For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ સાધના કર્યા વગર અધોરી, અધોરી નથી બનતો, જાણો વધુ...

|
Google Oneindia Gujarati News

અધોરી એક એવો સમાજ જેને પોતાના શિવભક્ત હોવા પર માન છે. જે કાળો જાદુ, તંત્ર, મંત્ર અને કાળી શક્તિઓ દ્વારા જીવન મૃત્યુના આ ભેદને સર કરવામાં માને છે. તેમના માટે કશું પણ ગંદુ, અભદ્ર નથી, તેમના માટે બધુ શિવમયી છે અને જેમાં શિવ છે તે સુંદર જ છે. આવા જ અધોરી અને તેમની વિચિત્ર સાધના અને દેખાવ વર્ષોથી આપણા મનસપટલ પર ડર અને જિજ્ઞાસા ઊભી કરે છે.

અને આજ કારણ છે કે અજ્ઞાત વાસમાં રહેવાનું પસંદ કરતા આ અધોરી સાધુઓ વિષે આપણે વધુમાં વધુ માહિતી જાણવામાં માટે હંમેશા તત્પર રહીએ છીએ. ત્યારે આજે અમે તમને અધોરી સાધુઓની કેટલીક ખાસ વાતો કહેવાના છીએ. અને સાથે જ તેવું સાધના વિષે કહેવાના છીએ જે એક સાધુને અધોરી બનાવે છે. દરેક અધોરી સાધુને આ સાધનામાંથી પસાર થવું પડે છે તેના વગર તે અધોરી સાધુ નથી બનતો. જાણો આ સાધના અને અધોરીઓ વિષે વધુ અહીં....

માનવ ખોપડી વગર સાધના અધૂરી

માનવ ખોપડી વગર સાધના અધૂરી

શૈવ ધર્મથી જોડાયેલા આ અધોરી સાધુઓ તમામ વસ્તુઓનો ત્યાગ કરી દે છે પણ એક વસ્તુ જે તે હંમેશા પોતાની સાથે રાખે છે તે છે માનવ ખોપડી. ઓધરી બનતા પહેલા સાધુ પાસે પોતાની માનવ ખોપડી હોવી જરૂરી છે. ધણીવાર આવી માનવ ખોપડી તેને ગુરુથી ગુરુદક્ષિણા રૂપે પણ મળી છે.

અધોરીમાં ગુરુનું મહત્વ

અધોરીમાં ગુરુનું મહત્વ

અધોરી ત્યારે જ સાચો અધોરી બની શકે છે જ્યારે કોઇ અન્ય અધોરી સાધુ તેને ગુરુદક્ષિણા આપી તેનો ચેલો બનાવી. અધોરી સાધુમાં તંત્ર, મંત્ર સાથે જોડાયેલા હોય છે અને યોગ્ય સાધના અને યોગ્ય તંત્ર દ્વારા મોક્ષ મેળવવા માટે ગુરુ મહત્વની ભૂમિકા ભજવે છે.

કેમ ધૃણા કરી અધોરી માટે પાપ છે?

કેમ ધૃણા કરી અધોરી માટે પાપ છે?

સાચો અધોરી તે જ કહેવાય છે જેને કોઇ વસ્તુ પ્રત્યે ધૃણા કે અસુગ ના કરતો હોય. તે કોઇ પણ વસ્તુને જોઇને તે નથી કહેતા કે "છી આ કેટલી ગંદી છે", તે પછી માંસ હોય કે લાશ હોય. કારણ કે અધોરીઓ માને છે કે સંસારના કણે કણમાં શિવ સમાયેલો છે. અને જેમાં શિવ છે તે સુંદર જ છે. તો તેનાથી ધૃણા કેવી રીતે કરાય!

ત્રણ સાધના

ત્રણ સાધના

અધોરીમાં ત્રણ પ્રકારની સાધના મહત્વનું સ્થાન ધરાવે છે. સ્મશાનમાં કરવામાં આવતી આ તમામ સાધનામાં અધોરી જીવનનો હિસ્સો છે. જો કે તેમાં સૌથી પહેલી અને સૌથી મહત્વની છે પંચકરા સાધના જે અધોરીને અધોરી બનાવે છે.

પંચકરા સાધના

પંચકરા સાધના

આ સાધના માણસનું સન્યાસી બનવાની સફર શરૂ કરે છે જેમાં તે પોતાની માનસિક સ્થિતિને કંટ્રોલ કરીને દુનિયાની સપર્ક તોડીને શિવમયી બની જાય છે. વળી આ માટે અધોરી ગુરુ દ્વારા માર્ગદર્શન લેવું પણ બહુ જરૂરી છે કારણ કે તેમાં કેટલાક ખાસ મંત્રો અને ઉચ્ચારણની જરૂર પડે છે. અને સાથે જ હવન કુંડ, માંસ અને શરાબની

શિવલતા મુદ્રા

શિવલતા મુદ્રા

અધોરીમાં શિવલતા મુદ્રાનું પણ મોટું મહત્વ છે. તેમાં અધોરી દ્વારા શિવ અને પાર્વતીના નર-નારી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. જેમાં મહિલા મડદા સાથે સંભોગ કે મૈથ્યુનનો દ્વારા શિવ-પાર્વતીની આરાધના કરવામાં આવે છે.

શવ સાધના

શવ સાધના

શવ સાધનામાં મડદા સમક્ષ કરવામાં આવે છે. સ્મશાનમાં થતી આ સાધનામાં મડદા પર બેસીને તંત્ર,મંત્ર અને પૂજા કરવામાં આવે છે. અને મડદા પર દારૂ પણ ચઢાવવામાં આવે છે. શવપીઠ પૂજા વખતે કોઇ વિક્ષેપ ના પડે તે માટે અધોરી એક ખાસ મંત્ર બોલી શબની ચારે બાજુ રેખા ખેંચે છે અને આ રીતે પૂજા કરે છે.

English summary
Lifestyle and few mysterious things about aghori sadhus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X