For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ અંગેના 7 ભ્રમ

|
Google Oneindia Gujarati News

મ્યુચ્યુઅલ ફંડ આપને એક સાથે સ્ટોક અને બોન્ડ માર્કેટમાં રોકાણ કરવાની તક આપે છે. મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો પાસેથી નાણા મેળવીને તેને એક સામયે શેર્સમાં રોકાણ અને વેચાણ કરે છે. આ લે - વેચમાંથી જે નફો મળે તેને રોકાણકારો વચ્ચે વહેંચી દેવામાં આવે છે. મ્યુચ્યુઅલ ફંડના અનેક પ્રકારો છે. જેમાં રોકાણકાર પોતાની વ્યક્તિગત જોખમ લેવાની ક્ષમતાના આધારે રોકાણ કરે છે.

અહીં અમે મ્યુચ્યુઅલ ફંડ સાથે સંકળાયેલા કેટલાક ભ્રમની વાત કરીએ છીએ જેના કારણે રોકાણકારો તેમનું ધાર્યું રોકાણ કરીને સારું વળતર મેળવી શકતા નથી...

ભ્રમ 1 : મ્યુચ્યુઅલ ફંડ એક્સપર્ટ્સ માટે છે

ભ્રમ 1 : મ્યુચ્યુઅલ ફંડ એક્સપર્ટ્સ માટે છે


મોટ ભાગના લોકોને એવો ભ્રમ છે કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની અટપટી સમજવામાં મુશ્કેલ છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું માત્ર એક્સપર્ટ્સ માટે શક્ય છે. વાસ્તવમાં આ સાચું નથી. ઇક્વિટી માર્કેટની જેમ આપે નક્કી કરવાનું નથી કે ક્યાં નાણા રોકવા. મ્યુચ્યુઅલ ફંડમાં આ કામ ફંડ મેનેજર કરે છે.

ભ્રમ 2 : મ્યુચ્યુઅલ ફંડ લાંબા ગાળા માટે છે

ભ્રમ 2 : મ્યુચ્યુઅલ ફંડ લાંબા ગાળા માટે છે


મ્યુચ્યુઅલ ફંડમાં પણ અનેક ટૂંકા ગાળાની સ્કીમ્સ હોય છે. જેમાં આપ એક દિવસથી લઇને થોડા સપ્તાહો સુધી રોકાણ કરી શકો છો. જો કે લાંબાગાળાના રોકાણમાં થોડો વધારે ફાયદો મળે છે.

ભ્રમ 3 : મ્યુચ્યુઅલ ફંડ ઇક્વિટી પ્રોડક્ટ છે

ભ્રમ 3 : મ્યુચ્યુઅલ ફંડ ઇક્વિટી પ્રોડક્ટ છે


મોટા ભાગે લોકો બે શબ્દો સાથે સાંભળતા હોય છે. જેમાં તેઓ મ્યુચ્યુઅલ ફંડને ઇક્વિટી ફંડ સાથે સાંકળી દેતા હોય છે. વાસ્તવમાં મ્યુચ્યુઅલ ફંડ ઇક્વિટીથી લઇને ડેબ્ટમાં રોકાણ કરતા હોય છે.

ભ્રમ 4 : વધારે કરતા ઓછા NAV વાળા મ્યુચ્યુઅલ ફંડ વધુ સારા

ભ્રમ 4 : વધારે કરતા ઓછા NAV વાળા મ્યુચ્યુઅલ ફંડ વધુ સારા


વ્યક્તિએ માત્ર ઓછા NAV અને વધારે યુનિટ તરફ ધ્યાન આપવું ના જોઇએ. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા સમયે અન્ય પરિબળો પણ જોવા જોઇએ. જેમાં તેનો ટ્રેક રોકોર્ડ, ફંડ મેનેજમેન્ટ અને વૉલેટિલિટીનો સમાવેશ થાય છે.

ભ્રમ 5 : મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા વધુ નાણા જરૂરી

ભ્રમ 5 : મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા વધુ નાણા જરૂરી


મ્યુચ્યુઅલ ફંડમાં એવા કેટલાક ફંડ્સ્ પણ છે જેમાં માત્ર રૂપિયા 1000નું રોકાણ પણ થઇ શકે છે. મહત્તમ રકમની કોઇ મર્યાદા નથી. વળી ઇક્વિટી લિંક્ડ ફંડમાં તો માત્ર રૂપિયા 500નું પણ રોકાણ કરી શકાય છે. કેટલાક મ્યુચ્યુઅલ ફંડ SIP પણ ઓફર કરે છે.

ભ્રમ 6 : ડિમેટ એકાઉન્ટ જરૂરી

ભ્રમ 6 : ડિમેટ એકાઉન્ટ જરૂરી


મ્યુચ્યુઅલ ફંડ અનેક રીતે ખરીદી શકાય છે. જેમાં ઓફલાઇન, ઓનલાઇન મોડ છે. ડિમેટ એકાઉન્ટ ખોલાવવું જરૂરી નથી. પણ ડિમેટ એકાઉન્ટનો ફાયદો એ છે કે તેની મદદથી આપ અન્ય ફંડને પણ મેનેજ કરી શકો છો.

ભ્રમ 7 : વધુ NAVવાળા ફંડ ટોચે પહોંચે છે

ભ્રમ 7 : વધુ NAVવાળા ફંડ ટોચે પહોંચે છે


આ સામાન્ય ભ્રમ છે. કારણ કે મ્યુચ્યુઅલ ફંડનું શેર્સ સાથે સામાન્ય જોડાણ હોય છે. આને વધારે સારી રીતે સમજવા NAVને સમજવું જરૂરી છે કે તે બીજું કશું નહીં પણ માર્કેટ વેલ્યુનું પ્રતિબિંબ છે.

English summary
7 Myths About Mutual Fund Investments.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X