રોયલ એનફીલ્ડ ઇન્ટરસેક્ટર & કોન્ટિનેન્ટલ 650નું બુકિંગ થઈ શરૂ

Written By:
Subscribe to Oneindia News

ભારતના લોકો જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા તે રોયલ એનફીલ્ડ ઇન્ટરસેક્ટર 650 અને કોન્ટિનેન્ટલ 650 કંપની બહુ જલ્દી જ ભારતમાં લોન્ચ કરશે. આ સાથે જ તેની બુકિંગની તારીખ અને ભારતમાં કેટલી કિંમત રહેશે તેની પણ જાહેરાત કરવામાં આવી હતી. કંપનીએ થોડા દિવસો પહેલા જ આ બંન્ને બાઇકની વાત કરી હતી. તે ઉપરાંત 750 સીસી યૂનિટને પણ લોન્ચ કરવાની ઇચ્છા જણાવી હતી.

2017માં જાહેરત થઈ હતી

2017માં જાહેરત થઈ હતી

રોયલ એનફીલ્ડ ઇન્ટરસેક્ટર 650 અને કોન્ટિનેન્ટલ 650 અંગે કંપનીએ ઇઆઇસીએમએ 2017ના શોમાં જણાવ્યું હતું કે, આ બાઇક 2018માં ભારતમાં લોન્ચ થશે. ફાઇનાન્શિયલ એક્સપ્રેસ અનુસાર કંપનીએ બાઇકની બુકિંગ તારીખની પણ જાહેર કરી છે. રિપોર્ટ અનુસાર કંપનીના ડીલરશિપ પરથી એપ્રિલ 2018થી તેની બુકિંગની શરૂઆત કરવામાં આવશે. માત્ર 5000 રૂપિયા સાથે તમે આ બાઇક માટે બુકિંગ કરાવી શકો છો.

રોયલ એનફીલ્ડ ઇન્ટરસેક્ટર 650 & કોન્ટિનેન્ટલ 650

રોયલ એનફીલ્ડ ઇન્ટરસેક્ટર 650 & કોન્ટિનેન્ટલ 650

રોયલ એનફીલ્ડ ઇન્ટરસેક્ટર 650 તમામ આધુનિક સુવિધાથી સજ્જ એક મોર્ડન બાઇક છે. જ્યારે કોન્ટિનેન્ટલ 650 રેસર એડિશનની બાઇક છે. બંન્ને મોટરસાઇકલમાં નવા 650 સીસી સમાનાંતર ટિન એન્જિંન દ્વારા ચાલે છે. જે 46.3બીએચપી @7100 આરપીએમ અને 52 એનએમ વધારા સાથે @4000 આરપીએમનું ઉત્પાદન કરે છે.

બીજી અન્ય સુવિધાઓ

બીજી અન્ય સુવિધાઓ

રોયલ એનફીલ્ડ ઇન્ટરસેક્ટર 650 અને કોન્ટિનેન્ટલ 650ની બજાર કિંમત 3 લાખથી 3.25 લાખ રૂપિયા સુધી રાખવામાં આવી છે. જો હવે તેની અન્ય સુવિધાઓની વાત કરવામાં આવે તો બંન્ને બાઇકમાં 6 સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવેલ છે. તેની સૌથી વધુ સ્પીડ 160 કિ.મી. પ્રતિ કલાક છે. રોયલ એનફીલ્ડ 700 ઇન્ટરસેપ્ટર ને વર્ષ 1960માં એક સંશોધકે મોડલ તરીકે તેને રજુ કરી હતી. જે 692 સીસી ટિન એન્જિનથી ચાલતી હતી.

જાણકારો અનુસાર

જાણકારો અનુસાર

રોયલ એનફીલ્ડ ઇન્ટરસેક્ટર 650 અને કોન્ટિનેન્ટલ 650 ભારતમાં 2018ના નવા વર્ષની શુરૂઆત સાથે લોન્ચ થશે. તેની બુકિંગની તારીખ જાહેર થવાથી બાઇક ચાહકોમાં ચોક્કસ નવા ઉત્સાહનો માહોલ બની ગયો છે. આ બંન્ને બાઇકો રોયલ એનફીલ્ડની સૌથી સારી બાઇકોમાંથી એક છે. જેનો આનંદ હવે ભારતના લોકો પણ બહુ જલ્દી માણી શકશે.

English summary
Royal enfield interceptor 650 continental gt 650 bookings in april 2018

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.