એડીબીએ ભારતનો વૃધ્ધિદર 5.6 ટકા રહેવાની ધારણા દર્શાવી

એડીબીના એશિયન ડેવલપમેન્ટ આઉટલૂક 2012માં જણાવ્યા અનુસાર ભારત રોકાણક્ષેત્રે સ્થિતિ સુધારીને અને આર્થિક સુધારાઓનો પ્રચાર કરીને વૃધ્ધિદર નીચો જતો અટકાવી શકે એમ છે. એડીબીના અપડેટ મુજબ એશિયા વિસ્તારમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)નો વૃધ્ધિદર વર્ષ 2011ના 7.2 ટકાથી ઘટીને વર્ષ 2012માં 6.1 ટકા થશે એમ માનવામાં આવી રહ્યું છે.
હવે એડીબી દ્વારા વર્ષ 2013 માટેનો વૃધ્ધિદર અંદાજે 6.7 ટકા આંકવામાં આવ્યો છે. આ વિસ્તારમાં બે મહત્વનાં અર્થતંત્રો ચીન અને ભારતમાં શરૂઆતમાં સકારાત્મર વલણ બાદ વૈશ્વિક મંદીની અસર દેખાવાથી મંદીમાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
