ચા બની કડવી, અમૂલ દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 5 મે: દૂધ અને ડેરી ઉત્પાદનો કરનાર કંપની અમૂલ ગુજરાતમાં રવિવારથી દૂધના ભાવમાં 2 રૂપિયા પ્રતિ લીટરે વધારો કરશે. અમૂલ બ્રાંડથી દૂધ વેચનાર સહકારી કંપની ગુજરાત સહકારી દૂધ માર્કેટિંગ કોન્ફેડરેશન (જીસીએમએમએફ)એ શનિવારે કહ્યું કે દૂધની ખરીદ કિંમત વધારવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમૂલ ગુજરાતમાં દરરોજ 45 લાખ લીટર દૂધ વેચે છે.

જીસીએમએમએફના મેનેજિંગ ડિરેક્ટર આર એસ સોઢીએ કહ્યું હતું કે 'અમે ગુજરાતમાં પોતાના દરેક પ્રકારના દૂધના ભાવમાં 2 રૂપિયા પ્રતિ લીટર વધારી રહ્યાં છે.' અમૂલ ગોલ્ડ (ફૂલ ક્રિમ)નો ભાવ 44 રૂપિયા પ્રતિ લીટરથી વધારીને 46 રૂપિયા પ્રતિ લીટર કરી લીધો છે. અમૂલ તાજા (ટોંડ)નો ભાવ હવે 34 રૂપિયા જ્યારે અમૂલ શક્તિ (સ્ટેડર્ડ) 42 અમૂલ સ્લિમ-એન-ટ્રિમ (ડબલ ટોંડ)નો ભાવ 32 રૂપિયા પ્રતિ લીટર હશે.

amul-gold

આર એસ સોઢીએ કહ્યું 'અમે ગત ચાર ઓક્ટોબરના રોજ ભાવ વધાર્યા હતા. ત્યારબાદ દૂધની ખરીદ કિંમત વધી છે. મોંધવારી વધી છે.' તેમને પૂછવામાં આવ્યું હતું કે શું જીસીએમએમએફ દિલ્હી-રાષ્ટ્રીય રાજધાની વિસ્તાર સહિત અન્ય બજારોમાં પણ અમૂલ દૂધના ભાવ વધારશે, તો તેમણે કહ્યું કે 'અમે હાલમાં ભાવ અટકાવેલા છે, જોઇએ શું થાય છે.' અમૂલ રાષ્ટ્રીય રાજધાનીમાં દૂધની મોટી આપૂર્તિકર્તા છે અને દરરોજ 24 લાખ લીટર વેચે છે.

English summary
Gujarat Cooperative Milk Marketing Federation (GCMMF), which markets the Amul brand of milk, has decided to raise the price of all Amul milk variants by Rs 2 a litre with effect from May 4, Sunday in Ahmedabad and Saurashtra region.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X