• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હવે 1 મિનિટમાં બુક થશે 7200 ટિકિટ, સરચાર્જમાં વધારો

By Kumar Dushyant
|

નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી: રેલવે મંત્રી પવન કુમાર બંસલ આજે પોતાનું પ્રથમ રેલવે બજેટ રજૂ કરશે અને બધાની નજર તેના પર મંડાયેલી રહશે કે શું તે ફરી એકવાર રેલવે ભાડું વધારશે કે પછી રિસોર્સીસ માટે અન્ય ઉપાય અપનાવશે. તાજેતરમાં જ ડીઝલ લગભગ નિયંત્રણમુક્ત કરી દેવામાં આવ્યા બાદ રેલવે પર મુસાફર ભાડું અથવા માલભાડું દબાણ વધી ગયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પવન કુમાર બંસલ 26 ફેબ્રુઆરીએ પોતાના રેલવે બજેટમાં કેટરિંગ સેવામાં સુધારો, સ્ટેશનોના વિકાસ સંબંધી નવી પહેલ અને લગભગ 100 નવી ટ્રેનો શરૂ કરવાની જેવી જાહેરાતો કરવામાં આવી શકે છે.

Upadate: 3.27 PM

હવે એક મિનિટમાં બુક થઇ શકશે 7200 રેલવે ટિકિટ

રેલવે મંત્રી પવન કુમાર બંસલે આજે લોકસભામાં રેલવે બજેટ રજૂ કરતાં રેલવે આ વર્ષના અંત સુધી નવી ઇ-ટિકીટ સિસ્ટમ શરૂ કરશે, જેનાથી ઓનલાઇન ટિકીટ બુકીંગની સ્પીડમાં વધારો થશે.

પવન કુમાર બંસલે કહ્યું હતું કે નવી સિસ્ટમથી એક મિનિટમાં 7,200 ટિકીટ બુક કરવાની ક્ષમતા થશે, જ્યારે હાલમાં એક મિનિટમાં 2,000 ટિકીટ બુક કરવાની ક્ષમતા છે.

આઇઆરસીટીસીની વેબસાઇટ પર ધીમી ગતિએ કામ કરતી હોવાથી મુસાફરોને પરેશાનીઓનો સામનો કરવો પડતો હોવાનો ઉલ્લેખ કરતાં પવન બંસલે કહ્યું હતું કે નવી ઇ-ટિકીટ સિસ્ટમમાં સુધારો કરવામાં આવશે. હવે એકવારમાં એક લાખ યૂઝર્સ આઇઆરસીટીસીની વેબસાઇટનો ઉપયોગ કરી શકશે. જ્યારે પહેલાં 40 હજાર યૂઝર્સ આવતાં હોવાથી સાઇટ ધીમી ચાલતી હતી.

તાજેતરમાં રેલવે મંત્રીએ પત્રકારોને કહ્યું હતું કે ડીઝલના ભાવમાં વધારો થતાં રેલવે ભાડામાં તાજેતરમાં કરવામાં આવેલા વધારાથી 3,300 કરોડ રૂપિયાની વધારાની આવક થવાની સંભાવના છે પરંતુ ડીઝલ જથ્થાબંધ ભાવમાં 10 પૈસા પ્રતિ લીટરના વધારાથી રેલવેના ખર્ચામાં વધારો થયો છે.

નાણાંકીય સંકટ સામે ઝઝૂમી રહેલ રેલવેએ 22 જાન્યુઆરીએ રેલવે ભાડામાં 21 ટકાનો વધારો કર્યો હતો. પવન કુમાર બંસલે રેલવે બજેટ સંબંધી વડપ્રધાન મનમોહન સિંહ, નાણાંમંત્રી પી ચિદંમબરમ સાથે ચર્ચા કરી છે. માનવામાં આવે છે કે તેમને રેલવે ભાડામાં વધારો કરવાની સંભાવના સોનિયા ગાંધી સમક્ષ રજૂ કરી હતી.

જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસની અંદર એક વર્ગ ભાડું વધારવાના પક્ષમાં નથી કારણ કે ચૂંટણીઓ નજીક છે. રેલવે બજેટમાં માલભાડામાં સંશોધન કરવામાં આવી શકે છે, ભલે ઉદ્યોગ જગત આર્થિક નરમાઇનો હવાલો આપી તેનો વિરોધ કરી શકે છે. પવન બંસલ દ્રારા રાજસ્થાનમાં 1,000 કરોડ રૂપિયાની મેમૂ (મેઇનલાઇન ઇલેટ્રિક મલ્ટીપલ યુનિટ) કોચ ફેક્ટરી લગાવવાના પ્રસ્તાવની જાહેરાત કરવાની સંભાવના છે જેમાં લોકલ અને ઉપનગરીય ટ્રેનોની વધતી જતી માંગને પુરી કરવામાં આવી શકે છે.

રેલવે વાર્ષિક લગભગ 400 કોચના ઉત્પાદન ક્ષમતાવાળા આ કારખાના સંબંધી જલદી જ ભેળ અને રાજસ્થાન સરકાર સાથે એક કરાર પર હસ્તાક્ષર કરશે. દુર્ઘટના દરમિયાન દરમિયાન બચાવ અને રાહતકાર્યોમાં તેજી લાવવાના ઉદેશ્યથી રેલ બજેટ 2013-14માં બે હાઇ-સ્પીડ સેલ્ફ પ્રોપેલ્ડ એક્સિડેન્ટ રિલિફ ટ્રેન (સ્પાર્ટ)ની ખરીદી જાહેરાત કરવામાં આવી શકે છે.

English summary
All eyes on Pawan Kumar Bansal for today's Rail Budget 2013. TV sources said that no fare price hike, this time because of Loksabha Election.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more