉત્પાદન બંધ કર્યું

રેનોએ તાજેતરમાં ડસ્ટરનું ઉત્પાદન બંધ કર્યું છે. આ SUV 2012માં લોન્ચ થયા બાદ લગભગ એક દાયકા સુધી ભારતીય બજારમાં ઉપલબ્ધ હતી. રેનો ડસ્ટરકંપનીની સૌથી સફળ એસયુવી હતી.

ઉત્પાદનના પ્રથમ વર્ષમાં ડસ્ટરના લગભગ 40,000 યુનિટ્સનું વેચાણ થયું હતું. જોકે, માર્કેટમાં વેચાણ ઘટવાને કારણે કંપનીએ2022માં ડસ્ટરનું ઉત્પાદન બંધ કરી દીધું હતું.

નેક્સ્ટ જનરેશન રેનો ડસ્ટર CMF B LS પ્લેટફોર્મ પર સંચાલિત થશે

નેક્સ્ટ જનરેશન રેનો ડસ્ટર CMF B LS પ્લેટફોર્મ પર સંચાલિત થશે

મળતી માહિતી અનુસાર નેક્સ્ટ જનરેશન રેનો ડસ્ટર CMF B LS પ્લેટફોર્મ પર સંચાલિત થશે, જે જર્મન ઓટોમેકર ફોક્સવેગનના MQB A0 IN પ્લેટફોર્મ જેવુંજ છે. જેનો ઉપયોગ Tygun, Vertus, Slavia અને Kushak સહિતના મોડલમાં થાય છે.

CMF B LS પ્લેટફોર્મ ખાસ કરીને ભારત જેવા વિકાસશીલ બજારો માટે રચાયેલી છે અને તમામ ઉત્સર્જન અને વૈશ્વિક સલામતી ધોરણોનું પાલન કરે છે. નવીડસ્ટરને વધુ સારી ઇંધણ કાર્યક્ષમતા માટે હાઇબ્રિડ પાવરટ્રેન સાથે ઓફર કરવામાં આવે તેવી અપેક્ષા છે.

ડસ્ટર ભારતમાં માત્ર 4X4 વેરિઅન્ટમાં વેચાતી હતી

ડસ્ટર ભારતમાં માત્ર 4X4 વેરિઅન્ટમાં વેચાતી હતી

SUVને ચોરસ ફેંડર્સ, LED હેડલાઇટ્સ અને ઇન્ટિગ્રેટેડ DRLs મળવાની અપેક્ષા છે. એવી પણ અટકળો છે કે, રેનોની નવી ડસ્ટર 4X4 વેરિઅન્ટમાં લોન્ચ કરવામાંઆવશે નહીં. આ અગાઉની જનરેશન ડસ્ટર ભારતમાં માત્ર 4X4 વેરિઅન્ટમાં વેચાતી હતી.

કંપનીએ વર્ષ 2014માં એક લાખ ડસ્ટર્સ વેચવાનો માઈલસ્ટોન પણ પૂરો કર્યો

કંપનીએ વર્ષ 2014માં એક લાખ ડસ્ટર્સ વેચવાનો માઈલસ્ટોન પણ પૂરો કર્યો

ડસ્ટર એસયુવી ભારતમાં 1.6 લીટર પેટ્રોલ એન્જિન અને 1.5 લીટર K9K ડીઝલ એન્જિન સાથેના બે વેરિઅન્ટમાં ઓફર કરવામાં આવી હતી.

કંપનીએ વર્ષ 2014માંએક લાખ ડસ્ટર્સ વેચવાનો માઈલસ્ટોન પણ પૂરો કર્યો હતો. કંપનીએ 2016માં ભારતમાં ડસ્ટરનું ફેસલિફ્ટ વર્ઝન ઓટોમેટિક ગિયરબોક્સ વિકલ્પ સાથે લોન્ચ કર્યું હતું.

રેનોએ માર્ચ 2022 માટે કાર પર ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે, કંપની આ મહિને તેની કાર પર 1.30 લાખ રૂપિયા સુધીની બચત કરવાની તક આપી રહી છે.

કંપનીતેના ચારેય મોડલ Kwid, Triber, Chiger અને Duster પર ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. કંપનીની ઓફર્સમાં રોકડ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ, કોર્પોરેટડિસ્કાઉન્ટ અને રૂલર ડિસ્કાઉન્ટનો સમાવેશ થાય છે.

English summary
New Generation Renault Duster may be launched in India, know the features and price.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X