For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Budget 2020: મધ્યમ વર્ગને મોદી સરકારથી છે ઘણી અપેક્ષા

Budget 2020: મધ્યમ વર્ગને મોદી સરકારથી છે ઘણી અપેક્ષા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ હલવા સેરેમનીની સાથે 2020-21ના બજેટ દસ્તાવેજનું પ્રકાશન સોમવારે એટલે કે 21મી જાન્યુઆરીએથી શરૂ થઈ ગયું. 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતાનું બીજું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. બજેટની તૈયારીઓ હવે જોરશોર પર ચાલી રહી છે. દેશના કરોડો લોકોની નજર રજૂ થનાર બજેટ પર છે. બજેટ 2020થી લોકોને ઘણી ઉમ્મીદો છે. આ બજેટમાં નરેન્દ્ર મોદી સરકાર સમક્ષ બેવડો પડકાર છે- પહેલો મધ્યમ વર્ગની આકાંક્ષાઓ, અપેક્ષાઓ પૂરી કરવાની આવશ્યકતા છે. બીજો, અર્થવ્યવસ્થાને ગતિશીલ કરવાના ઠોસ પ્રાવધાન કરવા પડશે.

પહેલી ફેબ્રુઆરીએ રજૂ થશે બજેટ

પહેલી ફેબ્રુઆરીએ રજૂ થશે બજેટ

સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરી 2020ના રોજ 11 વાગ્યે શરૂ થશે અને દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ લોકસભા તથા રાજ્યસભાના સંયુક્ત સત્રની અધ્યક્ષતા કરશે. રાષ્ટ્રપતિ 31 જાન્યુઆરીએ સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરશે. લોકસભા કેલેન્ડર મુજબ નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2020ના રોજ કેન્દ્રીય બજેટ સવારે 11 વાગ્યે રજૂ કરશે. જણાવી દઈએ કે 2017 બાદથી રેલવે બજેટનો કેન્દ્રીય બજેટ સાથે વિલય કરી દેવામાં આવ્યો છે. રેલવે બજેટ પણ 1 ફેબ્રુઆરી 2020ના રોજ રજૂ કરવામાં આવશે. સામાન્ય રીતે સંસદ અને શેર બજાર શનિવારે બંધ રહે છે પરંતુ 1 ફેબ્રુઆરીએ શનિવારે સંસદ અને શેર બજાર બંને ખુલ્લાં રહેશે.

મધ્યમ વર્ગને બજેટથી આ પાંચ ઉમ્મીદો છે

આવક સ્લેબમાં બદલાવ

આવક સ્લેબમાં બદલાવ

મધ્યમ વર્ગના કરદાતાઓ પાસે આ બજેટમાં ખુશ કરવા માટે કંઈક થઈ શકે છે. 5 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ નહિ લાગે. જો તમારી વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયાની વચ્ચે છે, તો આવક પર 20 ટકાને બદલે 10 ટકા ટેક્સ લગાવી શકાય છે. જો તમે 10 લાખથી 20 લાખ રૂપિયા કમાવ ચો તો તમારે વર્તમાન 30 ટકાને બદલે 20 ટકા કર લગાવવામાં આી શકે છે.

એનપીએસ અંતર્ગત કર લાભમાં વૃદ્ધિ

એનપીએસ અંતર્ગત કર લાભમાં વૃદ્ધિ

વર્તમાનમાં તમે એનપીએસમાં યોગદાન માટે આવકવેરા અધિનિયમની કલમ 80 સીસીડી (1બી) અંતર્ગત દર વર્ષે 50,000 રૂપિયાના ટેક્સની કટૌતીનો આનંદ લો છો. તમે એનપીએસ અંતર્ગત કર લાભને બેગણો કરી 50,000 રૂપિયાથી 1 લાખ રૂપિયા પ્રતિ વર્ષ કરી શકો છો. જણાવી દઈએ કે પેંશન નિયામક પીએફઆરડીએએ નરેન્દ્ર મોદી સરકારને આ સંબંધમાં પોતાનો પ્રસ્તાવ પહેલા જ મોકલી દીધો છે.

ઈક્વિટી રોકાણ પર એલટીસીજીને હટાવવી

ઈક્વિટી રોકાણ પર એલટીસીજીને હટાવવી

સરકાર લાંબા ગાળાના રોકાણ માટે ઈક્વિટીને પ્રોત્સાહન આપવા માંગે છે. કેન્દ્રીય બજેટ 2018-19માં ઈક્વિટી પર 10 ટકા લૉન્ગ ટર્મ કેપિટલ ગેન ટેક્સની શરૂઆત એક ઝાટકો હતો કેમ કે એલટીસીજીને 14 વર્ષ બાદ રજૂ કરવામાં આવ્યો હતો. 1 લાખ રૂપિયા સુધીના એલટીસીજી પર છૂટ છે. ભારતીય રોકાણકારે નિધિઓ બાદ મ્યૂચ્યુઅલ ફંડમાં સ્વાદ પામ્યો છે અને એસઆઈપીના માધ્યમથી મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. પૂર્વ-એલટીસીજી દિવસોથી એસઆઈપીમાં વધારો ઘટ્યો છે. આ એલટીસીજી ટેક્સ છતાં ઈક્વિટી રિટર્ન અને ફિક્સ્ડ ઈનકમ ઈન્સ્ટ્રૂમેન્ટ્સની વચ્ચે હજી પણ મોટો તફાવત છે.

કલમ 80C ટેક્સ લાભમાં વધારો

કલમ 80C ટેક્સ લાભમાં વધારો

કલમ 80C અંતર્ગત આવક છૂટને વધારવાની જરૂરત છે કેમ કે આ છેલ્લે ઓગસ્ટ 2014માં વધારવામાં આવ્યો હતો જ્યારે પીપીએફની સીમા 50,000 રૂપિયાથી વધારીને 1.5 લાખ રૂપિયા કરવામાં આવી હતી. ઘરેલૂ બચત પર આનો પ્રભાવ બહુ વધુ હતો. નાણાકીય વર્ષ 2015થી નાણાકીય વર્ષ 2014 દરમિયાન પ્રોવિડેન્ટ અને પેંશન ફંડમાં માત્ર 13000 કરોડ રૂપિયાનો વધારો થયો, પરંતુ નાણાકીય વર્ષ 2016 દરમિયાન આ 1 લાખ કરોડથી વધી ગયો.

હોમ લોનની વ્યાજ કપાતમાં વધારો

હોમ લોનની વ્યાજ કપાતમાં વધારો

સરકાર હાલની હોમ લોન ખરીદદારી માટે આવાસ ઋણ અંતર્ગત વ્યાજ ચૂકવણીની છૂટ સીમાને 1 લાખ રૂપિયાથી 3 લાખ રૂપિયા સુધી વધારી શકે છે. દેશમાં 75 લાખ હોમ લોન ખરીદદાર છે, માટે હોમ લોનના વ્યાજ દરમાં 2 લાખ રૂપિયાથી 3 લાખ રૂપિયા સુધીના વધારાથી તેમને ફાયદો થશે. આનાથી સરકારને 15000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

Budget 2020: આ શબ્દોનો મતલબ જાણી લો, બજેટવાળા દિવસે કામ આવશેBudget 2020: આ શબ્દોનો મતલબ જાણી લો, બજેટવાળા દિવસે કામ આવશે

English summary
Budget 2020: The middle class expects much from the Modi government
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X