
IRCTC Update: સાંજે 4 વાગ્યાથી શરૂ થશે ટ્રેન ટિકિટોનુ ઑનલાઈન બુકિંગ, આ વાતોનું ધ્યાન રાખો
કોરોના વાયરસના કારણે સંક્રમણને ફેલાતો રોકવા માટે દેશભરમાં લૉકડાઉનમાં લગાવવામાં આવ્યુ. લૉકડાઉનના કારણે ભારતીય રેલવેની સર્વિસ પણ રોકવી પડી. દેશભરમાં ટ્રેન સેવાઓ અટકાવી દેવામાં આવી. હવે 52 દિવસો બાદ એક વાર ફરીથી પેસેન્જર ટ્રેનોનુ પરિચાલ શરૂુ કરવામાં આવશે. 12 મેથી દેશભરના 15 રૂટો પર પેસેન્જર ટ્રેનો દોડશે. ટ્રેનો માટે આજે સાંજે 4 વાગ્યાથી ટ્રેનોનુ બુકિંગ શરૂ થઈ જશે. જો કે આ ટ્રેનોમાં મુસાફરી કરવા માટે તમારે અમુક શરતોનુ પાલન કરવુ પડશે. ટ્રેનોનુ ટિકિટ બુકિંગ પણ માત્ર IRCTC દ્વારા જ થશે. ટિકિટોના બુકિંગ માટે આ મહત્વની વાતો જાણવી જરૂરી છે.

11 મેથી 4 વાગ્યાથી શરૂ થશે ઑનલાઈન ટિકિટોનુ બુકિંગ
કોરોના સંકટ વચ્ચે રેલવે મંત્રાલયે 12મેથી પેસેન્જર ટ્રેનની સેવા શરૂ કરવા જઈ રહી છે. રેલવે હાલમાં 15 ટ્રેનોનુ પરિચાલન જ કરશે. આ ટ્રેનો 15 શહેરો માટે જ ચાલશે. આજે સાંજે 4 વાગ્યાથી ટ્રેન ટિકિટોનુ બુકિંગ થશે. તમે આ 15 ટ્રેનોમાં અપ એન્ડ ડાઉન માટે ટિકિટોનુ બુકિંગ કરાવી શકો છો.

આ 15 ટ્રેનોમાં કરાવી શકો છો બુકિંગ
ટ્રેનોની શરૂથ સૌથી પહેલા નવી દિલ્લીથી થશે. તમે આ રૂટ્સ પર ટિકિટોનુ બુકિંગ પણ કરાવી શકો છો. આ રૂટ્સમાં નવી દિલ્લીથી દિબ્રુગઢ સ્પેશિયલ ટ્રેન, નવી દિલ્લીથી અગરતલા, નવી દિલ્લીથી હાવડા, નવી દિલ્લીથી પટના, નવી દિલ્લીથી બિલાસપુર, નવી દિલ્લીથી રાંચી, નવી દિલ્લીથી ભુવનેશ્વર, નવી દિલ્લીથી સિકંદરાબાદ, નવી દિલ્લીથી બેંગલુરુ, નવી દિલ્લીથી ચેન્નઈ, નવી દિલ્લીથી તિરુવનંતપુરમ, નવી દિલ્લીથી મડગાંવ, નવી દિલ્લીથી મુંબઈ સેન્ટ્રલ, નવી દિલ્લીથી અમદાવાદ અને નવી દિલ્લીથી જમ્મુ તાવી માટે ચાલશે. આ ટ્રેનોમાં રિટર્ન ટિકિટ પણ ઉપલબ્ધ છે.

IRCTCથી બુકિંગ માટેની શરતો
તમે 11 મેના રોજ એટલે કે સાંજે 4 વાગ્યાથી ઈ ટિકિટો માટે બુકિંગ કરાવી શકો છો. રેલવે સ્ટેશનોથી કાઉન્ટર ટિકિટોનુ બુકિંગ નહિ થાય ટ્રેન ટિકિટ માત્ર આઈઆરસીટીસીની વેબસાઈટ www.irctc.co.in પર મળશે. વળી, ઑનલાઈન ટિકિટોના બુકિંગ માટે આ વાતોનુ ધ્યાન રાખવુ જરૂરી છે.
- IRCTCની વેબસાઈટથી કરાવી શકો છો ટિકિટોનુ બુકિંગ
- IRCTCની મોબાઈલ એપથી ટિકિટ બુક કરાવી શકો છો.
- એજન્ટથી ટિકિટ નહિ કરાવી શકો ટિકિટોનુ બુકિંગ.
- તત્કાલ અને પ્રીમિયમ તત્કાલની સુવિધા નહિ હોય.
- કરન્ટ ટિકિટની પણ સુવિધા ઉપલબ્ધ નહિ હોય.
- માત્ર કન્ફર્મ ટિકિટો પર જ સફરની મંજૂરી હશે.
- અમુક ટ્રેનો રોજ નહિ ચાલે તેમનુ શિડ્યુલ જારી કરવામાં આવશે.
- આ ટ્રેનો માટે રિઝર્વેશન સાંજે 4 વાગ્યાથી શરૂ કરવામાં આવશે.

મુસાફરી માટે લાગુ થશે આ શરતો
12 મેથી શરૂ થઈ રહેલ ટ્રેનોમાં મુસાફરી માટે મુસાફરોએ લૉકડાઉનના નિયમો અને સોશિયલ ડિસ્ટંસીંગનુ ધ્યાન રાખવુ અનિવાર્ય હશે. આ સાથે જ મુસાફરોએ ચહેરા પર ફેસ કવર કે માસ્ક લગાવવુ અનિવાર્ય હશે. સાથે જ પ્રસ્થાનના સમયે સ્ક્રીનિંગમાંથી પસાર થવુ પડશે. આ ઉપરાંત માત્ર તે જ મુસાફરોને ટ્રેનમાં ચડવાની અનુમતિ હશે જેમને બિમારીના લક્ષણ નહિ હોય.

રેલવે મંત્રી પિયુષ ગોયલે ટ્વિટ કરીને આપી આ માહિતી
ટ્રેનોના પરિચાલન માટે રેલવે મંત્રી પિયુષ ગોયલે ટ્વિટ કરીને લખ્યુ કે રેલવે વારાફરતી પેસેન્જર ટ્રેન ચલાવવા વિશે વિચારી રહ્યુ છે. આને 12મેથી શરૂ કરવામાં આવશે. આ પહેલા તેમણે રાજ્ય સરકારોને અપીલ કરી કે તે પોતાને ત્યાં ટ્રેન મોકલવાની મંજૂરી આપે જેથી અલગ અલગ રાજ્યોમાં ફસાયેલા મજૂરોને તેમના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા થઈ શકે.
આ પણ વાંચોઃ લૉકડાઉનમાં પૂનમ પાંડેએ કર્યો આ ગુનો, બૉયફ્રેન્ડ સાથે થઈ ધરપકડ