For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

31 ઓગસ્ટે લોન્ચ થશે Triumph Speed Twin, જાણો શું હશે ફિચર્સ?

ટ્રાયમ્ફ ઇન્ડિયાએ તેની બહુપ્રતીક્ષિત બાઇક Triumph Speed Twinની લોન્ચ તારીખ જાહેર કરી છે. કંપની 31 ઓગસ્ટના રોજ નવી અપડેટેડ Triumph Speed Twin ભારતમાં લોન્ચ કરવા જઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

ટ્રાયમ્ફ ઇન્ડિયાએ તેની બહુપ્રતીક્ષિત બાઇક Triumph Speed Twinની લોન્ચ તારીખ જાહેર કરી છે. કંપની 31 ઓગસ્ટના રોજ નવી અપડેટેડ Triumph Speed Twin ભારતમાં લોન્ચ કરવા જઈ રહી છે. બાઇકની ડિઝાઇન, સસ્પેન્શન, બ્રેક્સ અને ઇલેક્ટ્રોનિક સાધનોમાં સુધારા સાથે BS-6 ઉત્સર્જન ધોરણો અનુસાર બાઇકને અપડેટ કરવામાં આવી છે.

Triumph Speed Twin

2021નું એન્જિન ધરાવે છે Triumph Speed Twin

2021નું એન્જિન ધરાવે છે Triumph Speed Twin

કંપનીનો દાવો છે કે, નવા Triumph Speed Twinમાં પર્ફોમન્સ, સ્પેસિફિરેશન, હેન્ડલિંગ અને રાઇડની ગુણવત્તામાં સુધારો કરવામાં આવ્યો છે. પ્રથમ જનરેશનની Triumph Speed Twin 2019માં રજૂ કરવામાં આવી હતી.

આ બાઇકમાં હાઇ પરફોર્મન્સ 1200 cc એન્જિન લગાવવામાં આવ્યું છે, જેTriumph Bonnevilleથી લેવામાં આવ્યું છે. જો કે, પરફોર્મન્સની દ્રષ્ટિએ આ બાઇક Bonneville કરતા વધારે પાવર આપે છે.

Triumph Speed Twinમાં 6 સ્પીડ ગિયરબોક્સ

Triumph Speed Twinમાં 6 સ્પીડ ગિયરબોક્સ

Bonnevilleના BS-6 એન્જિનનો ઉપયોગ કેટલાક અપડેટ્સ સાથે નવા Triumph Speed Twinમાં પણ કરવામાં આવશે. આ એન્જિન બોનેવિલેકરતાં 17 ટકા વધુ પાવર આપશે. પાવર આઉટપુટની વાત કરીએ તો, આ એન્જિન 6,750 rpm પર 96 Bhp નો પાવર અને 4,950 rpm પર 112 Nmનોપીક ટોર્ક જનરેટ કરે છે. કંપનીએ બાઇકમાં 6 સ્પીડ ગિયરબોક્સનો ઉપયોગ કર્યો છે.

Triumph Speed Twinમાં શું સુવિધાઓ હશે?

Triumph Speed Twinમાં શું સુવિધાઓ હશે?

બાઇકના સસ્પેન્શન અને ફ્રેમમાં નાના ફેરફાર કરવામાં આવ્યા છે. આ સાથે બાઇકની ડિઝાઇન અને સ્ટાઇલ સમાન રાખવામાં આવી છે. બાઇકમાં 41 MM ફ્રન્ટ USDફોર્ક સસ્પેન્શન અને પાછળના ભાગમાં એડજસ્ટેબલ KYB ડ્યુઅલ શોક ઓબ્ઝર્વર આપવામાં આવ્યા છે.

ટ્રાયમ્ફે નવા સ્પીડ ટ્વીનમાં બ્રેમ્બો ડિસ્ક બ્રેકનો ઉપયોગ કર્યો છે. બાઇકના આગળના વ્હીલમાં ફોર-પિસ્ટન M50 રેડિયલ મોનોબ્લોક કેલિપર ડ્યુઅલ 305mmડિસ્ક બ્રેક છે, જ્યારે બાઇકના પાછળના વ્હીલમાં ટુ-પિસ્ટન કેલિપર 220mm સિંગલ ડિસ્ક બ્રેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Triumph Speed Twinમાં શું હશે ફેસિલિટિસ?

Triumph Speed Twinમાં શું હશે ફેસિલિટિસ?

Triumph Speed Twinને બોનેવિલે બેઝ સાથે આધુનિક ક્લાસિક ડિઝાઇન આપવામાં આવી છે. બાઇકને બે નાના ડિજિટલ એલસીડી સ્ક્રીન સાથેટ્વીન-પોડ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ પણ મળે છે જે રાઇડિંગ મોડ, ક્લોક, ટ્રીપ મીટર અને રોડ મીટર સહિત ઘણી માહિતી આપે છે. આ સિવાય બાઇકમાં ઘણી અન્યસુવિધાઓ આપવામાં આવી છે, જેમાં એલઇડી ડીઆરએલ અને એલઇડી ઇન્ડિકેટર્સ સાથે એલઇડી રીઅર લેમ્પ શામેલ છે.

Triumph Speed Twinની કિંમત શું હશે?

Triumph Speed Twinની કિંમત શું હશે?

સૂત્રોના જણાવ્યા મુજબ, નવા Triumph Speed Twin માટે બુકિંગ 50,000 રૂપિયાની પસંદગીની સત્તાવાર ડીલરશીપ પર શરૂ કરવામાં આવી છે.

આબાઇક ભારતમાં પ્રીમિયમ પ્રાઇસ ટેગ સાથે આવશે. તેને ભારતીય બજારમાં 10 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)ની કિંમતે લોન્ચ થાય તેવી શક્યતા છે.

આ બાઇકને ટક્કર આપશે Triumph Speed Twin

આ બાઇકને ટક્કર આપશે Triumph Speed Twin

ભારતમાં કંપની આ બાઇકને કમ્પ્લીટલી બિલ્ટ યુનિટ (CBU) રૂટ દ્વારા લાવશે. વેચાણ મુજબ Triumph Speed Twinને ભારતમાં વધારે પસંદ કરવામા આવી ન હતી, હવે તે જોવાનું બાકી છે કે, આ બાઇકનો નવો અવતાર કેવું આકર્ષક જમાવે છે.

ભારતમાં 2021 Triumph Speed Twin ડુકાટી સ્ક્રેમ્બલર1100 અને હાર્લી ડેવિડસન ફોર્ટીએઇટ જેવી પ્રીમિયમ બાઇક સાથે સ્પર્ધામાં ઉતરશે.

English summary
Triumph India has announced the launch date of its much awaited bike Triumph Speed Twin. The company is going to launch the newly updated Triumph Speed Twin in India on August 31st.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X