For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આર્થિક સુધારની પ્રક્રિયા કોઇ વનડે મેચ નથી : ચિદમ્બરમ

|
Google Oneindia Gujarati News

chidambaram
નવી દિલ્હી, 13 જૂન : નાણામંત્રી પી ચિદમ્બરમે કહ્યું કે સરકાર જૂનના અંત સુધી પ્રત્યક્ષ વિદેશી રોકાણની મર્યાદા, કોલસા મૂલ્ય અને ઉર્જા એકમોને તેની ફાળવણી જેવા પાસાઓની સમીક્ષા કરશે.

ચિદમ્બરમે કહ્યું કે ગયા વર્ષે સપ્ટેમ્બરથી સરકાર દ્વારા આર્થિક સુધારોને ગતિ આપવાને સંબંધિત ઉપાયોના સારા પરિણામ દેખાવા લાગ્યા છે અને સરકાર આવનાર દિવસોમાં આ અંગે વધુ પગલા ભરવા જઇ રહી છે.

તેમણે કહ્યું કે ભારતની વિકાસની કહાણીમાં લોકોનો વિશ્વાસ યથાવત છે. જોકે નાણામંત્રીએ એ પણ કહ્યું કે આર્થિક સુધાર પર જારી પહેલ કોઇ વનડે મેચ નથી, જ્યાં દરેક બોલ પર આપ છગ્ગા લગાવવાનું કે વિકેટ લેવાની આશા રાખો.

તેમણે કહ્યું કે ફિચની આ વાતથી સહમત છે કે હજી વધુ આર્થિક સુધારની આવશ્યકતા છે. સરકાર પાયાના મુદ્દાઓને ઉકેલવાનો પ્રયત્ન કરી રહી છે. ફુગાવો નિયંત્રણમાં છે, અને તે સારા સંકેત છે. તેમણે જણાવ્યું કે રેવન્યૂ લક્ષ્ય હાસલ કરવા માટે કોઇ કસર બાકી નહીં રખાય.

English summary
Economic reforms are not like an ODI match Finance Minister P. Chidambaram told reporters at a press conference on Thursday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X