નવી દિલ્હી, 28 ફેબ્રુઆરી: સરકારે આજે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં હાલના 90 ટકાથી વધારીને 100 ટકા કરી દીધું છે. આ નિર્ણયથી 50 લાખ કર્મચારીઓ અને 30 લાખ પેંશનભોગી લાભાન્વિત થશે.
કેન્દ્રીય મંત્રિમંડળની આજે મળેલી બેઠકમાં કેન્દ્રીય કર્મચારિઓના મોંઘવારી ભથ્થા અને પેંશનભોગીઓના મોંઘવારી રાહતની દરો 10 ટકા ઊંચી કરવાનો આ નિર્ણય કરવામાં આવ્યો. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર કેન્દ્રીય મંત્રિમંડળે બેઠકમાં પોતાના કર્મચારિઓ માટે મોંઘવારી ભથ્થુ અને પોતના પેંશનભોગીઓ માટે મોંઘવારી ભથ્થા રાહતને 100 ટકા કરવાનો પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. યુપીએ-2 સરકારે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી આચાર સંહિતાને લાગુ થયા પહેલા કર્મચારિયો ખુશ કરવાનો આ નિર્ણય છે.
લગભગ એક સપ્તાહમાં આગામી ચૂંટણી માટેના કાર્યક્રમોની જાહેરાતની સાથે ચૂંટણી આચાર સંહિતા લાગી જવાની સંભાવના છે. મોંઘવારી ભથ્થામાં બીજીવાર દ્વિઅંકી(બે ડીજીટમાં) વધારો થયો છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સરકારે મોંઘવારી ભથ્થાને 10 ટકા વધારીને 90 ટકા કર્યું હતું જે 1 જુલાઇ 2013થી લાગુ કરવામાં આવ્યું હતું. મોંઘવારી ભથ્થામાં તાજો વધારો આ વર્ષે એક જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે.
સરકાર સામાન્યત: મોંઘવારી ભથ્થામાં સંશોધન માટે છેલ્લા 12 મહિનાના ઔદ્યોગિક શ્રમિકો સાથે સંબંધિત ઉપભોક્તા મૂલ્ય સૂચકાંકનો ઉપયોગ કરે છે. આ પ્રકારે એક જાન્યુઆરીથી 31 ડિસેમ્બર 2013ની વચ્ચે ઔદ્યોગિક શ્રમિકો માટે છૂટક ફૂગાવાને આ મામલા પર અંતિમ નિષ્કર્ષ સુધી પહોંચવા માટે ઉપયોગ કરવામાં આવ્યો. સરકાર દ્વારા 31 જાન્યુઆરીના રોજ જારી કરવામાં આવેલા એક પ્રાથમિક આંકડા અનુસાર ડિસેમ્બર માં ફેક્ટરી કામગારો સંબંધી છૂટક ફૂગાવો 9.13 ટકા હતો. જાન્યુઆરી માટે સંશોધિત છૂટક ફૂગાવાના આંકડા આજે જાહેર કરવામાં આવશે.એર અઘિરાપીએ પહેલા જ જણાવ્યું હતું કે પ્રાથમિક આંકડાઓ સૂચિત કરે છે છે મોંઘવારી ભથ્થામાં વધારો 10 ટકાથી ઓછો નતી થાય અને આ એક જાન્યુઆરીથી લાગુ થશે.