For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ સ્કિમમાં એક્સિસ ઇક્વિટી ફંડને શા માટે 5 સ્ટાર રેટિંગ?

|
Google Oneindia Gujarati News

એક્સિસ ઇક્વિટી ફંડ એ ડાઇવર્સિફાઇડ ઇક્વિટી ફંડ છે જે વર્ષ 2010માં લોન્ચ કરવામાં આવ્યા હતા. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાયેલી મોટા ભાગની રકમ ઇક્વિટી માર્કેટમાં રોકવામાં આવે છે.

5 સ્ટાર રેટિંગ

5 સ્ટાર રેટિંગ


વિવિધ માપદંડોના આધારે રેટિંગ એજન્સી ક્રિસિલે એક્સિસ ઇક્વિટી ફંડને 5 સ્ટાર રેટિંગ આપ્યા છે. વેલ્યુ રિસસ્ચ ઓનલાઇન દ્વારા પણ તેને 5 સ્ટાર આપવામાં આવ્યા છે. આ કેટેગરીમાં તે સર્વોચ્ચ રેટિંગ છે. ક્રિસિલ કોઇપણ ફંડને રેટિંગ આપતા સમયે સુપિરિયર રિટર્ન્સ સ્કોર (SRS) ધ્યાનમાં રાખે છે. ક્રિસિલે રિલાયન્સ ટેક્સ સેવરની સાથે તેને 5 સ્ટાર રેટિંગ આપ્યા છે.

એક્સિસ ઇક્વિટી ફંડને આ રેટિંગ શા માટે?

એક્સિસ ઇક્વિટી ફંડને આ રેટિંગ શા માટે?


એક્સિસ ઇક્વિટી ફંડ રિટર્નના મુદ્દે સૌથી આગળ છે. તે સૌથી ઊંચું વળતર આપે છે. ગયા વર્ષે તેણે 21 ટકાનું વળતર આપ્યુ હતું. આ દરમિયાન શેરબજારમાં તેજી હતી પણ અન્યની સરખામણીમાં એક્સિસે વધારે સારું વળતર આપવામાં સફળતા મેળવી હતી.

એક્સિસના પોર્ટફોલિયોમાં શું છે?

એક્સિસના પોર્ટફોલિયોમાં શું છે?


એક્સિસના ઇક્વિટી ફંડના પોર્ટફોલિયોમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, આઇસીઆઇસીઆઇ બેંક, એચડીએફસી બેંક, ઇન્ફોસિસ, લાર્સન એન્ડ ટુબ્રો અને મારૂતિ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. પોર્ટફોલિયોનો અભ્યાસ કરતા જણાય છે કે તેણે અર્થતંત્રને સંલગ્ન શેર્સ જેવા કે બેંક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કર્યું છે. અર્થાત અર્થતંત્ર સુધરશે તેની સાથે તેનું પરફોર્મન્સ વધારે સુધરશે.

એક્સિસ ઇક્વિટીફંડ ખરીદી શકાય?

એક્સિસ ઇક્વિટીફંડ ખરીદી શકાય?


એક્સિસ ઇક્વિટી ફંડનો એક મોટો હિસ્સો સ્ટેટ બેંક ઓપ ઇન્ડિયા પાછલ રોકાયેલો છે. આ શેર સાથે સૌથી મોટી સમસ્યા એ છે કે તે ભારતની સૌથી મોટી બેંક હોવા છતાં તેની નોન પરફોર્મિંગ એસેટ્સ વધારે છે. એસબીઆઇ તેના આ માઇનસ પોઇન્ટને મેનેજ કરે છે. જેના કારણે એક્સિસ ઇક્વિટી ફંડની નેટ એસેટ વેલ્યુ વધવાની સંભાવના છે.

એક્સિક ઇક્વિટી ફંડ ક્યારે ખરીદી શકાય?

એક્સિક ઇક્વિટી ફંડ ક્યારે ખરીદી શકાય?


એક્સિસ ઇક્વિટી ફંડની કિંમત માર્કેટ ઊંચું હોવાને કારણે વધારે છે. માર્કેટ નરમ પડે ત્યારે તેની કિંમત ઉતરશે અને ખરીદી કરી શકાશે. જો માર્કેટમાં ઘટાડો ના થયો અને તેની કિંમત ના ઘટી તો તમે કોઇ મોટું નુકસાન કરી બેસશો એવું નથી.

English summary
Axis Equity Fund: Why it has a 5 star rating among mutual funds schemes in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X