For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છ મહિનામાં 200થી વધુ શહેરોમાં 5G લોન્ચ કરશે : IT Minister

આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, આગાની 6 મહિનામાં 200 ભારતીય શહેરમાં 5G સેવાની સુવિધા ઉપલ્બ્ધ કરાવવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, આગાની 6 મહિનામાં 200 ભારતીય શહેરમાં 5G સેવાની સુવિધા ઉપલ્બ્ધ કરાવવામાં આવશે. નવી દિલ્હીમાં ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણના તુંરંત બાદ કેન્દ્રીય મંત્રીએ આ અંગે જાહેરાત કરી હતી.

આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ ઓફિસિયલી ભારતમાં 5G લોન્ચ કરવામાં આવ્યું છે. ભારતી એરટેલ, વીઆઇ અને રિલાયન્સ જીઓ જેવી ટેલિફોનિક કંપનીઓએ અત્યાર સુધી ગ્રાહકોને તારીખ અને કિંમત વિશે કોઇ માહિતી આપી નથી. આ સાથે એરટેલ અને જીઓએ જણાવ્યું છે કે, તેમની 5G સર્વિસ વર્તમાન મહિનામાં યુઝર્સ સુધી પહોંચશે.

15 ઓગસ્ટ, 2023 થી 5G સેવાઓ ઓફર કરશે BSNL

15 ઓગસ્ટ, 2023 થી 5G સેવાઓ ઓફર કરશે BSNL

કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે, આગામી છ મહિનામાં 200 થી વધુ શહેરોમાં 5G સેવાઓ ઉપલબ્ધ થશે, આગામી બે વર્ષમાં દેશની 80-90 ટકા 5G સર્વિસ પ્રોવાઇડ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. BSNL 15 ઓગસ્ટ, 2023થી 5G સેવાઓ શરૂ કરવા જઇ રહી છે. આ 5G આર્થિક રીતે પણ સસ્તી હશે.

દિવાળીથી શરૂ થશે Jioની 5G સર્વિસ

દિવાળીથી શરૂ થશે Jioની 5G સર્વિસ

Jio દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેમની 5G સર્વિસ ચાર મોટા શહેરોમાં દિવાળી (23-24 ઓક્ટોબર) સુધીમાં શરૂ થશે. આ ઉપરાંત એરટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેની 5G સેવાઓ 1 ઓક્ટોબરથી ઉપલબ્ધ થશે, જોકે તે ટ્રાયલ બેઝ માટે હોવાની શક્યતા છે.

આ સાથે એરટેલે વધુમાં જણાવ્યું હતું કે, તેમની 5G સેવાઓ પ્રથમ તબક્કામાં આઠ શહેરોમાં પહોંચશે. જ્યારે વોડાફોન-આઇડિયા દ્વારા આ અંગે હજૂ સુધી કોઈ નિવેદન કે માહિતી શેર કરવામાં આવી નથી.

ગ્રામ્ય વિસ્તારોના લોકોને થશે ફાયદો

ગ્રામ્ય વિસ્તારોના લોકોને થશે ફાયદો

IT મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા રવિવારના રોજ જણાવવામાં આવ્યું હતું કે, સરકાર દેશભરમાં 100 5G લેબ સ્થાપવામાં આવશે અને આમાંથી કેટલીક લેબ વિદ્યાર્થીઓને તાલીમ આપવા, નવીનતા, સંશોધન તેમજ પ્રયોગોને પ્રોત્સાહન આપવા માટે ઇન્ક્યુબેટર બનશે.

તેઓ ગ્રામીણ વિસ્તારોમાં જઈને લોકોને ફાયદો પહોંચાડી રહ્યા છે

તેઓ ગ્રામીણ વિસ્તારોમાં જઈને લોકોને ફાયદો પહોંચાડી રહ્યા છે

આ સાથે તેમણે જણાવ્યું હતું કે, સરકાર તમામ ટેલિકોમ કંપનીઓ માટે લાઇસન્સિંગ સિસ્ટમને સરળ બનાવવા માટે નોંધપાત્ર રીતે કામ કરી રહી છે. સ્ટાર્ટઅપ્સ અને MSMEનો ઉત્સાહ જોઈને મને ખરેખર આનંદ થાય છે કે, તેઓ ગ્રામીણ વિસ્તારોમાં જઈને લોકોને ફાયદો પહોંચાડી રહ્યા છે.

130 કરોડ ભારતીયોને અભિનંદન પાઠવ્યા

130 કરોડ ભારતીયોને અભિનંદન પાઠવ્યા

આ સાથે અશ્વિની વૈષ્ણવે આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ભારત જેવી મોટી અર્થવ્યવસ્થા કે, જેમાં પ્રતિભા છે, તે વિદ્યાર્થીઓમાંથી નેતૃત્વની ભૂમિકા નિભાવવા માટે ઉભરી રહી છે. જેથી હવે સ્વદેશી રીતે ડિઝાઇન, વિકાસ અને ઉત્પાદન કરી રહ્યા છીએ અને વિશ્વને આ સ્કેલ અને ઝડપ બતાવી રહ્યા છીએ કે, જે માટે 5G સર્વિસની મદદ લેવામાં આવશે.

5G ના રૂપમાં મળી અદ્ભુત ભેટ

5G ના રૂપમાં મળી અદ્ભુત ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારના રોજ 5G સેવાઓ શરૂ કરી છે. આ સાથે ભારતે અલ્ટ્રા હાઇ-સ્પીડ ઇન્ટરનેટના યુગમાં પ્રવેશ કર્યો છે. આજે 130 કરોડ ભારતીયોને 5G સર્વિસ ના રૂપમાં દેશ અને દેશના ટેલિકોમ ઉદ્યોગ તરફથી અદ્ભુત ભેટ મળી રહી છે.

English summary
5GWill launch in more than 200 Indian cities in six months : IT Minister
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X