For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

20 અબજ સુરજ આકારનો બ્લેકહોલ મળ્યો, પૃથ્વીની નજીક આવ્યો તો....

ખોગળ વિજ્ઞાન ઘ્વારા એક એવા બ્લેકહોલ વિશે જાણકારી મેળવી છે. જે રોજ ખુબ જ ઝડપથી મોટો થઇ રહ્યો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ખોગળ વિજ્ઞાન ઘ્વારા એક એવા બ્લેકહોલ વિશે જાણકારી મેળવી છે. જે રોજ ખુબ જ ઝડપથી મોટો થઇ રહ્યો છે. વિજ્ઞાનીકો ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ બ્લેકહોલ એટલી ઝડપથી વધી રહ્યો છે કે તે આખી આકાશગંગાની તુલનામાં ખુબ જ ઉજ્જવળ છે. તેનો આકાર 20 અરબ સુરજ જેટલો છે. જે પોતાને બનાવી રાખવા માટે દર બે દિવસમાં સુરજ જેટલા વિશાલ પિંડને ઓગળી જાય છે. આ શોધ ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સીટી ખગોળ વિજ્ઞાનીકો ઘ્વારા કરવામાં આવી છે.

નજીક આવ્યો તો જીવન નષ્ટ કરી દેશે

નજીક આવ્યો તો જીવન નષ્ટ કરી દેશે

ખોગળ વિજ્ઞાન ઘ્વારા ખુબ જ વિશાલ બ્લેકહોલ વિશે જાણકારી મેળવી છે. વિજ્ઞાનીકો ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે આવા હોલ નોર્મલ નથી કારણકે તે બ્રહ્માડ બનતા સમયે જ બની જાય છે. આ બ્લેકહોલ પૃથ્વીથી ખુબ જ દૂર છે. વિજ્ઞાનીકોનું કહેવું છે કે આ બ્લેકહોલ પૃથ્વી થી નજીક હોત તો અહીં જીવન શક્ય બન્યું ના હોત. આ બ્લેકહોલ થી ભારે માત્રામાં એક્સરે કિરણો નીકળે છે જે જીવન ખતમ કરી નાખે છે.

ચંદ્ર કરતા પણ ઘણું અજવાળું

ચંદ્ર કરતા પણ ઘણું અજવાળું

આ બ્લેકહોલ દર 10 વર્ષે એક ટકા જેટલા આકારમાં વધી જાય છે. પરંતુ હાલના વર્ષમાં તેનો આકાર ખુબ જ ઝડપથી વધી રહ્યો છે. વિજ્ઞાનીકો ઘ્વારા જણાવવામાં આવ્યું કે જો તે આપણી આકાશગંગામાં આવે તો ચંદ્ર કરતા પણ ઘણું વધારે અજવાળું ફેંકશે. તેના આવવાથી આકાશગંગામાં એટલું અજવાળું થઇ જશે કે બાકીના તારાઓનું અજવાળું ફીકુ પડી જશે.

વિજ્ઞાનીકો ઘ્વારા આ રીતે માહિતી મેળવવામાં આવી

વિજ્ઞાનીકો ઘ્વારા આ રીતે માહિતી મેળવવામાં આવી

ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સીટી ખગોળ વિજ્ઞાનિક ક્રિસ્ટિયન વુલ્ફ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ રીતેના શરૂઆતી બ્લેકહોલ વિજ્ઞાનીકોને પહેલાના બ્રહ્માડ વિશે સમજવામાં મદદ કરે છે. આ બ્લેકહોલ વિશે યુરોપિયન સ્પેસ એજેન્સી ઘ્વારા હાલમાં રિલીઝ કરવામાં આવેલા ડેટા ઘ્વારા જાણકારી મળી.

English summary
Astronomers Found Fastest Growing Black Hole, Whose Size Of About 20 Billion Suns.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X