For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિઝર્વ બેંકનો મહત્વનો નિર્ણય, હવે ઘરે બેઠા કરી શકશો KYC

રિઝર્વ બેંકનો મહત્વનો નિર્ણય, હવે ઘરે બેઠા કરી શકશો KYC

|
Google Oneindia Gujarati News

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કેવાયસી નિયમોમાં મોટા સુધારા કર્યા છે. કેન્દ્રીય બેંકે આધાર આધારિત વાડિયો આધારિત કસ્ટમર આઈડેન્ટિફીકેશન પ્રક્રિયાને મંજૂરી આપી છે. હવે વીડિયોથી બેંક પોતાના ગ્રાહકોનું કેવાયસી અપડેટ કરી શકશે. ભારતીય રિઝર્વ બેંકે માસ્ટર KYC (Know Your Customer) માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે. જેના કારણે હવે મોબાઇલ વીડિયો કોલીંગના આધારે આ કામ શકશે. સેન્ટ્રલ બેંક દ્વારા સંચાલિત બેંકો, નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ, વોલેટ સર્વિસ પ્રોવાઇડર્સ અને અન્ય નાણાકીય સેવાઓ આપતી કંપનીઓ માટે આ મોટી રાહતના સમાચાર છે.

આ સુવિધાથી ગ્રાહકોને મોટો ફાયદો થશે

આ સુવિધાથી ગ્રાહકોને મોટો ફાયદો થશે

અંતરિયાણ વિસ્તારમાં રહેતા ગ્રાહકોને આ સુવિધાથી સરળતા મળશે અને ખર્ચ પણ બચશે. આ ઉપરાંત સેન્ટ્રલ બેંકે આધાર અને અન્ય ઇ-દસ્તાવેજો દ્વારા ઇ-કેવાયસી અને ડિજિટલ કેવાયસીની સુવિધા આપી છે. આરબીઆઈના આ પગલાથી ભારતીય બજાર એક પસંદગીના બજારોમાં સામેલ થઈ ગયું છે, જ્યાં નિયમોમાં ફેરફાર કરીને વીડિયો કેવાયસીને મંજૂરી અપાઈ છે. કેવાયસી નિયમોમાં સુધારો કરતા આરબીઆઈના નોટીફિકેશન મુજબ ગ્રાહકોની ઓળખ વધુ સરળ બનાવવા માટે કેન્દ્રીય બેંકે ગ્રાહકની પરવાનગી આધારિત વૈકલ્પિક પદ્ધતિ તરીકે વીડિયો આધારિત ગ્રાહક ઓળખ પ્રક્રિયા રજૂ કરી છે. જેનાંથી ગ્રાહકોની ઓળખ કરવાનું આસાન રહેશે.

વીડિયો કેવાયસી કેવી રીતે કરશો?

વીડિયો કેવાયસી કેવી રીતે કરશો?

  • આ નવી સુવિધા અંતર્ગત અંતરિયાળ વિસ્તારોમાં નાણાકીય સંસ્થાઓનાં અધિકારીઓ પાન અને આધારકાર્ડથી કેટલાક સવાલો દ્વારા ગ્રાહકની ઓળખ કરી શકશે.
  • વીડિયો કોલનો વિકલ્પ ફક્ત સંબંધિત બેંક અથવા સંસ્થાના ડોમેન પર જ ઉપલબ્ધ રહેશે. ગ્રાહકો થર્ડ પાર્ટી એપ કે માધ્યમથી વીડિયો કોલ કરી શકશે નહી.
  • આધાર આધારિત વીડિયો ગ્રાહક ઓળખ પ્રક્રિયામાં નાણાકીય સંસ્થાઓના અધિકારીઓ પાન અથવા આધારકાર્ડના આધારે કેટલાક પ્રશ્નો દ્વારા ગ્રાહકની ઓળખ ચકાસી શકશે. આ સાથે, એજન્ટને પણ જીઓ-કોઓર્ડિનેટ્સ દ્રારા ગ્રાહક દેશમાં હોવાની પુષ્ટિ કરવી પડશે.
શું શું શરતો છે?

શું શું શરતો છે?

કેવાયસી માટે સંબંધિત બેંકના ડોમેનથી વીડિયો કોલ થવો અનિવાર્ય છે. થર્ડ પાર્ટી એપ દ્વારા માન્ય નથી. નિષ્ણાતો અનુસાર, વીડિયો કેવાયસી પ્રક્રિયા શરૂ કરતા પહેલા એપ્લિકેશન અને વેબસાઇટને લિંક કરવાની રહેશે. સૂચના મુજબ, વીસીઆઈપીની પ્રક્રિયા ટ્રેન્ડ અધિકારીઓ દ્વારા થવી જોઈએ.

કેવાયસી શું છે?

કેવાયસી શું છે?

કેવાયસી એ ભારતીય રિઝર્વ બેંક દ્વારા હાથ ધરવામાં આવેલી ઓળખ પ્રક્રિયા છે. જે બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ તેમના ગ્રાહકોને વધુ સારી રીતે ઓળખવામાં મદદ કરે છે. કેવાયસી એટલે "know your customer". બેંકો અને નાણાકીય કંપનીઓ આ માટે ફોર્મ ભરે છે અને તેની સાથે ઓળખના કેટલાક પુરાવા પણ લે છે.

ગોલ્ડ ETFમાં 6 વર્ષે વધ્યું રોકાણ, જાણો રોકાણ વધવાના કારણો!ગોલ્ડ ETFમાં 6 વર્ષે વધ્યું રોકાણ, જાણો રોકાણ વધવાના કારણો!

English summary
big decision by RBI, now you can do KYC from home
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X