For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દાદી-દાદીના જમાનાની આ શોધો, આપણા કરતાંય લેટેસ્ટ છે!

|
Google Oneindia Gujarati News

જો તમને તેવું લાગતું હોય કે હાલ નો જ જમાનો અત્યાધુનિક અને લેટેસ્ટ ટેકનોલોજી ધરાવે છે તો અમારો આ લેખ તમારો આ ભ્રમ તોડી શકે છે! આજે અમે તમને કેટલીક તેવી શોધ વિષે જણાવાના છીએ જેનો આવિષ્કાર ભલે આપણા દાદા-દાદીના જમાનામાં થઇ હોય પણ તે છે એકદમ યુનિક અને આધુનિક.

તે વાત તો તમે જરૂરથી સ્વીકારશો કે આજે જે વિજ્ઞાન આટલું આગળ આવ્યું છે તેની પાછળ અનેક વૈજ્ઞાનિકોની આજકાલની નહીં પણ વર્ષોની મહેનતનું કારણ છે. તે લોકો અન્ય લોકો કરતા કંઇક અલગ વિચારી શક્યા અને શોધી શક્યા માટે જ આપણે આજે ટેકનોલોજી અને વિજ્ઞાનમાં આટલા આગળ આવી શક્યા.

તો ચલો આજે તમને તે જમાના કેટલીક અદ્ધભૂત અને અનોખી શોધ વિષે જણાવીએ. જે વિષે જાણીને તમને પણ થશે કે વાઉવ, આપણા દાદા-દાદીના સમયે વિજ્ઞાન આટલું આગળ હતું. ત્યારે વાંચો આ રસપ્રદ અને રોચક આર્ટીકલ...

હેલમેટ ગન

હેલમેટ ગન

1916માં એલ્બર્ટ બેકન પ્રેટે હેલમેટ ગનનો આવિષ્કાર કર્યો હતો. આ ગનનું ટ્રગર મોઢા પાસેની ટ્યૂબમાં હતું. એટલે કે તમે મોઢામાંથી ફૂંક મારો એટલે માથેથી ગોળી ચાલે. છે ને મસ્ત શોધ!

ધ ગૂફી બાઇક

ધ ગૂફી બાઇક

શિકાગોમાં Charles Steinlaufએ 1939માં આ ગૂફી બાઇકનો આવિષ્કાર કર્યો હતો. આ બાઇકની વિશેષતા એ હતી કે તેમાં આખો પરિવાર જઈ શકતો હતો. આ ફોટોમાં આ વાત સાબિત થાય છે.

હેન્ડ-ફ્રી હટ ટિપર

હેન્ડ-ફ્રી હટ ટિપર

જેમ્સ બોયઝ આ ડિવાઇઝને 1896માં બનાવ્યું હતું. આ ડિવાઇઝને માથામાં પહેરવામાં આવતું હતું. જેના દ્વારા તમે કોઇને ગ્રીટ કરવા માટે માથુ ઝૂકાવો તો આ ટોપી પણ આપો આપ ઝૂકી જતી હતી. તે પણ પડ્યા વગર!

સ્ટીમ મેન

સ્ટીમ મેન

સ્ટીમ મેનની શોધ એટલા માટે કરવામાં આવી હતી કે ઘોડોને વધુ વજનના ઉઠાવવું પડે. આ એક સ્ટીમથી ચાલતો રોબોટ હતો. જે પ્રતિ કલાક 48 કિમીની ઝડપે ચાલતો હતો. જો કે તેવું વજન 230 કિગ્રા હતું.

બ્લિઝાર્ડ કોન

બ્લિઝાર્ડ કોન

આ શોધ ખાસ મહિલાઓ માટે થઇ હતી. આ શંકુ આકાર માસ્ક પહેર્યા બાદ મહિલાઓનો મેક-અપ બગડતો નહતો. તેવું શોધકર્તાનું કહેવું હતું.

પલો ગન

પલો ગન

ન્યૂયોર્કના ફ્રંશર અને ફ્રેચે આ ગન ત્યારે બનાવી હતી જ્યારે સિવિલ વોર ચાલી રહ્યો હતો. આ એક ગુપ્ત ગન હતી.

ડિમ્પલ મેકર

ડિમ્પલ મેકર

ખંજન બનાવા માટેનું મશીન OMG! આ મશીન ચહેરા પર ખજંન બનાવામાં મદદ કરતું હતું. બોલે છે ને સખતનો આવિષ્કાર.

ઓટોમેટિક ફૂડ કૂકર

ઓટોમેટિક ફૂડ કૂકર

આ કૂકરનો આવિષ્કાર જૂન 1930માં થયો હતો. કારના રિયર બમ્પરમાં રાખેલ આ કૂકર ખાવાનું પણ બનાવતું હતું.

ડબલ એન્ડેડ પાઇપ

ડબલ એન્ડેડ પાઇપ

તે સમય બહુ સિગરેટ પીવાતી હતી. ત્યારે સિગરેટ લવર્સ માટે જ આ પાઇપ બનાવામાં આવી હતી. આ પાઇપ એકલો સિગરેટ પીવા વાળા લોકો માટે ખાસ બનાવામાં આવી હતી.

એક સાથે 20 સિગરેટ

એક સાથે 20 સિગરેટ

આ પાઇપની મદદથી તમે એક સાથે 20 સિગરેટ પી શકતા હતા. માનવામાં ના આવતું હોય તો આ ફોટો જોઇ લો. જો કે તે બાદ સ્વાસ્થયનું શું થતું હશે તે તો ભગવાન જ જાણે.

ડબલ એન્ડેડ પાઇપ

ડબલ એન્ડેડ પાઇપ

આ દ્વારા તમે અને તમારી પ્રેમિકા સાથે એક સાથે એક સિગરેટનો કસ ખેંચી શકો છો. બે સ્ટ્રો સાથે નાળિયેર પાણી પીતા હિરો હિરોઇનને તો તમે ધણીવાર જોયા હશે પણ આ નવું છે!

English summary
crazy invention our grandparents thought were the most great ideas. But seriously it was very hard to get why these were invented and how did the get these ridiculous ideas.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X