For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફ્યુઅલ સપ્લાય મુદ્દે પરામર્શ સમજુતિ કરાર અંગેની બેઠક મળી

|
Google Oneindia Gujarati News

power
નવી દિલ્હી, 22 નવેમ્બર : વીજળી મંત્રાલય અને ઉર્જા ક્ષેત્રની અગ્રણી નિયમન સંસ્થા સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (સીઇએ)ને કોલ ઇન્ડિયા સાથે ઇંધણ પુરવઠા સમજુતી (એફએસએ) પર હસ્તાક્ષર કરવા માટે વીજળી ઉત્પાદક કંપનીઓ સાથે પરિચર્ચા કરવાની જરૂર પડી શકે છે.

આ સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખનારા સૂત્રોનું કહેવું છે કે વીજળી મંત્રાલય અને સીઇએને એફએસએ પર હસ્તાક્ષર કરવા સંબંધમાં વીજળી કંપનીઓની સહમતિ લેવાની જરૂર પડી શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કોલ ઇન્ડિયાએ આયાત કરવામાં આવેલા અને ઘરેલુ કોલસાને એક સાથે મેળવીને ભાવ નક્કી કરવા સંબંધમાં સીઇએના ફોરમ્યુલાને પોતાની સહમતિ આપી દીધી હતી.

સીઇએની દરખાસ્ત છે કે કિનારાના પ્લાન્ટ્સ તથા કિનારા અને કોલસા ખાણોથી દૂર આવેલા વીજળી ઉત્પાદન પ્લાન્ટ્સને આયાત કરવામાં આવેલા કોલસા પૂરા પાડવામાં આવે. સીઇએ દ્વારા એવું સૂચન પણ કરવામાં આવ્યું છે કે સમુદ્ર તટ પાસે આવેલા જૂના કોલસા આધારિત વીજળી ઉત્પાદન પ્લાન્ટ્સને જે કોલસા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે તે કોલસા ખાણો નજીક આવેલા પ્લાન્ટ્સને પણ આપવામાં આવે.

દરખાસ્ત મોકલવામાં આવી છે કે આયાત કરવામાં આવેલા મોંઘા કોલસા અમે ઘરેલુ કોલસાની કિંમતોમાં જે ફેરફાર આવે છે તે ઘરેલુ કોલસાથી પૂરો કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે આયાત કરવામાં આવેલા કોલસા 6000 રૂપિયા પ્રતિ ટનના ભાવે મળી છે. જ્યારે ઘરેલુ કોલસાની સરેરાશ કિંમત અંદાજે 4500 રૂપિયા પ્રતિ ટન છે. સીઇએ દ્વારા સૂચવવામાં આવ્યું છે કે સારી ગુણવત્તા ઘરાવતા કોલસાને આવી વ્યવસ્થાથી દૂર રાખવા જોઇએ.

English summary
Advisory agreement consultation meeting on fuel supply.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X