Budget 2022: જાણો શું છે મહિલાઓની અપેક્ષાઓ? શું આશાઓ પર ખરૂ ઉતરશે બજેટ
1 ફેબ્રુઆરીએ દેશના નાણા મંત્રી નિર્મલા સીતારમણ વર્ષ 2022-23 માટે દેશનું સામાન્ય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ ચોથી વખત બજેટ રજૂ કરશે. નાણામંત્રી સંસદમાં નાણાકીય વર્ષ 2022 માટે સામાન્ય બજેટ રજૂ કરવ
1 ફેબ્રુઆરીએ દેશના નાણા મંત્રી નિર્મલા સીતારમણ વર્ષ 2022-23 માટે દેશનું સામાન્ય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ ચોથી વખત બજેટ રજૂ કરશે. નાણામંત્રી સંસદમાં નાણાકીય વર્ષ 2022 માટે સામાન્ય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. કોરોનાના ત્રીજા મોજા અને મોંઘવારીથી પીડિત સામાન્ય જનતાને આ બજેટથી ઘણી આશાઓ છે. તે જ સમયે, દેશની અડધી વસ્તીએ પણ આ બજેટથી ઘણી અપેક્ષાઓ રાખી છે.

મહિલાઓની માંગણીઓ
મહિલાઓ ઈચ્છે છેકે આ બજેટમાં તેમને આવકવેરામાં વધારાની છૂટ મળવી જોઈએ. તેમની માંગ છે કે ટેક્સ સ્લેબમાં 5.50 લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સ ફ્રી કરવામાં આવે. હાલ પુરૂષો કરતાં મહિલાઓને આવકવેરાના સ્લેબમાં કોઈ અલગ છૂટ મળતી નથી. 2012 પહેલા મહિલાઓને પુરૂષોની સરખામણીએ આવકવેરામાં વધુ છૂટ મળતી હતી.
સાથે જ મહિલાઓની માંગ છે કે મહિલાઓ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા વધારવામાં આવે. હાલમાં, તેઓને સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં અલગથી છૂટ મળે છે. બીજી તરફ મહિલાઓ ઇચ્છે છે કે તેમને ઘરમાં વધુ ટેક્સ છૂટ મળે. હાલમાં મહિલાઓને 2 લાખ રૂપિયા સુધીની હોમ લોન પર ટેક્સ છૂટ મળે છે, જેને તેઓ વધારીને 2.50 લાખ રૂપિયા કરવા માંગે છે.

બજેટ 2022થી મહિલાઓની અપેક્ષાઓ
1 ફેબ્રુઆરીએ રજૂ થનાર નાણાકીય વર્ષ 2022-23ના સામાન્ય બજેટ વિશે મહિલાઓને ઘણી આશાઓ છે. મહિલાઓ વધતી મોંઘવારી, આવકવેરાના સ્લેબમાં ફેરફાર, મેકઅપ અને ફેશન પ્રોડક્ટ્સમાં મુક્તિ ઉપરાંત મહિલાઓની સુરક્ષા માટે કડક કાયદા ઇચ્છે છે. આજે મહિલાઓ માત્ર ઘર ચલાવતી નથી પરંતુ સ્ટાર્ટઅપથી લઈને ફાઈટર પ્લેન ઉડાવી રહી છે. બીજી તરફ, નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતે એક મહિલા છે, આવી સ્થિતિમાં મહિલાઓ પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ ચોક્કસપણે તેમની માંગણીઓ અને જરૂરિયાતો પર ધ્યાન આપશે.

ઓછો થશે રસોઇનો ખર્ચ
ગૃહિણીઓને સરકાર તરફથી બજેટમાં રાહતની અપેક્ષા છે. મહિલાઓની અપેક્ષા છે કે સરકારે બજેટમાં આવી જાહેરાત કરવી જોઈએ જેથી રસોડામાં ખર્ચમાં ઘટાડો કરી શકાય. વધતી જતી મોંઘવારીના કારણે ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું છે. આસમાનને આંબી રહેલા ભાવોએ ઘરનું બજેટ ખોરવ્યું છે, જેમાં મહિલાઓ રાહત માંગે છે. એટલું જ નહીં, મહિલાઓ ઈચ્છે છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણ આ સામાન્ય બજેટમાં મહિલાઓનું સંપૂર્ણ ધ્યાન રાખે. મહિલાઓની સુરક્ષાને લઈને વિશેષ પગલાં લેવા જોઈએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
