For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અજાણ્યા નંબરથી મહિલાને લાગી 11 કરોડની લૉટરી, સ્પેમ કૉલ સમજીને વારંવાર કરી રહી હતી ઈગ્નોર

તાસ્માનિયાના લૉન્સેસ્ટનમાં રહેતી એક મહિલાને ઘણા સમયથી અજાણ્યા નંબરથી કૉલ આવી રહ્યા હતા. જેના પર તેને લાગી 11 કરોડની લૉટરી અને..

|
Google Oneindia Gujarati News

લૉન્સેસ્ટનઃ નસીબ એક વાર દરવાજો ખખડાવે અને જો તમે સમયે દરવાજો ખોલી દીધો તો ઠીક નહિતર આવો મોકો વારંવાર નથી મળતો. જો કે તસ્માનિયાની રહેવાસી એક મહિલા એટલી નસીબદાર હતી કે વારંવાર અજ્ઞાત નંબરથી આવી રહેલા કૉલને નજરઅંદાજ કરવા છતાં તેને ફોન આવતા રહ્યા. અંતે કંટાળીને તેણે કૉલ રિસીવ કર્યો તે તેની ખુશીનો પાર ન રહ્યો.

સ્પેમ કૉલે જીતાડી દીધા કરોડો રૂપિયા

સ્પેમ કૉલે જીતાડી દીધા કરોડો રૂપિયા

મહિલાને ત્યારે સમજમાં આવ્યુ કે કૉલ પિક ન કરીને તે કેટલી મોટી ભૂલ કરી રહી હતી. મહિલાએ ફોન પર જે કંઈ પણ સાંભળ્યુ તેને જાણીને તમે પણ ચોંકી જશો. વાસ્તવમાં તાસ્માનિયાના લૉન્સેસ્ટનમાં રહેતી એક મહિલાને ઘણા સમયથી અજાણ્યા નંબરથી કૉલ આવી રહ્યા હતા. તે સ્પેમ કૉલ સમજીને વારંવાર તેને નજરઅંદાજ કરી રહી હતી.

ન રહ્યો ખુશીનો પાર

ન રહ્યો ખુશીનો પાર

છેવટે 31 જુલાઈએ તેણે કંટાળીને અંતમાં ફોન ઉઠાવી લીધો. એ દિવસ બાદથી હવે મહિલાની જિંદગી બદલાઈ ગઈ છે. જેવો મહિલાઓ ગુસ્સામાં કૉલ ઉઠાવ્યો કે તરત જ તેને જણાવવામાં આવ્યુ કે તેને 11 કરોડ રૂપિયાની લૉટરી લાગી છે. પહેલા તો તેને કોઈ ફ્રૉડ કૉલ લાગ્યો પરંતુ જ્યારે તેને વિશ્વાસ અપાવવામાં આવ્યો ત્યારે તેની ખુશીનો પાર ન રહ્યો.

આટલા પૈસા કેવી રીતે ખર્ચ કરશે મહિલા?

આટલા પૈસા કેવી રીતે ખર્ચ કરશે મહિલા?

પોતાની ઓળખ છૂપાવવાની શરતે મહિલાએ મીડિયાને જણાવ્યુ કે જીતેલા પૈસાને તે અને તેનો પરિવાર યોગ્ય કામોમાં વાપરશે. મહિલાએ કહ્યુ કે સૌથી પહેલા તે પોતાની બધી લોન ચૂકવશે. સાથે જ જે લોકો પાસેથી ઉધાર પૈસા લીધા છે તેનો હિસાબ ક્લિયર કરશે અને પછી બચેલા પૈસાનુ રોકાણ કરશે. આ ઉપરાંત મહિલાએ અમુક પૈસા પોતાના પર ખર્ચ કરવાનો પણ પ્લાન બનાવ્યો.

ટાઈમ પાસ કરતા-કરતા જીતી લીધા કરોડો રૂપિયા

ટાઈમ પાસ કરતા-કરતા જીતી લીધા કરોડો રૂપિયા

એક તરફ ભારતમાં ઘણા લોકો લૉટરીને જુગાર માનીને તેનાથી દૂર રહે છે. જ્યારે વિદેશમાં આનો ખૂબ જ ક્રેઝ છે. દુનિયામાં એવા ઘણા લોકોના નસીબ લૉટરી દ્વારા ખુલી જાય છે. અમુક લોકો તો એવા હતા જે ખૂબ જ ગરીબ હતા પરંતુ લૉટરી જીત્યા પછી હવે ઠાઠથી રહે છે. હાલમાં જ આવો એક કેસ સામે આવ્યો હતો જ્યાં એક મહિલાએ ફ્લાઈટ મિસ થયા બાદ ટાઈમ પાસ માટે અમુક લૉટરીની ટિકિટ ખરીદી અને તેનુ નસીબ એવુ પલટ્યુ કે તેણે એક ઝટકામાં કરોડો રૂપિયા જીતી લીધા.

English summary
Woman got 11 crore lottery from unknown number was repeatedly ignoring spam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X