For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં સારા શેર્સ પસંદ કરતા પહેલા 7 બાબતો ચકાસો

|
Google Oneindia Gujarati News

ભારતીય શેરબજારમાં આપ સારા શેર્સમાં રોકાણ કરવા માંગતા હોવ તો માત્ર નામ પરથી ખરીદી કરવામાં સમજદારી નથી. સારા શેર્સની ખરીદી કરવા માટે કેટલાક માપદંડો ચકાસવા પડે છે. આપને સારા શેર્સની પસંદગી કરવામાં મદદ મળી રહે તે માટે અમે અહીં ખાસ ટિપ્સ આપી રહ્યા છીએ...

કેવા શેર્સની ખરીદી ટાળવી?

કેવા શેર્સની ખરીદી ટાળવી?


માર્કેટમાંથી નાણા મેળવવા માટે કેટલાક પ્રમોટર્સ રોકાણકારોને વિનંતી કરતા હોય છે. આ વિનંતી જ સ્પષ્ટ કરે છે કે પ્રમોટર્સ અને કંપનીને નાણાની જરૂર હોય છે. તેના આધારે સમજદાર રોકાણકાર સમજી શકે છે કે કંપની કેશ રિચ નથી. તેનો કેશ ફ્લો પણ સારો નથી. આ કારણે આવી કંપનીઓના સ્ટોક્સ ખરીદવાનું ટાળવું જોઇએ.

પ્રમોટર્સનું હોલ્ડિંગ ચકાસો

પ્રમોટર્સનું હોલ્ડિંગ ચકાસો


જો પ્રમોટર્સ કંપનીમાં સમય જતા પોતાનું હોલ્ડિંગ વધારે તો સમજવું કે કંપનીની કામગીરી સારી છે. અને ભવિષ્યમાં તે લાભ કરાવી શકે છે. આ બાબત કંપનીમાં પ્રમોટરનો વિશ્વાસ પણ દર્શાવે છે. પણ જો પ્રમોટર કંપનીમાં પોતાનું હોલ્ડિંગ ઘટાડે, શેર્સ વેચે તો સમજવું કે કંપનીની સ્થિતિ ડામાડોળ છે. આ કારણે પ્રમોટર્સની પ્રવૃત્તિ પર નજર રાખવી જરૂરી છે.

કંપનીનો કેશ ફ્લો ચકાસો

કંપનીનો કેશ ફ્લો ચકાસો


કંપનીનો કેશ ફ્લો ચકાસવો જોઇએ. કેશ ફ્લો સારો હશે તો સમજવું કે કંપની સારું પરફોર્મ કરી રહી છે. આ બાબત દર વર્ષે ચકાસવી જરૂરી છે. કારણ કે કેટલીકવાર કંપની ઉધારીના નાણા પર ચાલી રહી હોય છે.

ડેબ્ટ ચકાસો

ડેબ્ટ ચકાસો


જો કંપની કોઇ પણ પ્રકારના વિસ્તરણ પ્લાન વિના પણ દેવું કરી રહી હોય તો આવી કંપનીઓના શેર્સ ખરીદવાનું ટાળવું જોઇએ છે.

52 સપ્તાહની હાઇ/લૉ પ્રાઇસ ચકાસો

52 સપ્તાહની હાઇ/લૉ પ્રાઇસ ચકાસો


જો સ્ટોકમાં સતત 52 સપ્તાહથી તેજી ચાલી રહી હોય તો આપે આ સ્ટોક ખરીદવાનું ટાળવું જોઇએ કારણ કે તેણે લાભ મેળવી લીધો છે. એટલે ભવિષ્યમાં તેમાં કરેક્શન આવી શકે છે.

લાંબાગાળા માટે વિચારો

લાંબાગાળા માટે વિચારો


માર્કેટની સ્થિતિ વિચારવાની સાથે સ્ટોક્સની સ્થિતિ પણ વિચારો. જો તમે સારા સ્ટોક્સની પસંદગી કરી હશે તો લાંબા ગાળે તે ચોક્કસથી લાભ આપશે.

બેઝિક રેશિયો ચકાસો

બેઝિક રેશિયો ચકાસો


સ્ટોક્સની પસંદગી કરતા પહેલા કેટલાક બેઝિક પોઇન્ટ્સ ધ્યાનમાં લેવા જોઇએ. જેમ કે પ્રાઇસ ટુ અર્નિંગ્સ, પ્રાઇસ ટુ બુક વેલ્યુ. જો આપ આ રેશિયો સમજતા ના હોવ તો આપ એક્સપર્ટની સલાહ લઇ શકો છો. જો આ રેશિયો યોગ્ય મર્યાદામાં હોય તો તમે સ્ટોક ખરીદી શકો છો.

English summary
7 Things to Look For Before Buying a Quality Share or Stock in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X