
ભૂલથી પણ Google પર આ વસ્તુઓ સર્ચ કરી તો ખાવી પડશે જેલની હવા
નવી દિલ્લીઃ સર્ચ એન્જિન ગૂગલ પર તમે જે ઇચ્છો તે સર્ચ કરી શકો છો. ઈન્ટરનેટ યુઝર્સ તેમની જરૂરિયાત, તેમની વિચારસરણી મુજબ ગૂગલ પર સર્ચ કરે છે અને સર્ચ એન્જીન તેની પાસે હોય એ માહિતી પૂરી પાડે છે. તમે ગૂગલ પર સર્ચ કરીને મહત્વની માહિતી એકત્ર કરી શકો છો, તમે તમારી શોધને સરળ બનાવી શકો છો. પરંતુ જો વિચાર્યા વિના કંઈપણ શોધશો તો તમને મુશ્કેલી પડી શકે છે. તમે ગૂગલ પર શું સર્ચ કરો છો તેનુ પણ નિરીક્ષણ કરવામાં આવે છે. તમે જે વસ્તુઓ શોધો છો તે તમને ક્યારેક મુશ્કેલીમાં મૂકી શકે છે અને તમે જેલમાં જઈ શકો છો. આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને તમારે શોધવાનુ ટાળવુ જોઈએ.

ભૂલથી પણ આ વસ્તુઓ સર્ચ ના કરતા
જો તમને ગૂગલ પર સર્ચ કરવાની આદત હોય તો સાવધાન થઈ જાવ. માહિતીના અભાવમાં ભૂલથી પણ આવી વસ્તુઓની શોધ ના કરતા જે સુરક્ષાની દ્રષ્ટિએ જોખમરુપ છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા તમારી શોધ પર બારીકાઈથી નજર રાખવામાં આવે છે. જેમ કે ક્યારેય આકસ્મિક રીતે ગૂગલ પર સર્ચ ના કરતા કે બૉમ્બ કેવી રીતે બનાવવો. ગૂગલ પર આવા શબ્દોને સર્ચ કરીને, તમે કાનૂની કાર્યવાહીની સીમામાં આવી શકો છો. તમારી સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.

ક્રાઈમ કેટેગરીની વસ્તુઓ સર્ચ કરવી ગુનો
જો તમે ગૂગલ પર ચાઈલ્ડ પોર્નોગ્રાફી સર્ચ કરશો તો પણ તમારી મુશ્કેલી વધી શકે છે. વાસ્તવમાં તેની સામે કડક કાયદો છે. આવી સ્થિતિમાં ઈન્ટરનેટ પર સર્ચ કરવાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. તમારી સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.

આ ભૂલ પડી શકે છે ભારે
જો તમે બેંકની ઑફિશિયલ વેબસાઈટને બદલે ગૂગલ પર તમારી બેંકનો કસ્ટમર કેર નંબર સર્ચ કરશો તો આ ભૂલ તમને ભારે પડી શકે છે. તમે ગૂગલ પર બેંકની ગ્રાહક સેવાની માહિતી શોધીને પોતાને જોખમમાં મૂકી શકો છો. તમારુ બેંક ખાતુ ખાલી થઈ શકે છે. વાસ્તવમાં ફ્રૉડ કરનારા લોકો ગૂગલ પર પોતાની બેંક કસ્ટમર કેરને મળતી માહિતી સાથે ફેક નંબર અપલોડ કરી દે છે. જો તમે આ નંબરો પર કૉલ કરશો તો તેઓ તમારી પાસેથી અકાઉન્ટ અને તમારી વ્યક્તિગત માહિતી લઈને તમારા બેંક ખાતામાં એન્ટર થઈ શકે છે.

ભૂલથી પણ ના કરતા આ કામ
ઘણા લોકો એપ્સ ડાઉનલોડ કરવા માટે ગૂગલ પ્લે સ્ટોરને બદલે ગૂગલ પર સર્ચ કરે છે. આ ભૂલ તમને મોંઘી પડી શકે છે. ગૂગલ પર એપ્સ અને સૉફ્ટવેર સર્ચ કરીને તેને ડાઉનલોડ કરવુ જોખમ ભરેલુ છે. જો તમે ગૂગલ પર સર્ચ કરશો તો તમે છેતરપિંડીનો શિકાર બની શકો છો. નકલી એપ્સ તમારા ફોનમાંથી તમારી અંગત વિગતો અને બેંકિંગ વિગતોને હેક કરીને તમને છેતરી શકે છે.