For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Crypto Hacking - હેકર્સે ઇતિહાસની સૌથી મોટી ચોરી કર્યા બાદ પરત કર્યા નાણા

હેકર્સે ક્રિપ્ટોકરન્સી ટ્રાન્સફરમાં વિશેષતા ધરાવતી કંપનીનો શિકાર કર્યો હતો. જેમાં હેકર્સે લગભગ 4,468 મિલિયન ક્રિપ્ટોકરન્સીની ચોરી કરી, જે કદાચ ક્રિપ્ટો ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી ચોરી છે.

|
Google Oneindia Gujarati News

Crypto Hacking : હેકર્સે ક્રિપ્ટોકરન્સી ટ્રાન્સફરમાં વિશેષતા ધરાવતી કંપનીનો શિકાર કર્યો હતો. જેમાં હેકર્સે લગભગ 4,468 મિલિયન ક્રિપ્ટોકરન્સીની ચોરી કરી, જે કદાચ ક્રિપ્ટો ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી ચોરી છે, પરંતુ બાદમાં તેનો અમુક ભાગ પણ પરત કર્યો હતો.

ક્રિપ્ટોકરન્સી હેકિંગનો એક વિચિત્ર કિસ્સો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. હેકર્સે ક્રિપ્ટોકરન્સી ટ્રાન્સફરમાં વિશેષતા ધરાવતી કંપનીનો શિકાર કર્યો હતો અને લગભગ 610 મિલિયન ડોલરની કિંમતની ક્રિપ્ટોકરન્સીની ચોરી કરી હતી. જે કદાચ ક્રિપ્ટોના ઇતિહાસમાં સૌથી મોટી ચોરી છે, પરંતુ એક દિવસ બાદ ચોરોએ લૂંટાયેલી ક્રિપ્ટોનો મોટો હિસ્સો પણ પરત કર્યો હતો.

cryptocurrency

કંપનીએ જ આ માહિતી આપી છે. પોલી નેટવર્કે રિપોર્ટ આપ્યો છે કે, હેકર્સે ચોરાયેલી ક્રિપ્ટોકરન્સીનો એક ભાગ પરત કર્યો છે. કંપની વતી એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, તેને હેકર્સ પાસેથી 610 મિલિયન ડોલરના મૂલ્યના ક્રિપ્ટોમાંથી લગભગ 4.8 મિલિયન ડોલર ક્રિપ્ટો મળ્યા છે.

હેકર દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે, જ્યારે સાયબર 'વ્હાઇટ હેટ' સુરક્ષા નિષ્ણાતો આ ચોરીની તપાસ કરી રહ્યા છે અને હેકર્સેને ટ્રેક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બ્લોકચેન સિસ્ટમ્સ ડિફેન્સ ફર્મ સ્લોમિસ્ટે 610 મિલિયન ડોલરની લૂંટ કરી છે.

કંપનીએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, 'સ્લોમિસ્ટની સુરક્ષા ટીમ ઓન-ચેન અને ઓફ-ચેઇન ટ્રેકિંગ દ્વારા હુમલાખોરોના મેઇલબોક્સ, આઇપી એડ્રેસ અને ડિવાઇસને ટ્રેક કરવામાં સક્ષમ હતી. ફિંગરપ્રિન્ટ મળી હતી. હવે તે પોલી નેટવર્ક પર આ સાઇબર હુમલાના હેકર્સના ઓળખના પુરાવા શોધી રહી છે.

cryptocurrency

કંપનીએ અનેક ટોકન્સને બ્લેકલિસ્ટ કરવા જણાવ્યું છે

કંપનીએ શ્રેણીબદ્ધ ટ્વિટમાં જણાવ્યું હતું કે, હેકર્સે પોલી નેટવર્ક પર સાઇબર અટેક કર્યો હતો અને બાદ હેકર્સ દ્વારા નિયંત્રિત ખાતાઓમાં ક્રિપ્ટોકરન્સીની વિક્રમી રકમ ટ્રાન્સફર કરીને મોટા પ્રમાણમાં ચોરી કરી હતી. કંપનીએ હેકર્સ દ્વારા ઉપયોગમાં લેવાતા ઓનલાઇન સરનામાંઓ પણ શેર કર્યા હતા અને 'આ હેકિંગથી અસરગ્રસ્ત બ્લોકચેન અને ક્રિપ્ટો એક્સચેન્જીસને આ સરનામાંઓમાંથી આવતા ટોકન્સને બ્લેકલિસ્ટ કરવા જણાવ્યું હતું.

પોલી નેટવર્ક એ હેકર્સેને સંબોધીને ટ્વીટ પણ કર્યું હતું. કંપનીએ જણાવ્યું હતું કે, 'તમે જે રકમ હેક કરી છે, તે ઇતિહાસની સૌથી મોટી રકમ છે'. તમે ચોરેલા નાણાં ક્રિપ્ટો સમુદાયના હજારો સભ્યોના છે. કંપનીએ હેકર્સને પોલીસ સાથે ધમકી આપતા જણાવ્યું હતું કે, 'સાથે મળીને આ વાતનો ઉકેલ શોધવાનો' રસ્તો પણ આપી રહી છે.

English summary
The hackers targeted a company specializing in cryptocurrency transfers. In which hackers stole about 4,468 million cryptocurrencies, which is probably the largest theft ever in crypto history, but later also returned part of it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X