For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેમરોનઃ મને ગર્વ છે કે જગુઆર લેન્ડરોવરની કમાન ટાટાના હાથમાં

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 20 ફેબ્રુઆરીઃ બ્રિટીશ પ્રધાનમંત્રી પોતના ત્રીદિવસીય યાત્રા પર ભારત આવ્યા છે, જ્યાં તેમના આગમનથી રાજકિય દિશામાં તો આકાંક્ષાઓ વધી જ છે, બીજી તફ દેશના ઓટો ઇન્ડસ્ટ્રિયલિસ્ટના ચહેરાઓ પર પણ સ્મિત આવી ગયું છે. જી હાં, કેમરોને પોતાની આ યાત્રા દરમિયાન દિલ્હી વિશ્વવિદ્યાલય, જલિયાવાલા બાગ સહિત ઘણા સ્થળોની મુલાકાત લીધી. કેમરોને પોતાના એક વ્યક્તવ્યમાં કહ્યું કે, મને ગર્વ છે કે જગુઆર લેન્ડરોવર બ્રાન્ડની કમાન ટાટા મોટર્સના હાથમાં છે.

davidcameron-tata-motor
કેમરોને દેશની પ્રમુખ કંપની હિન્દુસ્તાન યૂનિલીવરમાં એક બેઠક દરમિયાન જણાવ્યું કે, મને ગર્વ છે કે જગુઆર લેન્ડરોવરનું સંચાલન ટાટા મોટર્સ જેવી કંપની કરી રહી છે. તમને જણાવી દઇએ કે દેશની સૌથી મોટી વાહન નિર્માતા કંપની ટાટા મોટર્સે વર્ષ 2008માં બ્રિટનની પ્રમુખ વાહન નિર્માતા કંપની જગુઆર લેન્ડરોવરનું અધિગ્રહણ કર્યું હતું. એ સમયે આ બ્રિટિશ વાહન નિર્માતા કંપનીની હાલત સારી નહોતી.

આ ઉપરાંત કંપનીની કાર્સનું વેચાણ પણ પ્રભાવિત હતું. પરંતુ ટાટા મોટર્સે યોગ્ય સમયે જગુઆર લેન્ડરોવરનું અધિગ્રહણ કરી લીધું. કંપનીના અધિગ્રહણ બાદ ટાટા મોટર્સે સૌથી પહેલાં રેન્જરોવર ઇવોક એસયૂવીને લોન્ચ કરી. શ્રેષ્ઠ આકર્ષક લુક અને દમદાર એન્જીનની ક્ષમતાને ભરપૂર રેન્જરોવર ઇવોકે વિશ્વ બજારમાં સારી એવી સફળતા હાંસલ કરી. હાલ ટાટા મોટર્સ જગુઆર લેન્ડરોવરની સીબીયૂ યૂનિટથી તૈયાર કરવામાં આવેલા વાહનનું વેચાણ કરી રહી છે.

કંપનીની યોજના આ વર્ષના અંત સુધી સીકેડી યૂનિટને પણ શરૂ કરવાની છે. જેમાંથી તે લગ્ઝરી વાહન નિર્માતા કાર્સની કિંમત ઘટશે અને તેના વેચાણમાં વધારો થશે.

English summary
British Prime Minister David Cameron made a statement that that he is proud of the fact that Indian automaker Tata Motors manufacturers the British brands Jaguar and Land Rover.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X