For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકારને વધુ એક ઝાટકો, વિદેશી મુદ્રા ભંડારમાં 1.45 અબજ ડોલરનો ઘટાડો

છેલ્લા સપ્તાહમાં દેશના વિદેશી મુદ્રા ભંડારનો રેકોર્ડ ઉચ્ચ સપાટીએ પહોંચ્યા પછી 23 ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 1.45 અબજ રૂપિયા ભારે ઘટાડા સાથે 429.05 અબજ ડોલર રહી ગયો છે.

|
Google Oneindia Gujarati News

છેલ્લા સપ્તાહમાં દેશના વિદેશી મુદ્રા ભંડારનો રેકોર્ડ ઉચ્ચ સપાટીએ પહોંચ્યા પછી 23 ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 1.45 અબજ રૂપિયા ભારે ઘટાડા સાથે 429.05 અબજ ડોલર રહી ગયો છે. આ પાછળનું કારણ વિદેશી મુદ્રાની સ્થિતિમાં ઘટાડો છે. શુક્રવારે રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરના ડેટામાં આ માહિતી આપવામાં આવી છે. શુક્રવારે મોદી સરકારને વધુ એક ઝાટકો લાગ્યો જ્યારે જીડીપી પ્રથમ ક્વાર્ટરમાં 5.8 ટકાથી ઘટીને 5% થઇ.

વિદેશી મુદ્રા ભંડારમાં 1.45 અબજ ડોલરનો ઘટાડો

વિદેશી મુદ્રા ભંડારમાં 1.45 અબજ ડોલરનો ઘટાડો

અગાઉ, સપ્તાહમાં દેશના વિદેશી મુદ્રા ભંડાર 7.08 કરોડ ડોલરના મામૂલી ઘટાડા સાથે 430.501 અબજ ડોલર થઈ ગયું હતું, પરંતુ તે હજી પણ 430 અબજ ડોલરની સપાટીથી ઉપર છે. 9 ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 430.572 અબજ ડોલરની સર્વાધિક સપાટીને સ્પર્શ્યા હતા. રિઝર્વ બેંકે શુક્રવારે કહ્યું હતું કે વિદેશી ચલણની સંપત્તિ 23 ઓગસ્ટના રોજ પૂરા થયેલા છેલ્લા અઠવાડિયામાં 1.198 અબજ ડોલર ઘટીને 397.128 અબજ ડોલર રહી ગઈ છે. વિદેશી મુદ્રા સંપત્તિએ સમગ્ર મુદ્રા ભંડારનો એક મહત્વપૂર્ણ ઘટક છે.

જીડીપી ઘટીને 5 થઈ ગયો

જીડીપી ઘટીને 5 થઈ ગયો

આઇએમએફમાં દેશનો ભંડાર પણ 42 લાખડો લર ઘટીને 3.621 અબજ ડોલર રહી ગયો છે. આ અગાઉ, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (સીએસઓ) એ શુક્રવારે નાણાકીય વર્ષ 2019-20ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં દેશની આર્થિક વૃદ્ધિના ડેટા જાહેર કર્યા હતા. તદનુસાર, પ્રથમ ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ ઘટીને 5 ટકા પર આવી ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના છેલ્લા ક્વાર્ટરમાં તે 5.8 ટકા હતી.

જીડીપીના ઘટાડાને કારણે સરકારને લાગ્યો ઝાટકો

જીડીપીના ઘટાડાને કારણે સરકારને લાગ્યો ઝાટકો

મંદીની આહટ વચ્ચે જીડીપીમાં ઘટાડો થતાં સરકારને ઝાટકોલાગ્યો છે. તે જ સમયે, મુખ્ય આર્થિક સલાહકાર (સીઇએ) કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમે કેન્દ્ર સરકારની નીતિઓનો બચાવ કર્યો. મીડિયા સાથે વાત કરતાં કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમે કહ્યું કે જીડીપીમાં ઘટાડો છે પરંતુ અમે હજી 5 ટકાના સ્તરે છીએ અને અમે વિકાસના માર્ગ પર પાછા આવીશું. 5 ટ્રિલિયનના અર્થતંત્રનું લક્ષ્ય હાંસલ કરવા માટે સરકાર સક્રિય પગલા લઈ રહી છે. સુબ્રમણ્યમે કહ્યું કે 5 ટ્રિલિયન અર્થવ્યવસ્થાના લક્ષ્યાંક સાથે ટૂંકા ગાળાની પરિસ્થિતિઓ સાથે પણ કાર્યવાહી કરવાની જરૂર છે.

આ પણ વાંચો: ટૂંક સમયમાં પગાર વધીને આવશે, પીએફના નિયમોમાં બદલાવની તૈયારી

English summary
Another blow to the government, foreign exchange reserves reduced by 1.45 billion dollar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X