For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એરલાઇન્સનો પુરુષોને બદલે વજનમાં હલકી મહિલા એરહોસ્ટેસ રાખવાનો આગ્રહ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 28 જૂન : ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. રૂપિયાની આ નબળાઇથી અનેક લોકો પરેશાન છે પણ તેણે હવે એક નવો શિકાર શોધ્યો છે. આ શિકાર બન્યા છે વિમાનમાં લોકોની સેવા માટે નિયુક્ત કરાતા પુરુષ કેબિન ક્રુ એટલે કે મેલ એટેન્ડેન્ટ્સ. લૉ કોસ્ટ વિમાન કંપની ગોએર દ્વારા હવે વધારે વજનવાળા પુરુષ પરિચારકોને બદલે પ્રમાણમાં વજનમાં હલકી મહિલા પરિચારકોને જ રાખવાનો નિર્ણય લીધો છે. આવું એટલા માટે કરવામાં આવ્યું છે કે વિમાન હલકું રહે અને ઇંધણનો ખર્ચ ઘટાડી શકાય. રૂપિયો નબળો થતા વિમાનનો ઉડાનનો ઇંધણ ખર્ચ વધી રહ્યો છે.

male-female-attendants

ગોએરમાં વર્તમાન સમયમાં 330 કેબિન ક્રૂ છે. જેમાં 40 ટકા મેલ એટેન્ડેન્ટ્સ છે. એરલાઇને હિસાબ લગાવ્યો છે કે એક કિલો વજન વધારે હોય તે ઉડાનનો પ્રતિ કલાક ખર્ચ રૂપિયા 3ના હિસાબે વધે છે. વિમાનમાં પુરુષ પરિચારકોની સરખામણીએ મહિલા પરિચારિકાઓનું વજન 15થી 20 કિલોગ્રામ ઓછું હોય છે. ગોએરનું માનવું છે કે નવા નિર્ણયથી દર વર્ષે તેને અંદાજે રૂપિયા અઢીથી ત્રણ કરોડનો ફાયદો થશે.

વર્તમાન સમયમાં ગોએરમાં 130 મેલ એટેન્ડેન્ટ્સ છે. તેમને જોબમાંથી હાંકી કાઢવામાં નહીં આવે. પરંતુ ભવિષ્યમાં જે ભરતી કરવામાં આવશે તેમાં માત્ર ફિમેલ એટેન્ડેન્ટ્સ લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ગોએર આવનારા સાત વર્ષોમાં પોતાની કંપનીમાં 80 વિમાન ખરીદવાની યોજના બનાવી રહ્યું છે. આ માટે તે 2000 એરહોસ્ટેસ અને પાયલટ્સની ભરતી કરશે. ગોએરના સીઇઓ જ્યોર્જિયો ડે રોનીએ જણાવ્યું કે "રૂપિયાનું મૂલ્ય ઘટતા એરલાઇન ઉદ્યોગને મોટું નુકસાન ભોગવવું પડી રહ્યું છે. પ્લેનની લિઝ, સ્પેર પાર્ટ્સ, ઇંધણ ખર્ચ વગેરે તમામ બાબતો ડોલર સાથે સંકળાયેલી છે. રૂપિયો નબળો પડતા અમારી પર વાર્ષિક 30 કરોડનો બોજ પડશે."

English summary
Airlines needs female against heavy weight male attendants
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X