For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક્સાઇઝ ડ્યુટી વધતા પેટ્રોલ ડીઝલ મોંઘું બન્યું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 13 નવેમ્બર : આંતરરાષ્ટ્રીય તેલ બજારમાં તેલની કિંમતો ઘટવા છતાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલ મોંઘુ બન્યું છે. આ કારણે ઇંધણની કિંમતોમાં ઘટાડાની આશા લગાવીને બેઠેલા લોકોને મોટો આંચકો લાગ્યો છે. સરકારે પેટ્રોલ ડીઝલની એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરતા તેની કિંમતોમાં રૂપિયા 1.5નો વધારો નોંધાયો છે.

આ અંગે આજે નાણા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા જાહેરનામા મુજબ સામાન્ય પેટ્રોલ પરની એક્સાઈઝ લીટરદીઠ 1.20 રૂપિયાથી વધારીને 2.70 રૂપિયા કરવામાં આવી છે.

petrol-diesal-1

પ્રીમિયમ અથવા તો બ્રાન્ડેડ પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટી લીટરદીઠ 2.35 રૂપિયાથી વધારીને 3.85 રૂપિયા કરવામાં આવી છે. આવી જ રીતે સામાન્ય ડીઝલ પરની એક્સાઈઝ લીટરદીઠ 1.46 રૂપિયાથી વધારીને 2.96 રૂપિયા કરવામાં આવી છે જ્યારે બ્રાન્ડેડ ડીઝલ પરની એક્સાઈઝ 3.75 પ્રતિ લિટરથી વધારીને 5.25 રૂપિયા પ્રતિલિટર કરવામાં આવી છે.

આ કારણે તાજેતરમાં થયેલો કિંમતમાં ઘટાડો ધોવાયો છે. આજથી વાહન ચાલકોએ વધારે કિંમત ચૂકવવી પડશે.

English summary
Excise duty increase on petrol and diesel.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X