For Quick Alerts
For Daily Alerts
Viral Video: ટાઇગર સાથે મસ્તી પડી ભારે, જુઓ શુ થયો હાલ
જાનવરો સાથે રમવાનો કે પછી તેને પાળવાનો શોખ હોઈ તો આ વીડિયો એક વાર ચોક્કસ જુઓ. આ વીડિયો સાઉદી આરબનો છે. જ્યાં એક વ્યક્તિને ટાઇગર સાથે મસ્તી કરવું ભારે પડી ગયું. પોતાના મિત્રના પાલતુ ટાઇગર સાથે રમવાની કોસીસ કરી. જવાબમાં ટાઈગરે તેના પર હુમલો કરીને તેને ઘાયલ કરી દીધો.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે ટાઇગર રમવાના મૂડમાં બિલકુલ હતો જ નહિ. પરંતુ તે વ્યક્તિ ટાઇગરને રમવા માટે મજબુર કરી રહ્યો હતો. ટાઈગરે તે વ્યક્તિને એવો પાઠ ભણાવ્યો કે તે ક્યારેય પણ તેને ભૂલી નહિ શકે.
ટાઈગરે જયારે હુમલો કર્યો ત્યારે તેનો મિત્ર બચાવવાના બદલે વીડિયો બનાવવામાં વ્યસ્ત હતો. વીડિયોમાં તેની હસી સાફ સાફ સંભળાઈ છે. પરંતુ જયારે ટાઈગરે તેનો પગ પકડીને ઘસડવાનું ચાલુ કર્યું ત્યારે તેનો મિત્ર મદદ માટે આવ્યો. તો જુઓ આ વીડિયો...