For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેમસંગમાં કામ કરતા 240 કર્મચારીઓને કેન્સર થયું, કંપની આપશે 1 કરોડનું વળતર

સેમસંગમાં કામ કરતા 240 કર્મચારીઓને કેન્સર થયું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મોબાઈલ હેન્ડસેટ નિર્માણ ક્ષેત્રમાં દુનિયાની નંબર 1 કંપની સેમસંગે એવા તમામ કર્મચારીઓના પરિજનોની માફી માંગી છે જેઓ સેમસંગના સેમી કંડક્ટર નિર્માણ ફેક્ટરીમાં કામ કરતી વખતે કેન્સરની લપેટમાં આવી ગયા હતા. દક્ષિણ કોરિયાઈ કંપનીએ કેન્સરની લપેટમાં આવેલ તમામ કર્મચારીઓની માફી માંગવાની સાથે જ 15 કરોડ વોન એટલે કે 96 લાખ રૂપિયા આપવાનો ફેસલો લીધો છે. કંપનીએ માફી માંગ્યા બાદ કર્મચારીઓ સાથે ચાલી રહેલ વિવાદ ખતમ થઈ ગયો છે.

સેમસંગમાં કામ કરતા કર્મચારીઓને થયું કેન્સર

સેમસંગમાં કામ કરતા કર્મચારીઓને થયું કેન્સર

સેમસંગ ઈલેક્ટ્રોનિક્સના સેમીકંડક્ટર બનાવતી ફેક્ટરીમાં કામ કરતા 240 કર્મચારીઓને કેન્સર સહિતની કેટલીય ગંભીર બીમારીઓ થઈ હોય કંપનીએ તેમની માફી માંગી છે. સેમસંગના કો-પ્રેસિડનેટ કિમ કી નામે શુક્રવારે કેન્સરની ચપેટમાં આવેલ તમામ કર્મચારીઓ અને એમના પરિવારોની માફી માંગતા કહ્યું કે અમે તમામ કર્મચારીઓ અને એમના પરિવારોની અતિ ગંભીરતાથી માફી માંગીએ છીએ. એમણે કહ્યું કે અમે સેમી-કંડક્ટર અને એલસીડી નિર્માણ પ્લાન્ટમાં સ્વાસ્થ્ય જોખમ ટાળવામાં વિફળ સાબિત થયા.

કંપનીએ વળતરની જાહેરાત કરી

કંપનીએ વળતરની જાહેરાત કરી

મામલો સામે આવ્યા બાદ આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. જે બાદ કંપનીએ આના માટે માફી માંગી. કંપનીએ કેન્સર ગ્રસ્ત તમામ મજૂરોને 96 લાખ રૂપિયા વળતર આપવાની ઘોષણા કરી છે. આ માફી અને વળતરની ઘોષણાની સાથે જ એક દશકથી વધુ સમયથી ચાલી રહેલ વિવાદ હવે ખતમ થઈ ગયો છે.

240 લોકો કેન્સર ગ્રસ્ત

240 લોકો કેન્સર ગ્રસ્ત

દુનિયાની સૌથી મોટી મોબાઈલ ફોન નિર્માતા કંપની સેમસંગના સેમીકંડક્ટર અને ડિસ્પ્લે કારખાનામાં કામ કરતા અંદાજીત 240 કર્મચારીઓને કામ દરમિયાન કેન્સર જેવી ગંભીર બીમારીઓ થઈ હતી. 1984 સાથે જોડાયેલ આ મામલાનો ખુલાસો વર્ષ 2007માં થયો. જેમાં અંદાજીત 80 લોકો મૃત્યુ પામ્યા. આ કર્મચારીઓ 16 પ્રકરના કેન્સરથી પીડિત થયા. કેટલાય કર્મચારીઓના બાળકોને પણ આ બીમારી લાગી ગઈ છે. જે બાદ કર્મચારીઓએ કંપની વિરુદ્ધ અભિયાન ચલાવ્યું. મામલો કોર્ટમાં પહોંચ્યો. સેમસંગના આ ફેસલાથી દુનિયાભરની અન્ય કંપનીઓ પર પણ દબાણ વધશે. કંપનીઓ પર કર્મચારીઓના સ્વાસ્થ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાનું દબાણ વધશે.

Good News: આ મહિને 50 લાખ કર્મચારીઓને મળશે પગાર વધારોGood News: આ મહિને 50 લાખ કર્મચારીઓને મળશે પગાર વધારો

English summary
Campaign groups say that about 240 people have suffered from work-related illnesses after being employed at Samsung semiconductor and display factories.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X