For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: અમારી પહેલી ડેટ 8 કલાક ચાલી... ખૂબ જ શાનદાર છે લગ્ન કરનાર પહેલા સમલૈંગિક જોડાની લવ સ્ટોરી

તેલંગાનામાં લગ્ન કરનાર પહેલા સમલૈંગિક કપલે પોતાની લવસ્ટોરી શેર કરી છે જે ઈન્ટરનેટ પર છવાયેલી છે.

|
Google Oneindia Gujarati News

હૈદરાબાદઃ તેલંગાનામાં લગ્ન કરનાર પહેલુ સમલૈંગિક કપલ જેમના લગ્ન હાલમાં જ છવાયેલા રહ્યા હતા તેઓ એક વાર ફરીથી ચર્ચામાં આવી ગયા છે. દિલ્લીના અભય ડાંગે(34) અને પશ્ચિમ બંગાળના સુપ્રિયો ચક્રવર્તી(31)એ 8 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ લગ્ન કરી લીધા હતા. હવે આ જોડાએ પોતાની લવસ્ટોરી શેર કરી છે જે ઈન્ટરનેટ પર છવાયેલી છે.

કૌફી હાઉસથી શરુ થઈને સલૂનમાં ખતમ થઈ પહેલી ડેટ

કૌફી હાઉસથી શરુ થઈને સલૂનમાં ખતમ થઈ પહેલી ડેટ

હ્યુમન્સ ઑફ બૉમ્બેના અધિકૃત ઈન્સ્ટાગ્રામ પેજ પર બંનેના લગ્નની અમુક પળો અને કાર્યક્રમોને બતાવવામાં આવ્યા છે. વીડિયોના કેપ્શનમાં બંનેની આખી લવસ્ટોરી વર્ણવવામાં આવી છે. વીડિયોનુ શીર્ષક કંઈક આમ શરુ થાય છે - અભય સાથે મારી પહેલી ડેટ સાત કલાકથી વધુ સમય સુધી ચાલી! જે કૉફી પીવાથી શરુ થઈ અને એક સલૂનમાં ખતમ થઈ જ્યાં અભયે પોતાના વાળ કપાવ્યા. ડેટની શરૂઆત ઘણી સારી હતી. ત્યારબાદ અમે એક પછી એક ઘણી બધી ડેટ પર ગયા. હું તેના તરફ આકર્ષિત થતો જઈ રહ્યો હતો પરંતુ તેમછતાં અમે બંને એક સીમામાં બંધાયેલા હતા. તે(અભય) અંતર્મુખી છે જ્યારે હું આખાબોલો વ્યક્તિ છુ. પરંતુ અમારા મૂલ્યો સમાન છે અને અમે બંને પારિવારિક વ્યક્તિઓ છીએ માટે અભયે અમારા બંનેના સંબંધો વિશે પોતાના ઘરવાળાને જણાવી દીધુ. તેમણે અમને આશીર્વાદ આપ્યા અને અમારા નિર્ણયનુ સ્વાગત કર્યુ.

માતાપિતાનો મળ્યો પૂરો સાથ

માતાપિતાનો મળ્યો પૂરો સાથ

હવે અમારા બંનેના રિલેશનશિપ વિશે પોતાના ઘરવાળાને જણાવવાની જવાબદારી મારી હતી. મે માને હૈદરાબાદ બોલાવી ત્યારબાદ મે માને ઘરે સમજાવ્યુ કે મા હું ગે છુ અને અભય મારા સાથી છે. ત્યારબાદ માએ અમને બંનેને ગળે લગાવી લીધા. આનાથી મને શાંતિ મળી. તેમણે અમને હિંમત આપી અને તેમની મદદથી મે મારા પિતા અને બહેન સાથે પોતાના રિલેશન વિશે વાત કરી. પપ્પાએ કહ્યુ કે જો તુ ખુશ હોય તો અમને કંઈ વાંધો નથી.

મે અભયને મારો પતિ બનાવાવ માટે સપના જોયા હતા પરંતુ કાનૂની અડચણો હતી

મે અભયને મારો પતિ બનાવાવ માટે સપના જોયા હતા પરંતુ કાનૂની અડચણો હતી

જેમ-જેમ અમારો પ્રેમ પરવાન ચડતો ગયો અમે અમારા પ્રેમની એનિવર્સરી મનાવતા ગયા. હું અભયને મારો પતિ બનાવવાના સપના જોવા લાગ્યો હતો પરંતુ કાનૂની અડચણો અમને મંજૂરી આપતી નહોતી અને ભારતના કાયદાની અડચણોના કારણે મારુ આ સપનુ હકીકતથી ઘણૂ દૂર હતી. એપ્રિલ 2021માં અમે બંને કોરોના પૉઝિટિવ થઈ ગયા. જો કે અભય એસિમ્ટોમેટિક હતા પરંતુ મને ખૂબ જ તાવ હતો. એ વખતે અભયે મારી સંભાળ લીધી. આ દરમિયાન મોકો જોઈને મે અભયને કહી દીધુ કે હું તારી સાથે લગ્ન કરવા માંગુ છુ. અભયે કહ્યુ કે હા, પરંતુ કેવી રીતે. આનાથી હું ખૂબ દુઃખી થઈ ગયો. મે તેને ભરોસો અપાવ્યો કે કાનૂની પ્રક્રિયાનુ મહત્વ નથી. આપણા પરિવારવાળા રાજી છે. ચલો, આપણે લગ્ન કરી લઈએ અને છેવટે અભયે હા પાડી દીધી. અમે ડિસેમ્બરમાં પરિવારવાળા સામે લગ્ન કરવાનો નિર્ણય કર્યો.

આજે હું ખૂબ ગર્વથી કહૂ છુ કે અભય મારા પતિ છે!

આજે હું ખૂબ ગર્વથી કહૂ છુ કે અભય મારા પતિ છે!

અમારા લગ્નમાં એ બધા કાર્યક્રમ થયા જે એક સામાન્ય લગ્નમાં થાય છે. મહેંદી, સંગીતથી લઈને બધુ જ. પોતાના લગ્નના દિવસે અમે અમારી જૂની ઘડિયાળો પહેરી અને જીવનભર એકબીજાનો સાથ આપવાની કસમો ખાધી. લગ્નનો દિવસ અમારા જીવનનો સૌથી હસીન દિવસ હતો. અમારી ચારે તરફ લોકો ઉભા રહીને અમને આશીર્વાદ આપી રહ્યા હતા, આ બધુ જાદુઈ હતુ. મે ક્યારેય વિચાર્યુ નહોતુ કે મારુ સપનુ સાચુ થઈ જશે પરંતુ આ બન્યુ. અભ અને મે આ કરી બતાવ્યુ. અમે બંને સાથે રહીએ છીએ અને આજે હું ખૂબ ગર્વથી અભયને પોતાના પતિ ગણાવુ છુ.

English summary
The first gay married couple told their love story
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X