For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ ડિસેમ્બરમાં, ભારત પછાડી દેશે અમેરિકાને, જાણો કયા ક્ષેત્રમાં?

|
Google Oneindia Gujarati News

3 વર્ષની ઉંમરથી બાળકો મોબાઇલ પર ગેમ રમવા લાગે છે. 6 વર્ષની ઉંમરમાં તે પોતાની પસંદનું એપ ડાઉનલોડ પણ કરી લે છે. યુવાનો તો પહેલેથી જ ઇન્ટરનેટ સાથે જોડાયેલા છે. અને હવે વુદ્ધો પણ વોટ્સઅપથી ચેટિંગ કરવામાં વ્યસ્ત છે. જે બતાવે છે ડિજિટલ ભારતની તસવીર. ભારતમાં ઇન્ટનેટ ઉપભોક્તાઓ જલ્દીથી વધી રહ્યા છે. ડિસેમ્બર 2015માં ભારતમાં 40.2 કરોડ ઇન્ટરનેટ ઉપભોક્તાઓ હશે. ખાસ વાત તે છે કે આજ કારણે ભારત અમેરિકાને પછાળ છોડી દેશે.

ઇંટરનેટ વગર આ રીતે જુઓ યૂટ્યૂબમાં વીડિયો..ઇંટરનેટ વગર આ રીતે જુઓ યૂટ્યૂબમાં વીડિયો..

અને આ વાત બહાર આવી છે ઇન્ટરનેટ એન્ડ મોબાઇલ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (આઇએએમએઆઇ) અને આઇએમઆરબી ઇન્ટરનેશનની રિપોર્ટમાં. રિપોર્ટમાં કેટલાક તેવા તથ્યો બહાર આવ્યા છે. તેમાંથી અમુક વિષે જાણીને તમને ગર્વ પણ થશે અને અમુક વિષે જાણીને તમને આશ્ચર્ય પણ થશે.

હેકર આ રીતે કરે છે ઓનલાઇન છેતરપિંડી

રિપોર્ટ મુજબ જે તથ્યો બહાર આવ્યા છે તે નીચે પ્રમાણે છે

1. પાછલા એક વર્ષમાં ભારતમાં ઇન્ટરનેટ ઉપભોક્તાઓની સંખ્યામાં 49 ટકા જેટલો વધારો થયો.
2. 1 કરોડથી 10 કરોડ સુધી પહોંચવામાં ભારતને 10 વર્ષ લાગ્યા. અને 10 કરોડથી 20 કરોડ સુધી પહોંચવામાં ખાલ 3 વર્ષ
3. 20 કરોડથી 40 કરોડ ઇન્ટરનેટ ઉપભોક્તા ખાલી એક વર્ષમાં જ બની ગયા.
4. ઓક્ટોબરમાં 2015માં ભારતના કુલ ઇન્ટરનેટ ઉપભોક્તાની સંખ્યા હતી 37.5 કરોડ.
5. સૌથી વધુ ઇન્ટરનેટ ઉપભોક્તાના લિસ્ટમાં ભારત વિશ્વમાં ત્રીજા નંબરે છે.
6. ડિસેમ્બરમાં ભારત અમેરિકાને પછાડીને બીજા નંબરે આવી જશે. જ્યારે પહેલા નંબર ચીન છે.

ત્યારે આ રિપોર્ટની અન્ય કેટલીટ રોચક અને રસપ્રદ માહિતી જાણો અહીં...

પુરુષ-મહિલાઓ

પુરુષ-મહિલાઓ

ભારતમાં ઇન્ટરનેટ ઉપભોક્તાઓમાં 71 ટકા પુરુષો છે અને 29 ટકા મહિલાઓ.

પુરુષ ઉપભોક્તા

પુરુષ ઉપભોક્તા

પુરુષ ઉપભોક્તાઓની સંખ્યામાં 50 ટકા વધારો થયો છે.

મહિલાઓ

મહિલાઓ

મહિલા ઉપભોક્તાઓની સંખ્યામાં 46 ટકા વધારો થયો છે.

શહેરી ભારત

શહેરી ભારત

શહેરમાં રહેતા ભારતની વાત કરીએ તો પુરુષો અને મહિલાઓમાં અનુપાત 62:38 છે.

ગ્રામીણ ભારત

ગ્રામીણ ભારત

ગ્રામીણ ભારતમાં 88 ટકા ઇન્ટરનેટ ઉપભોક્તા પુરુષ છે.

આયુ વર્ગ

આયુ વર્ગ

ગ્રામીણ ભારતમાં 75 ટકા ઉપભોક્તા 18-30 વર્ષની આયુના લોકો છે. જ્યારે 11 ટકા 18 વર્ષથી ઓછી ઉંમર ધરાવે છે તો 8 ટકા 31 થી 45 વર્ષની વચ્ચે છે.

કોલેજ ગોઇંગ

કોલેજ ગોઇંગ

ભારતમાં 32 ટકા લોકો કોલેજ ગોઇંગ વિદ્યાર્થીઓ છે. અને 26 ટકા યુવા.

ગ્રામીણ ભારત

ગ્રામીણ ભારત

ડિસેમ્બર 2015માં ગ્રામીણ ભારતમાં મોબાઇલ ઇન્ટરનેટ ઉપભોક્તાની સંખ્યા 8.7 કરોડ થઇ જશે.

જૂનમાં ગ્રામીણ ભારત

જૂનમાં ગ્રામીણ ભારત

જૂન 2016 સુધીમાં ગ્રામીણ ભારતમાં મોબાઇલ ઇન્ટરનેટ ઉપભોક્તાઓની સંખ્યા 10.9 કરોડ થઇ જશે.

English summary
India will overtake the US as the second largest Internet users’ base in the world in December 2015.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X