આગામી બે ત્રણ મહિનામાં નવા આર્થિક સુધારા શરૂ કરાશે : ચિદમ્બરમ

તેમણે આગામી સમયમાં વહેલી લોકસભા ચૂંટણીઓની સંભાવના અગે જણાવ્યું કે ચૂંટણીઓ વહેલી નહીં યોજાય. સરકાર આગામી 13 મહિના સુધી ચાલુ રહેશે. આ કારણે તે નાની પણ મહત્વની પહેલ કરશે. જે કારણે દેશને 8 ટકાનો વૃદ્ધિદર પ્રાપ્ત થાય તેવા પ્રયત્નો થશે.
ચિદમ્બરમે જણાવ્યું કે આર્થિક સુધારા માટે અનેક બાબતો કરવાની જરૂર છે. જેમાં મહત્વના ખરડાઓ પસાર કરવાના છે. મહત્વના નિર્ણયો લઇને તેને અમલી બનાવવાના છે. તેમાંથી કેટલાક કાર્યકારી છે જેને અમલમાં મૂકતા બે ચાર મહિનાનો સમય લાગશે. તેમણે જણાવ્યું કે અમે કેટલીક મોટી પહેલોને આગળ વધારીશું. જેના કારણે ભારતના અર્થતંત્રમાં સુધારો આવશે.












Click it and Unblock the Notifications
